Book Title: Trishashti Shalaka Purush Charitra Part 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 461
________________ ૪૧૮ સર્ગ ૪ થે સર્વ ખેચર સહિત બંધુદત્તને પ્રાર્થના કરીને પિતાને ઘેર લઈ ગયે. પછી જિનદત્ત શેઠ બંધુદત્ત અને ખેચરને ગૌરવતાથી સ્નાન, આસનાદિવડે સત્કાર કરીને તેમના આગમનનું કારણ પૂછયું. એટલે “આ કામનુંજ પ્રયોજન છે, પણ જે કામના અંગનું પ્રયોજન છે તે અમૃત (અસત્ય) કહેવું પડે તેમ છે.” એ વિચાર કરીને તે બેચરે આ પ્રમાણે બોલ્યાઅમે તીર્થયાત્રાની ધારણા કરી રત્નપર્વતથી નીકળ્યા છીએ, પ્રથમ અમે ઉજજયંતગિરિ ગયા, ત્યાં નેમિનાથને વંદના કરી. ત્યાં આ બંધુદત્ત શ્રેષ્ઠીએ અમને સાધમિક જાણીને પિતાના બંધુની જેમ ભજનાદિકવડે અમારી ભક્તિ કરી. આ બંધુદત્ત ધાર્મિક, ઉદાર, તેમજ વૈરાગ્યવાનું છે, એથી અમારે તેમની સાથે અધિક પ્રીતિ થઈ છે, અહીં પાર્શ્વ પ્રભુને વાંદવાને માટે અમે ઉજજયંતિ (ગિરિના૨) ગિરિથી આવ્યા છીએ, આ બંધુદત્ત પણ અમારા નેહથી નિયત્રિત થઈને અમારી સાથે આવેલ છે.” ખેચરોનાં આવાં વચન સાંભળી અને બંધુદત્તને નજરે જોઈ જિનદત્ત શેઠે ચિંતવ્યું કે “આ વર મારી પુત્રીને ગ્ય છે. પછી જિનદત્ત ખેચરોને આગ્રહથી રોક્યા અને બંધુદત્તને કહ્યું કે “મારી પુત્રીને પરણો. બંધુદો પરણવાની અનિચ્છાનો ડોળ કરીને તે વાત સ્વીકારી. તે સમાચાર અમિતગતિએ ચિત્રાંગદને પહોંચાડ્યા એટલે ચિત્રાંગદ જાન લઈને ત્યાં આવ્યો. પછી જિનદત્ત બંધુદત્તની સાથે પોતાની પુત્રી પરણાવી. ચિત્રાંગદ બંધુદત્તને શિક્ષા આપીને પોતાને સ્થાનકે ગયે. બંધુદત્ત પ્રિયદર્શન સાથે ક્રીડા કરતે ત્યાંજ રહ્યો. તેણે ત્યાં શ્રી પાર્શ્વનાથની રથયાત્રા કરાવી. એવી રીતે ધર્મમાં તત્પર થઈ તેણે ત્યાં ચાર વર્ષ નિગમન કર્યા. કેટલોક કાળ ગયા પછી પ્રિયદર્શનાએ ગર્ભ ધારણ કર્યો. તે વખતે તેણીએ સ્વપ્નમાં મુખકમળને વિષે પ્રવેશ કરતા એક હાથીને જોયો. બીજે દિવસે બંધુદત્તે પોતાના સ્થાન તરફ જવાનો મનેરથ પોતાની પત્નીને જણાવ્યું. તેણીએ પિતાના પિતા જિનદત્તને જણાવ્યું એટલે શેઠે ઘણી સંપત્તિ આપીને બંધુદત્તને પ્રિયા સહિત વિદાય કર્યો. બંધુદો “હું નાગપુરીએ જઈશ” એવી આઘોષણું કરાવી, તેથી ઘણા લોકો તેની સાથે ચાલ્યા, તેઓને બંધુવત્ ગણીને તેણે આગળ કર્યા. સન્માર્ગના મહા પાથ તુલ્ય બંધુદત હળવે હળવે ચાલતે અનુક્રમે અનર્થના એક ગૃહરૂપ પદ્મ નામની અટવામાં આવ્યા. સાર્થની રક્ષા કરતાં તેણે ત્રણ દિવસે તે અટવીનું ઉદ્ઘઘન કરી એક સરોવરના તીર ઉપર આવી પડાવ કરાવ્યો. ત્યાં સાથે રાત્રીવાસો રહ્યો. તે રાત્રીના છેલ્લા પહોરે ચંહસેન નામના એક પદ્ધીપતિની ધાડ પડી. પલ્લી પતિના સુભટોએ સાર્થનું સર્વસ્વ લૂંટી લઈ પ્રિયદર્શનને પણ હરી લઈને પોતાના સ્વામી ચંડસેનને મેંપી. દીન મુખવાળી પ્રિયદર્શનને જોઈને ચંડસેનને પણ દયા આવી, તેથી તેણે ચિતવ્યું કે “શું આ દીન સ્ત્રીને પછી તેને ઠેકાણે પહેાંચા ડું ?” એવી ચિંતા કરતા તેણે ચૂતલતા નામની પ્રિયદર્શનાની દાસીને પૂછ્યું કે “આ સ્ત્રી કે ની પ્રિયા છે ? અને કોની પુત્રી છે? તે સર્વ વૃત્તાંત જણાવ.” દાસી બેલી કે “કૌશાંબીમાં રહેનારા જિનદત્ત શેઠની આ પુત્રી છે અને તેનું નામ પ્રિયદર્શના છે.” આટલું સાંભળતાંજ ચંડસેનને મૂર્છા આવી. થોડીવારે સંજ્ઞા મેળવીને તેણે પ્રિયદર્શનને કહ્યું કે “હે બાળા ! તારા પિતાએ મને પૂર્વે જીવાડયો છે, માટે તું ભય પામીશ નહીં. તે મારે વૃત્તાંત મૂળથી સાંભળ. હું ચેરના રાજા તરીકે પ્રસિદ્ધ છું. એક વખતે હું ચોરી કરવાને માટે નીકળ્યો. પ્રદોષકાળે વત્સદેશના ગિરિ નામના ગ્રામમાં ગયે. ત્યાં ચેરલોકથી વીંટાઈને હું મદ્યપાન કરવા બેઠે. તેવામાં રક્ષકેએ આવીને મને પકડે, અને ત્યાંના રાજા માનભંગ પાસે રજુ કર્યો. તેણે મને મારી નાખવાને આદેશ કર્યો. પછી મને મારવાને લઈ જતા હતા, તેવામાં તારા માતાપિતા પૌષધ કરી પારણાને માટે ઘેર જતા હતા તે ત્યાંથી નીકળ્યા. મારી હકીકત

Loading...

Page Navigation
1 ... 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472