________________
દિવાની બને છે. માનવીની આ કેવી વિચિત્ર ભાવના! વાહ દુનિયા ! વાહ લક્ષ્મી ! વિદ્વાનો પણ પ્રભુને બદલે લક્ષ્મીનંદનની જ સ્તુતિ કરવામાં પિતાની સફળતા માને ! મેટાઈ માને ! વાહ ધન્ય છે દેવી તમને ! શું દેવી તમારે જગત ઉપર પ્રભાવ ! દેવી! સારૂય જગત તમારા સિવાય કોને આધિન છે?”
“વાહ! સ્વામી ક્યી દેવીનાં આટલાં બધાં વખાણ કરે છે. અત્યારે કેઈ ગહન વિચારમાં છે. માને ન માને પણ તેમનું ચિત્ત કંઇક ગંભિર વિચારમાં ઝોલાં ખાય છે.” મનમાં એવા વિચાર કરતી એક ગંભિર દેખાવવાળી રમણ અચાનક ત્યાં આવી ચઢી અને બોલી. “નાથ? દેવી શું? પ્રભાવ શું? ક્યી દેવીનાં આપ વખાણ કરી રહ્યા છે. એવી ભાગ્યવંત દેવી કહ્યું છે કે સારૂં જગત જેને આધિન છે?”
ઉપલા શબ્દો એ વિચારવંત પુરૂષને કર્ણગોચર થતાં જ એની વિચારતંદ્રાને ભંગ થયો. એણે ગંભિર મુખમુદ્રા ધારણ કરી પૂછનાર તરફ અર્થસૂચક દષ્ટિએ જોયું.
જેની અવકૃપાથી આપણું આ દશા થઈ. ધીર, ગંભિર અને દાના ગણાતા પુરૂષે એની કૃપા મેળવવા આભજમીન એક કરે છે તે ? એ રમણીય રમણુને નખશીખ પર્યત અવલોકી ઝીણી દષ્ટિએ એ વન વયમાં