________________
૪૧૬
સગ ૪ થા
આ દેવજ પરમાર્થે સત્ય દેવ છે. આનું સ્વરૂપ મુનિએજ જાણે છે, બીજા કાઈ જાણતા નથી.” આ પ્રમાણે કહી મૂર્ત્તિ આપીને તે દેવ સ્વસ્થાને ગયા. સાગરદત્ત તે પ્રતિમાને જોઇને બહુ ખુશી થયા. તે સુવર્ણવી અહંત પ્રતિમા તેણે સાધુને બતાવી. એટલે સાધુઓએ તેને જિનવરે કહેલા ધર્મ' કહી સંભળાવ્યા, તેથી સાગરદત્ત શ્રાવક થયા.
એક વખતે સાગરદત્તે મુનિઓને પૂછ્યુ કે– હે ભગવંત ! આ કયા તીર્થંકરની પ્રતિમા છે ? અને મારે તેની કેવી વિધિએ પ્રતિષ્ઠા કરવી, તે મને કહે.’ મુનિએ મેલ્યા- ‘ હાલ પુ’ડૂવન દેશમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ સમવસર્યાં છે. માટે તેમની પાસે જઈને તે વાત પૂછેા.' એટલે તત્કાળ સાગરદત્ત શ્રી પાર્શ્વ પ્રભુની પાસે ગયા અને નમસ્કાર કરીને તે રત્નપ્રતિમા વિષે સવ` હકીકત પૂછી. પ્રભુએ પેાતાના સમેાસરણને ઉદ્દેશીને સવે અંતના અતિશય સંબંધી અને તીર્થં 'કરની પ્રતિમાની સ્થાપના સંબંધી સ હકીકત કહી બતાવી. પછી શ્રી જિને!ક્ત વિધિવડે તે તીથંકરની પ્રતિમાની તેણે પ્રતિષ્ઠા કરાવી. અન્યદા તે સાગરદત્તો પાર્શ્વ પ્રભુની પાસેજ દીક્ષા લીધી. પછી સુર અસુરોએ સેવાતા અને સ અતિશયવર્ડસ પૂર્ણ એવા પ્રભુએ પરિવાર સાથે ત્યાંથી અન્યત્ર વિહાર કર્યાં.
નાગપુરીમાં નાગેન્દ્રની જેમ નાગપુરી નામની નગરીમાં યશસ્વીઓમાં અગ્રેસર સૂરતેજ નામે રાજા હતા. તે નગરીમાં ધનપતિ નામે એક ધનાઢય શ્રેષ્ઠી રહેતા હતા, તે રાજાને ઘણા પ્રિય હતો. તેને ઘેર સુંદરી નામે એક શીળવડે સુદર સ્ત્રી હતી. પિતામહના નામ પ્રમાણે નામવાળા અદત્ત નામે તેને એક વિનીત અને ગુણવાન પુત્ર હતા. તે અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થયા.
તે સમયે વત્સ નામના વિષયમાં કૌશાંખી નગરીને વિષે શત્રુઓનુ માનભંગ કરનાર માનભંગ નામે રાજા રાજ્ય કરતા હતો. તે નગરીમાં જિનધર્મમાં તત્પર જિનદ્યત્ત નામે એક ધનાઢય શ્રેષ્ઠી વસતા હતો. તેને વસુમતી નામે સ્ત્રી હતી. તેને પ્રિયદર્શીના નામે એક પુત્રી થઈ હતી. અંગદ નામના વિદ્યાધરની પુત્રી મૃગાંકલેખા નામે તેની સખી હતી, તે જૈનધર્મમાં લીન હતી. બન્ને સખીએ દેવપૂજા, ગુરૂની ઉપાસના અને ધર્માખ્યાન વિગેરે કૃત્યા વડેજ દિવસેા નિગમન કરતી હતી. એક વખતે કોઇ સાધુ ગોચરીએ જતા હતા, તેમણે પ્રિયદર્શીનાને ઉદ્દેશીને બીજા સાધુને કહ્યું કે આ મહાત્મા શ્રી પુત્રને જન્મ આપીને દીક્ષા લેશે. ’ તે સાંભળી મૃગાંકલેખા હ પામી. પણ તે વાર્તા તેણે કોઇને કહી નહીં,
અન્યદા ધનપતિ શ્રેષ્ઠીએ પાતાના પુત્રને માટે નાગપુરીનાજ રહેનાર વસુનંદ નામના શ્રેષ્ડીની ચ’લેખા નામની કન્યાની માગણી કરી. તેણે પાતાની પુત્રી તે શ્રેષ્ઠીપુત્રને આપી. પછી શુભ દિવસે મોટા ઉત્સવથી બંધુદત્ત અને ચંદ્રલેખાને વિવાહ થયે બીજે દિવસે હજુ જેનેા હાથ મગળક કણથી અંકિત છે એવી તે ચદ્રલેખાને રાત્રીએ સપે આવીને કરડી, જેથી તે તત્કાળ મૃત્યુ પામી. આ પ્રમાણે “કના પરિણામથી અભાગી પુરુષને વિવાહ કર્યા પછી બીજે દિવસે પરણેલી સ્ત્રી મરી જાયછે.” આ બનાવ બનવાથી ‘બંધુદત્તના હસ્તજ વિષમય છે' એવા તેને માથે અપવાદ આવ્યા, તેથી ત્યારપછી તેણે ઘણી કન્યાઓની માગણી કરી અને ઘણું દ્રવ્ય આપવા માંડયું છતાં તેને બીજી સ્ત્રી પ્રાપ્ત થઈ નહીં. એ પ્રમાણે સ્રી રહિત હોવાથી ‘સ્ત્રી રહિત મારે આ સપત્તિ શા કામની છે ?' એમ ચિ'તા કરતા અંધુદત્ત કૃષ્ણ પક્ષના ચંદ્રની જેમ દિવસે દિવસે ક્ષય પામવા લાગ્યા. તેને દુળ થતા જોઈને દુ:ખી થયેલા ધનપતિ શેઠે વિચાયું કે મારા પુત્ર આ ચિતામાં મરી જશે, માટે