Book Title: Trishashti Shalaka Purush Charitra Part 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 454
________________ પર્વ ૯ મું ૪૧૧ પારિતોષિક આપ્યું. અને પ્રભુનાં દર્શનની ઇચ્છાથી ત્વરવાળા થયેલા રાજાએ એ ખબર તરત વિામાદેવીને કહ્યા, પછી અશ્વસેન રાજા વામાદેવી રાણીને તથા બીજા પરિવારને લઈને સંસારસાગરથી તારનારા તે સમવસરણમાં આવ્યા. હર્ષથી પૂર્ણ મનવાળા રાજા પ્રભુને પ્રદક્ષિણા દઈ પ્રણામ કરીને શક્રઈદ્રની પછવાડે બેઠા. પછી શકઈદ્ર અને અશ્વસેન રાજા ઊભા થઈ ફરીવાર પ્રભુને નમી મસ્તક પર અંજલિ જોડીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. હે પ્રભુ! સર્વત્ર ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળના ભાવને પ્રકાશ કરનારું તમારું આ કેવળજ્ઞાન જય પામે છે. આ અપાર સંસારરૂપ સમુદ્રમાં પ્રાણીઓને વહાણરૂપ તમે છે અને નિર્ધામક પણ તમેજ છે. હે જગત્પતિ ! આજનો દિવસ અમારે સર્વ દિવસમાં રાજા જે છે, કારણ કે જેમાં અમારે તમારા ચરણદર્શનનો મહત્સવ પ્રાપ્ત થયેલ છે. આ અજ્ઞાનરૂપી અંધકાર કે જે મનુષ્યોની વિવેકદષ્ટિને લુંટનારો છે, તે તમારા દર્શનરૂપ ઔષધિના રસ વિના નિવૃત્ત થતો નથી. આ મહોત્સવ નદીના નવા આરાની જેમ પ્રાણીઓને આ સંસારમાંથી પાર ઉતરવાને એક નવા તીર્થ (આરા) રૂ૫ છે. અનંત ચતુષ્ટયને સિદ્ધ કરનારા, સર્વ અતિશયોથી શોભનારા, ઉદાસીપણામાં રહેનારા અને સદા પ્રસન્ન એવા તમને નમસ્કાર છે. પ્રત્યેક જન્મમાં અત્યંત ઉપદ્રવ કરનાર એવા દુરાતમાં મેઘમાળી ઉપર પણ કરૂણા કરી છે, માટે તમારી કરૂણ કયાં નથી ? (અર્થાત્ સર્વત્ર છે.) હે પ્રભુ! જ્યાં ત્યાં રહેતા અને ગમે ત્યાં જતા એવા અમને હમેશાં આપત્તિને નિવારનાર એવું તમારા ચરણકમળનું સ્મરણ હજો. આ પ્રમાણે સ્તુતિ કરીને શદ્ર અને અશ્વસેન રાજા વિરામ પામ્યા, પછી શ્રી પાર્શ્વનાથ ભગવંતે આ પ્રમાણે દેશના આપવા માંડી–“અહે ભવ્ય પ્રાણીઓ ! જરા, રોગ અને મૃત્યુથી ભરેલા આ સંસારરૂપ મોટા અરણ્યમાં ધર્મ વિના બીજે કઈ વાતા નથી, માટે હમેશાં તેજ સેવવા યોગ્ય છે. તે ધર્મ સર્વવિરતિ અને દેશવિરતિ એમ બે પ્રકારનો છે, તેમાં અનગારી સાધુઓનો પહેલે સર્વવિરતિ ધર્મ છે, તે સંયમાદિ દશ પ્રકારના છે, અને આગારી -ગૃહસ્થને બીજો દેશવિરતિ ધર્મ છે. તે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એમ બાર પ્રકાર છે. જે તે વ્રત અતિચારવાળાં હોય છે તે સુકૃતને આપતાં નથી, તેથી તે એક એક વ્રતના પાંચ પાંચ અતિચાર છે, તે ત્યજવા યોગ્ય છે. પહેલું વ્રત જે અહિંસા, તેમાં ક્રોધવડે બંધ, છવિચછેદ, અધિક ભારનું આપણુ, પ્રહાર અને અનાદિકનો રેધ–એ પાંચ અતિચાર છે. બીજું વ્રત સત્ય વચન-તેના મિથ્યા ઉપદેશ, સહસા અભ્યાખ્યાન, ગુહ્ય ભાષણ, વિશ્વાસીએ કહેલા રહસ્યનો ભેદ અને ફૂટ લેખ એ પાંચ અતિચાર છે. ત્રીજુ વ્રત અસ્તેય (ચોરી ન કરવી) તેના ચારને અનુજ્ઞા આપવી, ચોરેલ વસ્તુનું ગ્રહણ કરવું, શત્રુરાજ્યનું ઉલ્લંઘન કરવું, પ્રતિરૂપ વસ્તુને ભેળસંભેળ કરવા અને માન માપ તેલ ખોટાં રાખવાં-એ પાંચ અતિચાર છે. ચોથું વ્રત બ્રહ્મચર્ય—તેના અપરિગ્રહીતાગમન, ઈત્તરપરિગ્રહીતાગમન, પરવિવાહકરણ, તીવ્ર કામગાનુરાગ અને અનંગ ક્રીડા-એ પાંચ અતિચાર છે. પાંચમું વ્રત અપરિગ્રહ(પરિગ્રહનું પ્રમાણ) તેમાં ધન ધાન્યનું પ્રમાણતિક્રમ, તાંબા પીત્તળ વિગેરે ધાતુનું પ્રમાણતિક્રમ, દ્વિપદ ચતુપદનું પ્રમાણતિક્રમ, ક્ષેત્ર વસ્તુનું પ્રમાણતિક્રમ અને રૂપ્ય સુવર્ણનું પ્રમાણતિક્રમ–એ પાંચ અતિચાર છે. તે અતિચાર અનાજનાં નાનાં મોટાં માપ કરવાથી, તામ્રાદિકનાં ભાજને નાનાં મોટાં કરવાથી, દ્વિપદ ચતુષ્પદના ગર્ભધારણવડે થયેલ વૃદ્ધિથી, ઘર કે ક્ષેત્ર વચ્ચેની ભીંત કે વાડ કાઢી નાખીને એકત્ર કરી દેવાથી, અને રૂખ - ૧. વહાણને પાર ઉતારનાર.

Loading...

Page Navigation
1 ... 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472