________________
- પર્વ ૯ મું
૪૧૭ તેને દુઃખનું વિસ્મરણ થવા માટે કોઈ વ્યાપારમાં જોડી દઉં.” આ નિર્ણય કરીને ધનપતિ શ્રેષ્ઠીએ બંધુદત્તને બેલા અને આજ્ઞા કરી કે “હે વત્સ ! તું વ્યાપાર કરવાને માટે સિંહલદ્વીપે અથવા અન્ય દ્વીપે જા.” પિતાની આજ્ઞાથી બંધુદત્ત ઘણાં કરિયાણું લઈ વહાણ પર ચઢી સમુદ્ર ઉલંઘીને સિંહલદ્વીપે આ. કીનારે ઉતરી સિંહલપતિ પાસે જઈ ઉત્તમ ભેટ ધરીને તેને રાજી કર્યો; એટલે સિંહલરાજાએ તેનું દાણ માફ કર્યું અને પ્રસન્ન થઈને તેને વિદાય કર્યો. ત્યાં સર્વ કરિયાણાં વેચી મનને ધાર્યો લાભ મેળવી બીજા કરિયાણું ખરીદીને તે પિતાના નગર તરફ પાછો ચાલે. સમુદ્રમાર્ગે ચાલતાં અનુક્રમે તે પોતાના દેશની નજીક આવ્યો, તેવામાં પ્રતિકૂળ પવનથી ડોલતું તેનું વહાણ ભાંગી ગયું, પરંતુ કાંઈક અનુકૂળ દેવથી તેના હાથમાં એક કાષ્ઠનું પાટિયું આવ્યું, તેથી તેના વડે તરત બંધુદત્ત સમુદ્રતટના આભૂષણરૂપ રનદ્વીપે આવ્યા.
ત્યાં એક વાપિકામાં ઉતરી નાન કરીને તે પાકેલાં આમ્રફળવાળા વનમાં ગયે. ત્યાં સુધારૂપ રોગના ઔષધરૂપ સ્વાદિષ્ટ આમ્રફળોનું તેણે ભક્ષણ કર્યું.
એવી રીતે માર્ગમાં વનફળને આહાર કરતા બંધુદત્ત અનુક્રમે રત્નપર્વત પાસે આવ્યું. પછી તે પર્વત ઉપર ચઢ, ત્યાં એક રનમય રૌત્ય તેના જોવામાં આવ્યું, એટલે તેણે તે ચૈત્યમાં પ્રવેશ કર્યો, ત્યાં રહેલી અરિષ્ટનેમિની પ્રતિમાને વંદના કરી અને ત્યાં કેટલાક મહામુનિઓ હતા તેમને પણ વંદના કરી. સર્વેમાં જયેષ્ઠ મુનિએ તેને પૂછયું એટલે બંધુદરે ચીન મરણ અને વહાણનો ભંગ ઈત્યાદિ પોતાને સર્વ વૃત્તાંત મૂળથી માંડીને કહી સંભળાવ્યું. પછી મુનિએ તેને પ્રતિબોધ પમાડે, એટલે પિતાનું અહીં આવવું સફળ થયું, એમ અનુમોદન કરતા બંધુદરતે જૈનધર્મને સ્વીકાર કર્યો. તે વખતે ત્યાં રહેલા ચિત્રાંગદ વિદ્યાધરે તેને કહ્યું કે “જૈનધર્મના સ્વીકારથી હવે તમે મારા સાધર્મિક થયા તે સારું થયું, હવે કહો તો હું તમને આકાશગામિની વિદ્યા આપું, કહો તો તમને પ્રસ્થાને પહોંચાડું, અથવા કહો તો કઈ કન્યા પરણાવું.' બંધુદત્તે કહ્યું કે “જે તમારી પાસે વિદ્યા છે, તે મા જ છે અને જ્યાં આવા ગુરૂનાં દર્શન થાય છે તે સ્થાન જ મારે ઈષ્ટ છે. આ પ્રમાણે કહીને તે મૌન ધરી રહ્યો, એટલે વિદ્યારે વિચાર્યું કે ‘જરૂર આ બંધુદત્ત કન્યાને ઈચ્છે છે, કેમકે તે વાતને તેણે નિષેધ કર્યો નહિ, પરંતુ જે કન્યા આને પરણને તરતમાં મૃત્યુ પામે તેમ ન હોય તે કન્યાને આ મહાત્મા સાથે પરણાવું.” આવો નિશ્ચય કરીને તે બંધુદત્તને પિતાને સ્થાનકે લઈ ગયા અને ઉચિત સ્નાન ભેજનાદિકવડે તેની ભક્તિ કરી. પછી ચિત્રાંગદે પોતાના સર્વ ખેચને પૂછયું કે “આ ભારતવર્ષમાં તમે કઈ એવી કન્યા દીઠી છે કે જે આ પુરુષને યોગ્ય હોય ?” તે સાંભળી તેના ભાઈ અંગદ વિદ્યાધરની પુત્રીમૃગાં કલેખા બેલી કે “હે પિતાજી! શું તમે મારી સખી પ્રિયદર્શનાને નથી જાણતા ? તે મારી સખી કૌશાંબીપુરીમાં રહે છે, સ્ત્રીરત્ન જેવી રૂપવંત છે અને જિનદત્ત શેઠની પુત્રી છે, હું પૂર્વે એકવાર તેની પાસે ગઈ હતી, તે વખતે કોઈ મુનિએ તેને ઉદ્દેશીને કહ્યું હતું કે “આ પ્રિયદર્શના પુત્રને જન્મ આપીને દીક્ષા લેશે., આ વાકય મારા સાંભળવામાં આવ્યું હતું.” આ પ્રમાણે હકીકત સાંભળીને ચિત્રાંગદે બંધુદતને યેગ્ય પ્રિયદર્શને તેને અપાવવાને માટે અમિતગતિ વિગેરે બેચરને આજ્ઞા કરી, એટલે તે ખેચરે બંધુદત્તને લઈને કૌશાંબી નગરીએ ગયા. ત્યાં નગરની બહાર પાર્શ્વનાથનો ચૈત્યમાં વિભૂષિત એવા ઉદ્યાનમાં નિવાસ કર્યો, પછી બંધુદને ખેચની સાથે તે રીત્યમાં પ્રવેશ કર્યો, ત્યાં પાર્શ્વનાથ પ્રભુને અને મુનિઓને તેણે વંદના કરી. પછી તેમની પાસે ધર્મદેશના સાંભળી. એવામાં ત્યાં સાધર્મિપ્રિય એ જિનદત્ત શ્રેષ્ઠી આવ્યો. તે
૫૩.