________________
પર્વ ૯ મું
૪૨૩ વિના બીજા કેઈ કામમાં આ વિદ્યાને જવી નહીં, હાસ્યમાં પણ અસત્ય બલવું નહીં, જે પ્રમાદથી અસત્ય બેલાઈ જાય તે નાભિ સુધી જળમાં રહી ઊંચા હાથ કરી આ બે વિદ્યાને એક સહસ્ત્ર ને આઠ વાર જાપ કવિષયની આસક્તિથી ગુરુની એ શિક્ષા હું ભૂલી ગયે, મેં અનેક વિપરીત કામ કર્યા. પેલા ઉદ્યાનમાં દેવાલય પાસે રહ્યો સતો હું તમારી પાસે મૃષા બોલ્યા. ગઈ કાલે સ્નાન કર્યા વગર દેવાર્ચન કરવાને કઈ દેવાલયમાં આવેલ, તેણે મને તપોવ્રત ગ્રહણ કરવાનું કારણ પૂછ્યું, એટલે મેં પ્રમાદથી ઈચ્છિત પત્નીના વિરહનું બેટું કારણ બતાવ્યું. ત્યારપછી ગુરુના કહેવા પ્રમાણે જળમાં રહી તે વિદ્યાને જાપ કર્યો નહીં. અર્ધી રાત્રે સાગર શ્રેષ્ઠીના ઘરમાં ચોરી કરવાને ગયે. દેવયોગે દ્વાર ઉઘાડાંજ હેવાથી શ્વાનની જેમ હું તેમાં પેસી ગયો અને તેનું રૂપું અને સુવર્ણ ચોરીને બહાર નીકળે. એટલે દૈવયોગે રાજપુરૂષોએ મને પકડી લીધા. તે વખતે મેં આકાશગામિની વિદ્યાને ઘણી સંભારી, પણ તેની ફુરણ થઈ નહિ.” આ પ્રમાણે બધી વાત સાંભળ્યા પછી મંત્રીએ પૂછયું કે- “તને બધી વસ્તુઓ મળી, પણ રત્નનો કરંડીઓ કેમ ન મળ્યો? શું તેનું સ્થાનક ભૂલી ગયે છે?” તેણે કહ્યું “જ્યાં મેં તે કરંડીઓ દાટ હતો, ત્યાંથી દૈવગે તેને જાણવાથી કેઈએ હરી લીધો જણાય છે.”
- આ પ્રમાણે સાંભળીને મંત્રીએ તે સન્યાસીને છોડી મૂક્યું. પછી પિલા મામા ભાણેજને યાદ કર્યા, અને ચિંતવ્યું કે જરૂર તેઓએ અજાણતાં આ રત્નને કરંડીઓ લીધે હશે, પણ ભયથી તેઓ બરાબર જવાબ દઈ શક્યા નહીં હોય, માટે હવે અભય આપીને તેમને ફરીવાર પૂછવું.” પછી મંત્રીએ તેમને બેલાવી અભય આપીને પૂછ્યું, એટલે તેઓએ જે યથાર્થ હતું તે કહી બતાવ્યું, તેથી નીતિમાન મંત્રીએ તેમને છોડી મૂક્યા, અને તેઓને ખમાવ્યા. પછી ત્યાંથી છુટી બે દિવસ રહીને તેઓ આગળ ચાલ્યા એટલે ત્રીજે જ દિવસે પેલા ચંડસેનના પુરુષે જે બલિદાનને માટે પુરુષોને શેધતા હતા તેઓના હાથમાં આવ્યા, તેથી તેમને પણ બીજાની સાથે બંદીવાન કરી ચંડસેના દેવીની પાસે બલિદાન માટે તેઓ લઈ આવ્યા, પછી ચંડસેન દાસી અને પુત્ર સહિત પ્રિયદર્શનાને લઈને ચંડસેના દેવીનું અર્ચન કરવા આવ્યું. તે વખતે “આ ભયંકર દેવીને જેવાને વણિક સ્ત્રી સમર્થ થઈ શકશે નહિ એવું ધારી ચંડસેને પ્રિયદર્શનાનાં નેત્રને વસ્ત્રવડે ઢાંકી દીધાં. પછી ચંડસેને પિતે પુત્રને લઈને નેત્રની સંજ્ઞાએ બલિદાનના પુરુષને લાવવા સેવકોને કહ્યું. દેવગે પ્રથમ બંધુદત્તનેજ લાવવામાં આવ્યું. પછી પુત્રને દેવીને પ્રણામ કરાવી રક્તચંદનનું પાત્ર હાથમાં આપી ચંડસેને પ્રિયદર્શનને કહ્યું કે “દેવીની પૂજા કરે.” પછી નિર્દય ચંડસેને પિતેજ
મ્યાનમાંથી ખડૂગ કાઢયું. તે વખતે પ્રિયદર્શીના દીન થઈને વિચાર કરવા લાગી કે મને ધિક્કાર છે, કેમકે મારે માટે જ આ દેવીને આ પુરુષનું બલિદાન અપાય છે, તે તેમાં મારીજ અપકીતિ છે. ત્યારે તેવી અપકીર્તિ શા માટે લેવી ? અરે હું શું નિશાચરી થઈ!” તે વખતે શુદ્ધ બુદ્ધિવાળો બંધુદત્ત મૃત્યુને નજીક આવેલું જાણી નવકારમંત્રનું પરાવર્તન કરવા લાગ્યો. નવકારમંત્રને વનિ સાંભળીને પ્રિયદર્શનાએ તત્કાળ પિતાનાં નેત્ર ઉઘાડ્યાં. ત્યાં તો પોતાના પતિને જ પોતાની આગળ . તેથી તેણે ચંડસેનને કહ્યું કે “હે ભ્રાતા ! તમે હવે સત્યપ્રતિજ્ઞ થયા છે, કેમકે આ તમારા બનેવી બંધુદત્તજ છે. પછી ચંડસેન બંધુદાના ચરણમાં પડી બોલ્યા કે “આ મારો અજ્ઞાનપણે થયેલો અપરાધ ક્ષમા કરો, અને તમે મારા સ્વામી છે, માટે હવે મને આજ્ઞા આપ.” પછી બંધુદરતે હર્ષ પામી પ્રિયદર્શનાને ઉદ્દેશીને કહ્યું કે “આ ચંડસેને તે તમારે ને મારે મેળાપ કરાવ્યું છે, માટે તેમને શે અપરાધ છે ? કાંઈપણ અપરાધ નથી, પછી બંધુદ ચંડસેનને કહીને બીજા જે પુરુષને બલિદાન માટે