________________
પ્રકરણ ૨ જી.
હાય ? ગરી
“ તમે રાજા મહારાજા, અરે ! તેમાં અમારે શુ ? ભલે હા શેઠ કે શાહુકાર, અરે ! એમાં અમારે શુ ? વૈભવ વિલાસેાનાએ, તમારા રાહ ન્યારા છે. ધન હીન ક્રીન ગરીબાને, દુ:ખીના રાહ ન્યારા છે. ”
ગરીબાઈ એ પાપકર્મનું ફૂલ છે. સંસારમાં માનવ જીવન દ્રવ્ય વગર કેવું અપ્રિય અને શુષ્ક લાગે છે, એની ઝાંખી લક્ષ્મીનંદનાને ન હેાય, અનેક પ્રકારનાં સંકટો, મુશ્કેલીઓ, ઉપાધિએ ધનહીન જીવનને અનુભવવી પડે છે. શિયાળાની ખૂબ ઠંડી પડે, કે ગ્રીષ્મ રૂતુની ઉષ્ણતા પેાતાના પ્રભાવ બતાવે, અથવા તેા વર્ષાતુના મેઘ ઝડીબંધ વરસતા હાય છતાં જેનું જીવન મજુરી ઉપર અવલંખી રહ્યું હાય, એને ગમે તેવા સંજોગામાં મજુરી કરેંજ છુટકા. ભાવડ શ્રેણીની પણ અત્યારે તા એવીજ હાલત હતી. વણીકવૃત્તિવ્યાપાર કરે એમાં જે બે ચાર આના મળે એ ઉપર જ નિભાવ ચલાવવા પડે. અને એમાં પણ કોઇ દિવસ લાભ ન મળે તેા કદાચ એ દિવસ બન્નેએ ઉપવાસ કરીને પણ પસાર કરવા એ સત્ય વાત હતી અથવાતા આ વત્તું