________________
દાનધર્મ આપણે યથાર્થપણે કદાચ ન પાળીએ, છતાં આપણું શક્તી અનુસાર વર્તવામાં શું ખામી છે નાથ !”
છતાં એમાંય ખામી તે હશે જ, ગુન્હા વગર કોઈને ઓછી જ શિક્ષા થાય છે, ચોરી કરનારને જ કેદમાં જવું પડે, ખુન કરનાર ખુની જ ફાંસીએ લટકે, ભૂલ કરનારને એનું પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડે? જ્યાં પૂર્વના રૂણાનુબંધો કામ કરતાં હોય ત્યાં અવશ્ય એમને એમની ફરજ બજાવતાં રેકવાની કેની તાકાત છે?”
“તેથી જ માણસ એને એ છતાં જે મહત્તા લક્ષ્મીની સમૃદ્ધિમાં ઝળકે છે, એના અવગુણોને પણ ગુણોના સ્વરૂપમાં પંડિત વખાણે છે; એ જ મનુષ્ય દરિકતા પામે ત્યારે એની શી સ્થિતિ, પ્રભુ! લક્ષ્મીદેવી સ્વર્ગમાં રહ્યાં રહ્યાં પણ જગત ઉપર ખુબ સત્તા ચલાવે છે.”
અને જગત ઉપર સત્તા ચલાવવાને માટે એમણે સ્વર્ગ જેવું દૂર સ્થાન છેડી આપણું નજીક રહેવું પ્રસન્ન કર્યું છે એ તમે જાણે છે કે?”
“એ વળી કયું સ્થાનક સ્વામી !” શેઠાણુએ આતુરતાથી પૂછયું.
આ ભરતક્ષેત્રની ઉત્તરે ચુલ્લ હિમવંત પર્વત પૂવપશ્ચિમ લવણસમુદ્રમાં જેની બે બે દાઢાઓ ગયેલી છે, એવા સુવર્ણ સરખા એ પર્વત ઉપર વિશાળ પદ્મદ્રહની