________________
પિતાના વ્યવસાયમાં ગુંથાતા ને સાંજના પણ દિવસ છતાં જે કંઈ મળતું તે જમી લઈ સંતોષ માનતા બાકીને વખત દેવદર્શન, પ્રતિક્રમણ, ધર્મ ચર્ચા વગેરેમાં પૂરો કરી આખા દિવસની ચિંતાથી વ્યગ્ર થયેલા નિદ્રાદેવીને આધિન થઈ માનસિક વ્યથાને એ રીતે થોડાક સમય દેશવટે આપતા, સામાન્ય રીતે દિવસ રાતની આ એમની પ્રવૃત્તિ હતી. એવી પ્રવૃત્તિમાં પણ દેવગુરૂની ભકિત અવશ્ય કરતા, સુપાત્રદાન દેવાને અનંતે લાભ એ સારી રીતે સમજતા હતા જેથી પંચ મહાવ્રત ધારી મુનિરાજની ભકિત અવસર મળે ભૂલતા નહોતા.
આજે માહ માસ ચાલતો હોવાથી તેમજ અધુરામાં પુરૂં માવઠુ થવાથી અકાળે પૃથ્વી જળમય થઈ ગઈ હતી. પિતાની હમેશની વૃત્તિ પ્રમાણે ભાવડ શેઠ કેથળો લઈને નિકળ્યા, શહેરમાં તો એમના જેવા કોથળીયાના ભાવ કોણ પૂછે. છતાંય હલકી વસ્તીમાં એ કોથળો લઈ ફરતા, અને આજે વર્ષાદ હોવાથી ગામડામાં જઈ શકાય તેમ ન હેવાથી એ હલકી વસ્તીમાંથી કોઈપણ પ્રાપ્ત થાય તો તે ઉપર આધાર હતો એ ઉદ્દેશે સાંજ સુધી ફર્યો, મહા મુશ્કેલીએ થોડેક વકરે કરી સાંજના ઘર તરફ પાછા ફર્યા, વરસાદ ધીમે ધીમે વરસી રહ્યો હતો, પૃથ્વી ઉપર પાણી વહી રહ્યું હતું, કઈ કઈ સ્થળે જમીન ચીકાશવાળી થવાથી પગ લપસી જાય એવી સ્થીતિ થઈ રહી હતી.