________________
(૧૨) “કેમ શું થયું !” વિચાર નહિ છતાં સહજ સ્વભાવે પૂછાઈ જવાયું. . “નશીબ દેવીની કૃપા !” શેઠે જે વસ્તુ બની તે ટુંકમાં સમજાવી દીધી. " એ ઘટના સાંભળી શેઠાણ નિરાશ થયાં “હશે ! જેવી દેવ ઈચ્છા ! એક બે દિવસ કદાચ ભેજન નહી મળે તે કાંઈ મરી જવાશે નહિ, આવતીકાલે વળી જોઈ લેવાશે, આડેશી પાડોશીને ત્યાંથી ઉછીનું લાવી જે મળશે તેમાંથી ચલાવી લેશું.”
તે સિવાય બીજું શું ઉપાય ! એતો પડતાને જ પાટું હોય, ગમે તેવી સ્થીતિ નીભાવે જ છુટકે, માણસ સહે દુઃખ ને ઢોર સહે ભૂખ ” પણ આપણે તો દુ:ખ અને ભૂખ બન્ને સહન કરવાનું, એટલું વધારે !”
“ આજે કેટલાક મોજ કરતાં ગાડીઘડામાં ફરે છે કેટલાક પાલખીમાં બેસી મેજ કરે છે. કોઈ ભાવતાં ભોજન કરી મનમાં આનંદ માને છે ત્યારે આપણને અત્યારે રેટલાનો ટુકડે પણ ન મળે, આજીવિકાનું સાધન કેથળો પણ વિધિએ ઝુંટવી લીધો, સાકરને શીરે જમનારને ભૂખ્યા માણસનું ભાન ન હોય, હા ! હત વિધિ !”
દુ:ખ એ પણ મનુષ્ય જીવનની અણમોલ કસોટી છે. પ્રિયે ! દુઃખ ભેગવ્યા સિવાય માણસને બીજાના દુઃખ