________________
ભેજન મળે તે પણ ચલાવી લેવું પડે. એ પેટને અક્ષય ખાડો પૂરવાને કોથળો એ એમનું જીવન સર્વસ્વજ ગણાતું.
સૌરાષ્ટ્રદેશના કેંદ્ર સ્થાન સમું ગણાતું કાંપિલ્યપુરનગર ભાવડશેઠની નિવાસભૂમિ હતું કાંપિલ્યપુરના શેઠીઆઓની હરોળમાં ગણાતા એક વખતની ભાવડ શેઠની હવેલીઓ અત્યારે તો એમના લેણદારેને ત્યાં હવા ખાતી હતી. ધન જતું રહેવાથી પૂર્વની એ પ્રતિષ્ઠા પલાયન કરી ગઈ હતી. મને કે કમને પોતાનાં હમેશનાં મકાન છોડી કેટલાક સમયથી એમણે એક જીણું સામાન્ય મકાન નમાં નિવાસ કર્યો હતો. લક્ષ્મી ગઈ તે ભલે ગઈ પણ એમની પ્રમાણિકતા ન ગઈ. ગરીબાઈ આવી તો ભલે આવી પણ અનીતિ નહોતી આવી, ભાગ્યદેવીની અવકૃપા થઈ તો થવા દો પણ પોતાનું સત્વ સ્મલિત નજ થવા દીધું. દુનિયાના માનવીઓ કરતાં એ માનવ પ્રકૃતિ તો અજબ હતી. ગરીબાઈની અનેક મુશ્કેલીઓ છતાં ધર્મરૂપી ખજાનો એમની પાસે ભરપુર હતો. આવી સ્થિતિમાં પણ શું એમની એ ભાવના !
પ્રાત:કાલે પાછલી રાતના જાગૃત થઈ આત્મ ચિંતવના કરી પ્રતિક્રમણની ક્રિયા કર્યા બાદ દેવગુરૂને વંદનનો વિધિ ચાલત. વ્યાખ્યાનને લાભ સાચવ્યા પછી જીન પૂજન કરીને જ તે આજીવિકાને વ્યવસાય કરતા હતા. બપોરનું જે કાંઈ અલપ ભજન ભાણામાં આવતું તેને વધાવી લઈ