________________
પર્વ
મું
૩૨૫
અહીં નેમિનાથે આવતાં આવતાં પ્રાણીઓને કરૂણ સ્વર સાંભળ્યો, તેથી તેનું કારણ જાણતાં છતાં પણ તેમણે સારથિને પૂછયું કે “આ શું સંભળાય છે ?” સારથિએ કહ્યું, નાથ ! શું તમે નથી જાણતા ? આ તમારા વિવાહમાં ભેજનને માટે વિવિધ પ્રાણીઓને લાવેલા છે. તે સ્વામિન્ ! મેંઢાં વિગેરે ભૂમિચરે, તેતર વિગેરે ખેચરો અને ગામડાનાં તથા અટવીનાં પ્રાણીઓ અહીં ભેજનને નિમિત્તે પંચત્વને પામશે, તેઓને રક્ષકોએ વાડામાં પૂરેલાં છે. તેથી તેઓ ભયથી પિકાર કરે છે, કારણ કે સર્વ જીવોને પ્રાણવિનાશને ભય મોટામાં મોટા છે.” પછી દયાવીર નેમિપ્રભુએ સારથિને કહ્યું કે “જ્યાં એ પ્રાણીઓ છે, ત્યાં મારે રથ લઈ જા.” સારથિએ તત્કાળ તેમ કર્યું, એટલે પ્રભુએ પ્રાણુનાશના ભયથી ચકિત થઈ ગયેલાં એવાં વિવિધ પ્રાણીઓને ત્યાં જોયાં. કેઈને દોરડાથી ગ્રીવામાં બાંધેલાં હતાં, કેઈને પગે બાંધ્યાં હતાં, કોઈને પાંજરામાં પૂર્યા હતાં અને કોઈને પાશમાં નાખેલાં હતાં. ઊંચા મુખવાળાં, દીન નેત્રવાળાં અને જેમનાં શરીર કંપે છે એવાં તે પ્રાણીઓએ દર્શનથી પણ તૃપ્ત કરે તેવા નેમિનાથ પ્રભુને જોયા, એટલે તેઓ પોતપોતાની ભાષાથી પાહિ, પાહિ (રક્ષણ કરો, રક્ષણ કરો) એમ બોલ્યાં. તે સાંભળી તત્કાળ પ્રભુએ સારથિને આજ્ઞા કરીને તેઓને છોડાવી મૂક્યાં. તે પ્રાણીઓ પોતપોતાનાં સ્થાનમાં ચાલ્યાં ગયાં, એટલે પ્રભુએ પોતાના રથને પાછો પિતાના ઘર તરફ વળાવ્યા.
નેમિકુમારને પાછા વળતા જોઈ શિવાદેવી અને સમુદ્રવિજય તત્કાળ ત્યાં આવી નેત્રમાં અશ્રુ લાવીને બોલ્યાં, “વત્સ ! આ ઉત્સવમાંથી અકસ્માત કેમ પાછા વળ્યા ?” નેમિકુમાર બોલ્યા- હે માતા પિતા ! જેમ આ પ્રાણીઓ બંધ નથી બંધાયેલાં હતાં, તેમ આપણે પણ કર્મરૂપ બંધનથી બંધાયેલા છીએ; અને જેમ મેં તેમને બંધનથી મુક્ત કર્યા, તેમ હું પણ કર્મબંધનથી મુક્ત થવાને માટે અદ્વૈત સુખના કારણરૂપ દીક્ષા ગ્રહણ કરવાને ઈચ્છું છું.” નેમિકુમારનાં આવાં વચન સાંભળી તેમનાં માતાપિતા મૂછ પામ્યાં અને સર્વ યાદ નેત્રથી અવિચ્છિન્ન અથુપાત કરી કરીને રોવા લાગ્યા. તે વખતે કૃણે ત્યાં આવી શિવાદેવી અને સમુદ્રવિજયને આશ્વાસન આપી સર્વનું રૂદન નિવારીને અરિષ્ટનેમિને કહ્યું, “હે. માનવંતા ભાઈ ! તમે મારે અને રામને સદા માન્ય છે, તમારું અનુપમ રૂપ છે અને નવીન યૌવન છે, વળી આ કમળલોચના રાજમતી તમારે ગ્ય છે, તે છતાં તમને વૈરાગ્ય થવાનું શું કારણ છે તે કહો. વળી તમે જે પ્રાણીઓને બંધાયેલાં જોયાં હતાં, તેમને પણ બંધનમાંથી છોડાવ્યાં; તો હવે તમારાં માતાપિતાના અને બાંધના મને રથને પૂર્ણ કરો. હે બંધુ ! તમારાં માતાપિતા કે જે મહા શેકમાં નિમગ્ન થયાં છે તેમની ઉપેક્ષા કરવી યોગ્ય નથી; તેમની ઉપર પણ સર્વની જેમ સાધારણ કૃપા કરો. જેમ તમે એ દીન પ્રાણીએને ખુશી કર્યા, તેમ હવે તમારે વિવાહોત્સવ બતાવીને આ રામ વિગેરે ભાઈઓને પણ ખુશી કરે.” નેમિનાથ બેલ્યા-“હે બાંધવ ! મારાં માતાપિતાને અને તમને બંધુએને શેક થવાનું કાંઈ પણ કારણ મારા જેવામાં આવતું નથી, અને મને વૈરાગ્ય થવાનું કારણ તે આ છે કે આ ચતુર્ગતિરૂપ સંસાર છે, જેમાં ઉત્પન્ન થયેલાં પ્રાણીઓ નિરંતર દુઃખનેજ અનુભવે છે. પ્રત્યેક ભવે માતા પિતા અને ભ્રાતાઓ તો થયાં કરે છે, પણ તેમાં કોઈ કર્મના ભાગીદાર થતા નથી, સર્વને પોતપોતાનાં કર્મ ભેગવવાંજ પડે છે. હે હરિ! જે બીજાનું દુઃખ બીજાથી છેદાતું હોય તે વિવેકી માણસ માતાપિતાને અર્થે પ્રાણ પણ આપી દે, પણ પ્રાણી પુત્રાદિક છતાં જરા, મૃત્યુ વિગેરેનાં દુઃખ પોતેજ ભેગવે છે, તેમાં કઈ કઈને રક્ષક થતો નથી. જે પુત્રો પિતાની દષ્ટિને જ માત્ર આનંદ માટે હોય તે તેમને