________________
પર્વ મું
૪૨૭ સાતસો મન:પર્યવજ્ઞાની એક હજાર કેવળજ્ઞાની, અગ્યારસો વેક્રિયલબ્ધિવાળા, છસો વાદલબ્ધિવાળા, એક લાખ ને ચેસઠ હજાર શ્રાવક, અને ત્રણ લાખ ને સત્યોતેર હજાર શ્રાવિકાઓ -આ પ્રમાણે કેવળજ્ઞાનના દિવસ પછી પરિવાર થયો. પછી પોતાનો નિર્વાણ સમય નજીક જાણી શ્રી પાર્શ્વનાથ પ્રભુ સંમેતગિરિએ પધાર્યા. ત્યાં બીજા તેત્રીશ મુનિઓની સાથે ભગવંતે અનશન ગ્રહણ કર્યું. પ્રાંતે શ્રાવણ માસની શુકલ અષ્ટમીએ વિશાખા નક્ષત્રમાં જગદ્ગુરૂ શ્રી પાર્શ્વનાથ પ્રભુ તેત્રીશ મુનિઓની સાથે મોક્ષપદને પ્રાપ્ત થયા.
ગૃહસ્થપણામાં ત્રીશ વર્ષ અને વ્રત પાળવામાં સત્તર વર્ષ—એમ સો વર્ષનું આયુષ્ય શ્રી પાર્શ્વનાથ પ્રભુએ ભેગવ્યું. શ્રી નેમિનાથ પ્રભુના નિર્વાણ પછી ત્યાશી હજાર, સાતસો અને પચાસ વર્ષ ગયા પછી શ્રી પાર્શ્વનાથ પ્રભુ મોક્ષે પધાર્યા. તે વખતે શક્રાદિક ઈદ્ર દેવતાઓને સાથે લઈ સંમેતગિરિ પર આવ્યા, અને અધિક શેકાક્રાંતપણે તેમણે શ્રી પાર્શ્વનાથ પ્રભુને ઊંચે પ્રકારે નિર્વાણમહોત્સવ કર્યો.
ત્રણ જગતમાં પવિત્ર એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરિત્રને જેઓ શ્રદ્ધાળુ થઈને સાંભળે છે તેની વિપત્તિઓ દૂર જાય છે અને તેઓને અદભૂત સંપત્તિઓ પ્રાપ્ત થાય છે એટલું જ નહીં, પણ છેવટે પરમપદ પણ પ્રાપ્ત થાય છે.
છે
॥ इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये नवमे पर्वणि श्री पार्श्वनाथ बिहारनिर्वाणवर्णनो
નામ ચતુર્થ સઃ ||
જય જય જય કાક
॥समाप्त चेदं नवम पर्वम्॥
સting
a