________________
મધ્યમાં એક રમણીય કમળ, કે જેની આજુબાજુએ નાનાંમોટાં અનેક કમળ શોભી રહ્યાં છે એવા કમળ ઉપર નિવાસ કરનારી તે લક્ષ્મીદેવી ? અનેક દેવતાઓ અને દેવાંગનાઓની મીઠાશભરી સેવાઓને ઝીલનારી ! જીનેશ્વરની સેવા કરવામાં ખુબ ભક્તિ બતાવનારી !”
છતાં આપણું સન્મુખ નજર પણ નહિ કરનારી એવી એ!” પુરૂષ વાત કરતો હતો તેની વચમાં ધીરજ નહિ રહેવાથી સ્ત્રીથી એટલું બોલી જવાયું.
“હશે, જવા દો એ વાત, કઈ દિવસ અવશ્ય સામુ જોશે, જેમ સુખ ભેગવવાની આતુરતા હોય છે તેમ દુઃખ સહન કરવાની પણ શક્તિ મેળવવી જોઈએ.”
પણ એ માટે કાંઈ ઉપાય તો કરવો જોઈએ, શું કરીયે કે જેથી ગયેલી લક્ષમી પાછી આવે, શું કરીયે કે જેથી દારિદ્રય સભાગ્યના રૂપમાં પલટે, શું કરીએ કે જેથી મરી ગયેલી મહત્તા પુનર્જીવન પામે!” | ગુમ થયેલી સમૃદ્ધિ મેળવલાને અતિ આતુર થયેલી રમણને જવાબ મળ્યો. “ધર્મ?” એ ધિરજવંત પુરૂષ દુઃખી છતાં સિમત કરતાં જણાવ્યું.
એ પુરૂષ તે વિક્રમની પહેલી સદીની શરૂઆતમાં થનારે વિક્રમને સમકાલીન ભાવડશાહ ! અને તેની પત્રી સૌભાગ્યવંતી અથવા ભાગ્યવતી !
-
૨