________________
પવે ૯ મું
૪૨૧ તાડન કરાવ્યું. જ્યારે ગાઢ માર પડવા લાગે ત્યારે તેઓ વિધુર થઈને બોલ્યા કે “અમે આ સાથેની સાથે ગયે દિવસેજ આવ્યા છીએ. જે એમ ન હોય તે પછી તમારે વિચારીને અને મારી નાખવા.” પછી તે સ્થાનના પુરુષે બંધુદત્તને ઉદ્દેશીને કહ્યું “આ પુરુષ તે આ સાર્થમાં પાંચમે દિવસે મારા જેવામાં આવ્યું હતું. પછી મંત્રીએ સાર્થ પતિને પૂછયું કે “તમે આ પુરુષને જાણો છો ? એટલે સાર્થ પતિ બોલ્યો કે “આવા તો ઘણું માણસો સાર્થમાં આવે છે ને જાય છે. તેને કેણ ઓળખી શકે?” આ પ્રમાણે સાંભળીને મંત્રી બહુ કોપાયમાન થયો, તેથી તેણે તે મામા ભાણેજને નરકાવાસ જેવા કારાગૃહમાં કેદ કર્યા.
અહીં ચંડસેન પણીવાર સુધી બંધુદત્તને શેધવા માટે પક્વાટવીમાં ભમ્યો, પણ તેને બંધુદત્ત મળ્યો નહીં એટલે તે વિલ થઈ પાછો ઘેર ગયો. પછી તેણે પ્રિયદર્શનાની પાસે એવી પ્રતિજ્ઞા કરી કે “જે હું છ માસની અંદર તારા પતિને ન શોધી લાવું તો પછી મારે અગ્નિમાં પ્રવેશ કરવો.” આવી પ્રતિજ્ઞા લઈને ચંડસેને કૌશાંબીમાં અને નાગપુરીમાં બંધુદત્તને શોધવાને માટે ગુપ્ત પુરુષો મેકલ્યા. તેઓ પણ કેટલેક દિવસે પાછા આવ્યા, અને તેમણે ચંડસેનને કહ્યું કે “અમે ઘણું ભમ્યા તે પણ બંધુદત્ત અમારા જેવામાં આવે નહી.' ચંડસેને ચિંતવ્યું કે પ્રિયાના વિરહથી પીડિત એ બંધુદત્ત ભ્રપાત (ભૈરવજવ) કે અગ્નિપ્રવેશ વિગેરેથી જરૂર મૃત્યુ પામ્યો હશે. મારી પ્રતિજ્ઞાને પણ ચાર માસ વીતી ગયા છે, માટે હવે હમણાં જ અગ્નિમાં પ્રવેશ કરું; કેમકે બંધુદત્ત મળ દુર્લભ છે. અથવા તે જ્યાં સુધી પ્રિયદર્શનાને કંઈ પ્રસવ થાય ત્યાં સુધી રાહ જોઉં અને તેના પ્રસુત પુત્રને કૌશાંબીમાં પહોંચાડીને પછી અગ્નિમાં પ્રવેશ કરું.”
આ પ્રમાણે ચંડસેન ચિંતવત હતો તેવામાં દ્વારપાળે આવીને વધામણી આપી કે પ્રિયદર્શનાને પુત્ર અવતર્યો.” પલ્લીપતિએ હર્ષ પામી દ્વારપાળને પારિતોષિક આપ્યું. પછી પક્વાટવીની દેવી ચંડસેનાને કહ્યું કે જે આ મારી બેન પ્રિયદર્શના પુત્ર સાથે એક માસ સુધી કુશળ રહેશે, તે હું તમને દશ પુરૂષનું બલિદાન આપીશ” પછી જ્યારે પ્રિયદર્શનાને કુમાર સાથે કુશળતાથી પચીસ દિવસ વ્યતીત થયા, ત્યારે ચંડસેને પ્રત્યેક દિશામાંથી બલિદાન યેચ પુરૂષોને પકડી લાવવા સેવક પુરૂષને મેકલ્યા.
અહી બંધુદ પિતાના માતુલ સાથે કારાગૃહમાં નારકીના આયુષ્ય જેવા છ માસ નિર્ગમન કર્યા તેવામાં એક દિવસે રાજસુભટોએ રાત્રીએ મેટા સર્પને પકડે તેમ પુષ્કળ દ્રવ્યયુક્ત એક સંન્યાસીને પકડ્યો, અને તેને બાંધીને મંત્રીને અર્પણ કર્યો. “સંન્યાસીની
આટલું બધું દ્રવ્ય કયાંથી હોય ? એવું ધારી તેણે નિશ્ચય કર્યો કે “જરૂર આ પણ ચર છે. એટલે તેને મારી નાખવાનો હુકમ કર્યો. જ્યારે તેને વધ કરવા લઈ ચાલ્યા, ત્યારે પશ્ચાત્તાપ થયે અને તેણે વિચાર્યું કે “મુનિનું વચન અન્યથા થતું નથી. આ પ્રમાણે ચિંતવીને તેણે આરક્ષકોને કહ્યું કે- “મારા વગર કેઈએ આ શહેરમાં ચોરી કરી નથી મેં ચોરી કરી કરીને પર્વત, નદી, આરામ વિગેરે ભૂમિમાં ચોરીનું ધન દાટેલું છે, માટે જેનું જેનું દ્રવ્ય હોય તે તેને થાપણુ મૂકી હોય તેમ પાછું સોંપી દે અને પછી મને શિક્ષા કરો.” રક્ષકે એ આવીને તે ખબર મંત્રીને કહ્યા, એટલે મંત્રીએ તેણે બતાવેલી સર્વ ભૂમિમાંથી દ્રવ્ય મંગાવ્યું તો તેમાં પેલા રત્નના કરંડીઓ વગર બધું દ્રવ્ય મળી આવ્યું. પછી મંત્રીએ તે સંન્યાસીને કહ્યું, હે કૃતિન ! તારાં દર્શનથી અને અને આકૃતિથી વિરૂદ્ધ એવું તારું આચરણ કેમ છે તે નિર્ભય થઈને કહે,' સંન્યાસી બે કે- જેઓ વિષયાસક્ત હોય અને