________________
સર્ગ ૧ લે ઠેકાણે હાથીઓ નાસવા લાગ્યા, કેઈ ઠેકાણે રાહુની શંકા કરાવતા સુભટના મસ્તકો પડવા લાગ્યાં, એક પગ કપાવાથી જાણે બાંધી લીધા હોય તેમ કેટલાક અ ચાલવા લાગ્યા. એ પ્રમાણે ઈદ્રની સેનાએ ક્રોધથી માળી રાજાની સેનામાં ભંગ પાડ્યો. “કેશરીના પંજામાં આવેલ હસ્તી બળવાન હોય તે પણ શું કરી શકે ?”
પછી સુમાળી પ્રમુખ વીરેથી વિટાયેલે રાક્ષસપતિ માળી યુથ સહિત વનહસ્તીની જેમ મેટા સંરંભથી ચડી આવ્યું. એ પરાક્રમી વીરે કરાવડે મેઘની જેમ ગદા મુદ્દગર અને બાણથી ઈદ્રની સેનાને તત્કાળ ઉપદ્રવિત કરી દીધી; એકલે તત્કાળ લોકપાળ અને સેનાપતિઓ સહિત ઈદ્ર ઐરાવતપર આરૂઢ થઈ યુદ્ધ કરવાને નજીક આવ્યો. ઈદ્ર માળી સાથે અને લોકપાળ વિગેરે સુભટો સુમાળી પ્રમુખની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેમની વચ્ચે પ્રાણને સંશય થાય તેવું યુદ્ધ ચિરકાળ પ્રવર્યું. પ્રાયઃ જયાભિલાષીઓને પ્રાણ તૃણ સમાન હોય છે. દંભ રહિત યુદ્ધ કરતાં ઈ મેઘ જેમ વિદ્યુતવડે ઘોને મારે તેમ વીર્યવાન માળીને વાવડે મારી નાંખ્યો. જ્યારે માળી હણાય ત્યારે રાક્ષસો અને વાનરે ત્રાસ પામી ગયા. પછી સુમાળીનો આશ્રય લઈ તેઓ પાતાળલંકામાં જતા રહ્યા. ઈન્દ્ર કૌશિકાની કુક્ષિથી ઉત્પન્ન થયેલા વિવાના પુત્ર વૈશ્રમણને લંકાનું રાજ્ય આપ્યું અને પિતે પિતાના પુરમાં પ્રવેશ કર્યો.
પાતાળલંકામાં રહેતા સુમાળીને પ્રીતિમતી નામથી સ્ત્રીથી નમવા નામે એક પુત્ર થયો. યૌવનવય પ્રાપ્ત થતાં એકદા તે વિદ્યા સાધવાને માટે કુસુમોદ્યાનમાં આવ્યા. ત્યાં એકાંતમાં અક્ષમાળા ધારણ કરીને જપ કરતે અને નાસિકાના અગ્ર ભાગમાં દષ્ટિ રાખતા તે ચિત્રમાં આલેખેલે હોય તેમ સ્થિર થયે. રત્નશ્રવા આ પ્રમાણે રહ્યો હતો, તેવામાં કઈ નિર્દોષ અંગવાળી વિદ્યાધરની કુમારી પિતાની આજ્ઞાથી તેને સમીપે આવી અને બોલી કે “માનવસુંદરી નામે મહા વિદ્યા હું તને સિદ્ધ થઈ છું.' આ પ્રમાણે સાંભળી વિદ્યા સિદ્ધ થયેલી જાણ રત્નશ્રવાએ જપમાળા છોડી દીધી. એટલે પિતાની આગળ પેલી વિદ્યાધરકુમારી જોવામાં આવી. રત્નશ્રાએ પૂછયું કે “તુ કોણ છે ? કેમની પુત્રી છે અને શા માટે અહિં આવી છે ?” તે બોલી-“અનેક કૌતુકનાં ગ્રહરૂપ કૌતુકમંગળ નામના નગરમાં વ્યોમબિ દુ નામે એક વિદ્યાધરોને રાજા છે. તેની કૌશિકા નામે એક મોટી પુત્રી છે, જે મારી બહેન થાય છે. તેની સાથે યક્ષપુરને રાજા વિશ્રવા પર છે. તેને શ્રમણ નામે એક નીતિમાન પુત્ર છે, જે હાલ ઈદ્રના શાસનથી લંકાનગરીમાં રાજ્ય કરે છે. હું કૌશિકાની નાની બેન કેકસી નામે છું. મને કેઈ નિમિત્તિયાના કહેવાથી મારા પિતાએ તમને આપી છે. તેથી હું અહીં આવી છું.” પછી સુમાળીપુત્ર રત્નશ્રવા બંધુઓને બેલાવીને ત્યાંજ તેની સાથે પરણ્ય, અને પુષ્પક નામના વિમાનમાં બેસીને તેની સાથે ક્રીડા કરવા લાગે. - એક વખતે કેકસીએ રાત્રિમાં સ્વપ્નાને વિષે હાથીના કુંભસ્થળને ભેદવામાં આસક્ત એ કેશરીસિંહ મુખમાં પ્રવેશ કરે છે. તેણીએ પ્રાત:કાળે તે સ્વપ્નની વાર્તા પિતાના સ્વામીને કહી, એટલે રત્નથવાએ કહ્યું કે, “આ સ્વપ્નથી તારે વિશ્વમાં અદ્વિતીય પરાક્રમી પુત્ર થશે.” સ્વપ્ન પ્રાપ્ત થયા પછી તેણે ચૈત્યપૂજા કરી, અને તે રત્નશવાની પ્રિયાએ મહાસારભૂત ગર્ભને ધારણ કર્યો. તે ગર્ભના સભાવથી કૈકસીની વાણું અત્યંત ક્રૂર થઈ અને સર્વ અંગ શ્રમને જીતે તેવું દઢ થયું. દર્પણ વિદ્યમાન છતાં તેણે પિતાનું મુખ ખગમાં જેવા લાગી. ઈદ્રને પણ શંકા રહિતપણે આજ્ઞા કરવાને ઈચ્છવા લાગી. હેતુ વિના પણ