________________
ઝેલાં ખાતી રમણની રમણીય સુંદરતા નિહાળી, એ પુરૂષે લલીત લલનાના મનનું સમાધાન કરવા ઘમ ભાવે કહ્યું.
એટલે ? આપણું ઉપર કેની અવકૃપા થઈ? જગત કેની કૃપા મેળવવા ગાંડું બન્યું છે નાથે ?”
પિતાની વાત નહિ સમજનાર એ સૌદર્ય મૂર્તિ તરફ પુરૂષ અનિમેષ નયને જોઈ રહ્યો. “પ્રિયે ! એટલુંય ન સમજ્યાં ? ”
“ના સ્વામી ! આવી અર્થસૂચક વાત સમજવાની અમ અબળાઓની તે શી ગુંજાશ !”
એ દેવી તે લક્ષ્મીદેવી ! એના સિવાય આટલો બધે પ્રભાવ બીજા કે જગત ઉપર પડે છે. શાણી ?” “
ન માગજો.” લક્ષ્મી દેવી ! એ લક્ષ્મી દેવી તે સ્વર્ગમાં બીરાજતાં હશે અત્યારે ! ”
ગમે ત્યાં હશે ! છતાં મનુષ્યલોકમાં સર્વ કઈ ઈચ્છે છે કે એ મહાદેવી પિતાની પાસે હોય તે સારૂ !” પુરૂષે કહ્યું.
“ જરૂર ! જગતમાં મનુષ્યનાં તેજ, ગૌરવ, સભાચ, કુલીનપણું આદિ ગુણ એના વડેજ શોભા પામે છે.”
અને સગાં, વહાલાને સંબંધીઓ પણ જે ઘેર લક્ષ્મી