________________
હોય ત્યાંજ વળગતાંજ આવે છે. જીર્ણ થઈ ગયેલી સગાઈએને પણ એપ ચઢાવી તાજી કરી જળની જેમ ચાટે છે. સંબંધીઓ પણ જુના સંબંધોને–એ ભૂલાયેલા સંબંધોને નવા રૂપમાં કેળવી કોઈ અનેરી આશાએ યત્ન પૂર્વક સંભાળી રાખે છે. ” એ પ્રૌઢ પુરૂષના એક એક વચને અનુભવયુક્ત નિકળતાં હતાં.
પુરૂષની એ વાત સાંભળી રમણીને જરા મનમાં એાછુ આવ્યું, ભૂતકાળની પોતાની પરિસ્થીતિ સુક્ષ્મ સ્વરૂપે નજર આગળ પ્રગટ દેખાઈ એ વૈભવે, એ વિલાસ, એ સગાં સંબંધીઓના સંબંધો ચક્ષુ સમીપ તરવરતા જોવાયા, રમણીની એ વિશાળ ચક્ષુમાંથી અશ્રુનું એક ઉષ્ણ બિંદુ કપોલ પ્રદેશ ઉપર થઈને વસ્ત્ર ઉપર પડ્યું.
સ્ત્રીની આંખમાં આંસુ જોઈ પુરૂષને મનમાં દુઃખ થયું, એને પણ પોતાનો ભૂતકાળ સાંભળે. એ ભોગવેલી જાહોજલાલી તે કેમ ભૂલાય? “ પ્રિયે ! તમારા દુઃખનું કારણ હું સમ અમીરી કે ફકીરી એ તે દેવના હાથની વાત ! એમાં માથું મારવાની માનવીની તે ગુજાશ!”
ખરી વાત ! સ્વામી ! આ પંચમકાળને જ એ પ્રભાવ ! નહિતર ધમીને ઘેર ધાડ શાની હોય ? ”
* ધમી હોય કે કમી હોય, પણ જીવનના અમુક પ્રસંગે પૂર્વના કેઈ શુભ શુભ કર્મ સાથે રૂણાનુબંધ ધરાવે