________________
છે, એવા રૂણાનુંબંધે મનુષ્ય જીવનના પ્રસંગમાં ખાટીમીઠી અણધારી ઘટનાઓ બને ત્યાં શું ઉપાય ? ”
એવાજ કઈ પાપના અનુબંધથી આપણી ઐહિક સુખસંપદા ચાલી ગઈ, વૈભવ, જાડેજલાલી બધાંય લક્ષ્મીના જવા સાથે ઉડી ગયાં, જે સંગાં સંબંધી આંગણું તોડી પાડતાં હતાં, તે આજે કેઈ સામેય જોતાં નથી.” પૂર્વની જાહોજલાલી યાદ આવતાં યુવતીનું વદન જરા ગ્લાન થઈ ગયું.
એ બધુ આજે સ્વનિ વત્ થઈ ગયું. સ્વપ્નમાં એક માણસે રાજ્ય ભેગવ્યું, જાગૃત થતાં એમાંનું કાંઈ પણ ને મલે, એમ આપણું લક્ષમી પણ આવી અને ગઈ. અત્યારે તે આખે દિવસ મજુરી કરતાં રોટલા જેટલું પણ મુશ્કેલીમાં મળે છે. ” પુરૂષ પણ નિરાશ થઈ ગયા. અચાનક એના મનમાં વિચાર ઉત્પન્ન થયે “ત્યારે માનવ જીવનની મહત્તા શેમાં ?” મનમાં વિચારાયેલા એ શબ્દો શબ્દો દ્વારા બહાર પડેલા સ્ત્રીએ સાંભળ્યા,
એને જવાબ આપણે ભૂતકાલ વર્તમાનકાલ સાથે સરખા, એટલે મળી રહેશે, જ્યારે સમૃદ્ધિ હતી ત્યારે જેવાં આપણે હતાં, અત્યારે પણ એનાં એ જ ! વ્રત, નિયમ, તપ, જપ, તેમ જ દાન શિયલ તપ અને ભાવ એ ચાર પ્રકારે જીનેશ્વર ભગવંતે કહેલો ધર્મ, તેમ જ બાર પ્રકારના વતવાળો શ્રાવકને ધર્મ આપણે નિરતિચારપણે પાળીએ છીએ, જે કે આપણું દરિદ્ધાવસ્થાને લીધે