Book Title: Trishashti Shalaka Purush Charitra Part 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 463
________________ ૪૨૦ સ ૪ થા ધનદત્ત મેલ્યા- હું સુંદર ! હું વિશાળાપુરીથી આવું છું અને અહીંથી મહાપુરી નાગપુરીએ જવાનુ છે.' બંધુદત્ત મેલ્યા કે- મારે પણ ત્યાંજ આવવાનું છે, પણ ત્યાં તમારુ સંબધી કાણુ છે ? તે ખેલ્યા કે ‘ ત્યાં ખંધુદત્ત નામે મારા એક ભાણેજ છે.' મધુરો કહ્યું, ‘હા, તે મારા પણ મિત્ર છે.’ પછી બંધુદા પોતાના માતુલને ઓળખ્યા, પણ પોતાની ઓળખાણ પાડયા વિના તે તેની સાથે મળી ગયા. પછી તે બન્નેએ સાથે ભેાજન કર્યું. બીજે દિવસે પ્રાતઃકાળે દત્ત શૌચ કરવાને દ્વીતીરે ગયા, ત્યાં એક કદ ંબના ગહ્વરમાં રત્નની છાયાવાળી પૃથ્વી ક્રીડી. એટલે તેણે તીક્ષ્ણ શૃગવડે તે પૃથ્વી ખાદી, તેમાંથી રત્ન આભૂષણાથી ભરપૂર એક તાંબાનો કરડીએ નીકળ્યા. તે કરડીઆને છાની રીતે લઈ ને બંધુદત્ત ધનદત્તની પાસે આબ્યા, અને તે કરડીઓ મળવાની બધી હકીકત કહી બતાવી. પછી નમ્રતાથી કહ્યું કે ‘હે મારા મિત્રના માતુલ ! મે` એક કાપડી પાસેથી તમારી બધી હકીકત જાણી છે, માટે તમારા પુણ્યથી પ્રાપ્ત થયેલા આ કરડીએ તમેજ ગ્રહણ કરે. આપણે બન્ને અહીંથી વિશાળા નગરીએ જઇ રાજાને ધન આપી કારાગૃહમાંથી આપણાં માણસોને છેડાવીએ. પછી આપણે નાગપુરી જઈશું.' આ પ્રમાણે કહી આગળ કર'ડીએ ધરીને બંધુદત્ત મૌન રહ્યો, એટલે ધનદત્ત ખેલ્યા કે ‘મારે અત્યારે તરત મારાં મનુષ્યને છેાડાવવાની કાંઈ જરૂર નથી, હમણાં તો તમારા મિત્ર બંધુદત્તને મળવું છે. પછી તે જેમ કહેશે તેમ કરીશું.’ પછી ખંધુદત્ત પાતાની મેળે પ્રગટ થયા, અર્થાત્ પોતેજ બંધુદત્ત છે એમ કહ્યું. એટલે તેને ઓળખીને ધનત્ત ખેલ્યા કે--‘ અરે ! તું આવી દશાને કેમ પ્રાપ્ત થયા ?' પછી બંધુદો પાતાનો સર્વાં વૃત્તાંત જણાવ્યેા. તે સાંભળીને ધનદો કહ્યું કે · હે વત્સ ! પ્રથમ આપણે ભિલ લેક પાસેથી પ્રિયદર્શનાને છેાડાવીએ, પછી બીજું કામ કરશુ.’ આ પ્રમાણે તેઓ વાત કરે છે તેવામાં અકસ્માત્ રાજાના સુભટા હથિયાર ઉગામતા ત્યાં આવ્યા. તેઓએ જેએ ત્યાં રહેલા હતા તે સને તસ્કર જાણીને પકડથા. ધનવ્રુત્ત અને બધુદત્ત પેલા કરડીએ કોઈ ગુપ્ત સ્થાને મૂકી દેતા હતા, તેવામાં જ રાજપુરૂષોએ તેમને પકડયા, અને ‘ આ શું છે ? ’ એમ પૂછ્યું, એટલે તેમણે કહ્યું કે ‘ તમારા ભયથી અમે આ અમારું દ્રવ્ય ગેાપવતા હતા.' પછી રાજસુભા તે કરડીઆ સહિત તેમને તથા બીજા મુસાફાને પણ રાજભય બતાવતા સતા ન્યાયકારક રાજમંત્રીની પાસે લઇ ગયા. ન્યાયમંત્રીએ પરીક્ષા કરીને બીજા મુસાફરોને નિર્દોષ જાણી છેાડી મૂકયા. પછી આ મામા ભાણેજને આદરથી પૂછ્યુ કે ‘તમે કેણુ છેા ? કયાંથી આવા છે ? અને આ શું છે ?' તેઓ ખેલ્યા કે– અમે વિશાળાનગરીથી આવીએ છીએ. આ દ્રવ્ય અમારૂ પ્રથમનું ઉપાજન કરેલું છે; તે લઈને હવે અમે લાટ દેશ તરફ જઈએ છીએ.' મંત્રીએ કહ્યું કે · જે આ દ્રવ્ય તમારુ હોય તો આ કરડીઆમાં શું શું ચીજ છે તે બધું એ ધાણી સાથે જલદી કહી બતાવેા.' પછી બન્ને અજ્ઞાત હેાવાથી ક્ષેાભ પામીને ખેલ્યા કે ‘ હે મંત્રીરાજ! આ કર'ડીએ અમે હરણ કરેલા છે, માટે તમે પાતેજ ઉઘાડીને જીવા.' પછી મંત્રીએ તે કરડીઓ ઉઘાડીને જોયા, તો તેમાં રાજનામાંકિત આભૂષણા જોવામાં આવ્યાં. ઘણા વખત અગાઉ ચારાયેલાં તે આભૂષણાને સંભારીને મ`ત્રીએ વિચાયુ... કે ‘પ્રથમ ચારાયેલું દ્રવ્ય લઈ ને આ બન્નેએ પૃથ્વીમાં નિધિરૂપ કરેલું હશે, માટે આ અન્નેને કબજે કરવાથી ખીજા ચાર લેાકા પણ પકડાઈ આવશે' એવું ધારી મંત્રીએ બધા સાને પાતાના પુરુષોની પાસે પાછે! પકડી મંગાવ્યા. પછી તેણે યમ જેવા રક્ષકોની પાસે તે મામા ભાણેજને ઘણું

Loading...

Page Navigation
1 ... 461 462 463 464 465 466 467 468 469 470 471 472