________________
સ ૪ થા.
વસુદેવ ચિત્ર. (ચાલુ)
એક વખતે વસુદેવ સુતા હતા, ત્યાં સૂર્યંક નામના વિદ્યાધરે આવીને તેનું હરણ કર્યું.... તત્કાળ જાગીને તેણે સૂર્પકની ઉપર મુષ્ટિના પ્રહાર કર્યા, જેથી સૂપ કે તેને છોડી દીધા, એટલે વસુદેવ ગાદાવરી નદીમાં પડવા. તેને તરીને તે કેલ્લાપુરમાં આવ્યા, અને ત્યાંના રાજા પદ્મરથની પુત્રી પદ્મશ્રીને પરણ્યા. ત્યાંથી તેનું નીલક' વિદ્યાધરે હરણ કર્યું, અને મામાં પડવા મૂકયા એટલે તે ચ'પાપુરી પાસેના સરોવરમાં પડથા, તેમાંથી તરી નગરમાં આવી મ`ત્રીની પુત્રીને પરણ્યા. ત્યાંથી સૂક વિદ્યાધરે પાછું' તેમનું હરણ કર્યું, અને માગે પડતા મૂકથા, એટલે ગગાનદીના જળમાં પડયા. તે નદી તરીને મુસાફરોની સાથે ચાલતાં એક પલ્લીમાં આવ્યા, ત્યાં પલ્લીપતિની જરા નામની કન્યાને પરણ્યા. તેનાથી જરાકુમાર નામે પુત્ર થયા. ત્યાંથી નીકળી અવંતિસુ ંદરી, સૂરસેના, નરદ્વેષી, જીવયશા અને બીજી રાજકન્યાઓને પરણ્યા.
એકદા વસુદેવ અન્યત્ર જતા હતા, તેવામાં કોઈ દેવતાએ આવીને તેને કહ્યું કે હું વસુદેવ ! રૂધિર રાજાની કન્યા રાહિણીને હું તને તેના સ્વયંવરમાં આપું છું, માટે તારે ત્યાં જઈને પટહ (ઢાલ) વગાડવા.' પછી વસુદેવ અરિષ્ટપુરમાં રાહિણીના સ્વયંવરમ‘ડપમાં ગયા. ત્યાં જરાસંધ વિગેરે રાજાએ આવીને બેઠા હતા, તે વખતે જાણે સાક્ષાત્ ચન્દ્રની શ્રી રાહિણી પૃથ્વીપર આવેલ હોય તેવી હિણીકુમારી મડપમાં આવી, તે સમયે પોતે રૂચિકર થાય તેવી ઈચ્છાથી સર્વ રાજાઓ વિવિધ પ્રકારની ચેષ્ટાએ રોહિણી તરફ કરવા લાગ્યા, પણ તેમાંથી કોઈ પણ પેાતાને અનુરૂપ ન લાગવાથી તેને કોઇ રાજા રૂઢ્યા નહીં. તે વખતે વસુદેવ બીજો વેષ લઈને વાજિંત્રો વગાડનારાઓની વચમાં બેસી પટ& વગાડવા લાગ્યા, તે વાદ્યમાંથી એવા સ્ફુટ અક્ષર નીકળતા હતા કે “હે કુરંગાક્ષિ ! અહી આવ, મૃગલીની જેમ શુ જોઇ રહી છું ? હું તારા યાગ્ય ભર્તા છું', અને તારા સ‘ગમમાં ઉત્સુક છું.” આ અક્ષરા સાંભળી શહિણીએ તેના સામુ જોયુ, જોતાં વે તજ રોમાંચિત થઇને તેણે તેના કંઠમાં સ્વયંવરની માળા આરોપિત કરી. તે સમયે ત્યાં આવેલા રાજાઓમાં ‘આને મારે એવા કોલાહલ થઈ રહ્યો, કારણકે રાહિણી એક વાજિંત્ર વગાડનારને વરી’ એથી તેમનુ ઘણું ઉપહારય થયું હતું. કોશલાના રાજા દંતવક્રે અતિ વક્ર વાણીથી મશ્કરાની જેમ રૂધિર રાજાને ઉપહાસ્યમાં કહ્યું કે-‘જો તમારે આ કન્યા એક ઢાલકીઆને આપવી હતી, તો આ બધા કુલીન રાજાઓને તમે કુલીન જોઈને શા માટે બાલાવ્યા ? આ કન્યા ગુણુને જાણનારી ન હાય અને તેથી જો આવા વાજિંત્ર વગાડનારને વરે તો તે વાત ઉપેક્ષા કરવા ચાગ્ય નથી, કારણ કે ખાલ્યવયમાં કન્યાના શાસ્તા પિતા છે.' રૂધિર રાજા મલ્યા-હું રાજન્ ! તે વિષે તમારે કાંઈ પણ વિચાર કરવાની જરૂર નથી, કારણ કે સ્વયંવરમાં જેને કન્યા વરે તે પુરૂષ પ્રમાણુ છે.’ તે વખતે ન્યાયવેત્તા વિદુરે કહ્યું, ‘જો કે આ તમારૂ' વચન યુક્ત છે, ૧ શિક્ષા કરતાર