________________
પર્વ ૯ મું
૪૧૩
પમ એ પાંચ પૌષધ વ્રતના અતિચાર છે. સચિત્તની ઉપર મૂકી દેવું, સચિત્તવડે ઢાંકવું, કાળનું સ્થાપનાર ઉલંઘના કરી આમંત્રણ કરવા જવું, મત્સર રાખવે અને વ્યપદેશ કરે એ પાંચ ચેથા અતિથિસંવિભાગ નામના શિક્ષાવ્રતના અતિચાર છે. આ પ્રમાણેના અતિચારોએ રહિત એવા વ્રતને પાળનારો શ્રાવક પણ શુદ્ધાત્મા થઈ અનુક્રમે ભવબંધનથી મુક્ત થઈ જાય છે.”
આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળીને ઘણાઓએ દીક્ષા લીધી અને ઘણું શ્રાવક થયા. અહંતની વાણી કદિ પણ નિષ્ફળ થતી નથી.” મેટા મનવાળા અશ્વસેન રાજાએ પણ પ્રતિબંધ પામી તત્કાળ પિતાને લઘુ પુત્ર હસ્તિસેનને રાજ્ય સોંપીને દીક્ષા લીધી. વામાદેવી અને પ્રભાવતીએ પણ પ્રભુની દેશના વડે સંસારથી વિરક્ત થઈ મેક્ષિસાધન કરાવનારી દીક્ષા ગ્રહણ કરી. પ્રભુને આર્યદત્ત વિગેરે દશ ગણધરો થયા, પ્રભુએ તેમને સ્થિતિ, ઉત્પાદ અને વ્યયરૂપ ત્રિપદી કહી સંભળાવી. તે ત્રિપદીના સાંભળવા માત્રથી તેમણે સવ દ્વાદશાંગીની રચના કરી. “બુદ્ધિમાનને કરેલે ઉપદેશ જળમાં તેલના બિંદુની જેમ પ્રસરી જાય છે. પ્રથમ પૌરૂષી પૂર્ણ થઈ એટલે પ્રભુએ દેશના સમાપ્ત કરી. બીજી પિરૂષીમાં આર્યદત્ત ગણધરે દેશના આપી. પછી શકેંદ્ર વિગેરે દેવતાઓ તથા મનુષ્ય પ્રભુને પ્રણામ કરીને પ્રભુની દેશનાને સંભારતા પિતાપિતાને સ્થાનકે ગયા.
પાર્શ્વનાથના તીર્થમાં કાચબાના વાહનવાળે, કૃષ્ણવર્ણ ધરનારો, હરતી જેવા મુખવાળે, નાગની ફણાના છત્રથી શેલત, ચાર ભુજાવાળો, બે વામ ભુજામાં નકુલ અને સર્પ તથા બે દક્ષિણ ભુજામાં બીરૂ અને સર્પ ધારણ કરનારો પાર્થ નામે યક્ષ શાસનદેવતા થયે. કુર્કટ જાતિના સર્પને વાહનવાળી, સુવર્ણના જેવા વર્ણવાળી, બે દક્ષિણ ભુજામાં પદ્મ અને પાશ તથા બે વામ ભુજામાં ફળ અને અંકુશ ધરનારી પદ્માવતી નામે યક્ષણી શાસનદેવી થઈ. તે બન્ને શાસનદેવતા જેમની પાસે નિરંતર રહે છે અને બીજા પણ અનેક દેવ અને મનુષ્ય વિનીત થઈને જેમની સેવા કર્યા કરે છે એવા પાર્શ્વપ્રભુ પૃથ્વીપર વિહાર કરવા લાગ્યા.
gj38àa2382998828888888888 BBA BBag
॥ इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये नवमे पर्वणि श्रीपार्श्वनाथकौमारदीक्षाकेवलो
સ્પત્તિવનો નામ વરીયઃ સ. SUBS823EB9%88888887888888888888888888 ૧ આ બારે વ્રતના અતિચારે વિશેષ પ્રતિક્રમણ સુત્રના અર્થ વિગેરેમાંથી જોઈ-સમુછ લેવા.