________________
પર્વ ૯ મું
૪૯ વૃક્ષોને પણ બાળી નાખે તેવા દષ્ટિવિષ સર્પો વિષ્ફર્યા. તેઓ સર્વે ઉપદ્રવ કરવાની ઈચ્છાથી પ્રભુ પાસે આવ્યા, તથાપિ સરિતાઓથી સમુદ્રની જેમ પ્રભુ ધ્યાનથી ચલિત થયા નહીં. પછી વિદ્યત્ સહિત મેઘની જેમ હાથમાં કર્તિકા (શસ્ત્ર)ને રાખનારા, ઊંચી દાઢોવાળા અને કિલકિલ શબ્દ કરતા વૈતાળો વિક્ર્ષ્યા જેની ઉપર સર્પ લટકતા હોય તેવાં વૃક્ષોની જેમ લાંબી જિવા અને શિશ્નવાળા અને દીઘ જંઘા તથા ચરણથી તાડ વૃક્ષ પર આરૂઢ થયા હોય તેમ લાગતા તેમજ જાણે જઠરાગ્નિ જ હોય તેવી મુખમાંથી જવાળા કાઢતા તે વેતાળ હાથી ઉપર ધાન દેડે તેમ પ્રભુ ઉપર દેડી આવ્યા, પરંતુ ધ્યાનરૂપ અમૃતના દ્રહમાં લીન થયેલા પ્રભુ તેમનાથી જરા પણ ક્ષોભ પામ્યા નહીં, તેથી દિવસે ઘુવડ પક્ષીની જેમ તેઓ નાસીને ક્યાંઈ ચાલ્યા ગયા. પ્રભુની આવી દઢતા જોઈને મેઘમાળી અસુરને ઉલટે વિશેષ ક્રોધ ચડ્યો, તેથી તેણે કાળરાત્રીના સહોદર જેવા ભયંકર મેઘ આકાશમાં વિદુર્થી. તે વખતે આકાશમાં કાળજિહવા જેવી ભયંકર વિદ્યુત થવા લાગી, બ્રહ્માંડને ફડે તેવી મેઘગજના દિશાઓમાં વ્યાપી ગઈ, અને નેત્રના વ્યાપારને હરણ કરે તેવું ઘોર અંધકાર છવાઈ ગયું, તેથી અંતરિક્ષ અને પૃથવી જાણે એકત્ર પરોવાઈ ગયાં હોય તેમ થઈ ગયાં, પછી “આ મારા પૂર્વ વૈરીને હું સંહાર કરી નાખું” એવી દુબુદ્ધિથી મેઘમાળીએ કલ્પાંત કાળના મેઘની જેમ વર્ષવા માંડયું. મુશળ અથવા બાણ જેવી ધારાઓથી જાણે પૃથ્વીને કેદાળવડે ખોદત હોય તેમ તે તાડન કરવા લાગ્યું. તેના પ્રહારથી પક્ષીઓ ઉછળીને ઉછળીને પડવા લાગ્યા, તેમજ વરાહ અને મહિષવિગેરે પશુઓ આમ તેમ નાસભાગ કરવા લાગ્યા. અતિ વેગવડે ભયંકર એવા જળપ્રવાહો અનેક પ્રાણીઓને ખેંચી જવા લાગ્યા અને મોટાં મોટાં વૃક્ષોને પણ મૂળમાંથી ઉમૂલન કરવા લાગ્યા. શ્રી પાર્શ્વનાથ પ્રભુને ક્ષણવારમાં તો તે જળ ઘુટણ સુધી આવ્યું, ક્ષણવારમાં જાનુ સુધી પહોંચ્યું, ક્ષણવારે કટિ સુધી થયું અને ક્ષણમાં તે કંઠ સુધી આવી ગયું. મેઘમાળી દેવે જ્યારે તે જળ બધે પ્રસરાવ્યું ત્યારે પદ્મદ્રહમાં લક્ષ્મીના સ્થાનરૂપ મહાપદ્યની જેમ પ્રભુ તે જળમાં શોભવા લાગ્યા. રતનશિલાના સ્તંભની જેમ તે જળમાં પણ નિશ્ચળ રહેલા પ્રભ નાસિકાના અગ્રભાગ પર દષ્ટિ રાખી રહ્યા, જરા પણ ચલિત થયા નહીં. છેવટે તે જળ પાર્શ્વનાથની નાસિકાના અગ્ર ભાગ સુધી આવ્યું. તે વખતે અવધિજ્ઞાનથી ધરણંદ્રના જાણવામાં આવ્યું કે “અરે ! પેલે બાળ તાપસ કમઠ મારા પ્રભુને વરી માનીને ઉપદ્રવ કરે છે. પછી તત્કાળ પિતાની મહિષીઓ સાથે નાગરાજ ધરણંદ્ર વેગથી મનની સાથે પણ સ્પર્ધા કરતો હોય તેમ ઉતાવળે પ્રભુની પાસે આવ્યા. પ્રભુને નમીને ધરણે તેમના ચરણ નીચે કેવળીના આસન જેવું અને નીચે રહેલા લાંબા વાળવાવાળું એક સુવર્ણકમળ વિકુવ્યું. પછી તે ભગીરાજે પોતાની કાયાથી પ્રભુનાં પૃષ્ઠ અને બે પડખાંને ઢાંકી દઈને સાત ફણીવડે પ્રભુને માથે છત્ર કર્યું. જળની ઊંચાઈ જેવડા લાંબા વાળવાળા કમળની ઉપર સમાધિમાં લીન થઈને સુખે સ્થિત રહેલા પ્રભુ રાજહંસની જેવા દેખાવા લાગ્યા. ભક્તિભાવયુક્ત ચિત્તવાળી ધરણેન્દ્રની સ્ત્રીએ પ્રભુની આગળ ગીત નૃત્ય કરવા લાગી. વેણુ વીણને તાર ધ્વનિ અને મૃદંગને ઉદ્ધત નાદ વિવિધ તાળને અનુસરતે વૃદ્ધિ પામવા લાગે, અને વિચિત્ર ચાર ચારીકવાળું, હસ્તાદિકના અભિનયથી ઉજજવળ અને વિચિત્ર અંગહારથી રમણિક એવું નૃત્ય થવા લાગ્યું. એ વખતે ધ્યાનમાં લીન થયેલા પ્રભુ નાગાધિરાજ ધરણેન્દ્ર ઉપર અને અસુર મેઘમાળી ઉપર સમાન ભાવે રહેલા હતા. એમ છતાં પણ કેપથી વર્ષતા એવા મેઘમાળીને જોઈ નાગરાજ ધરણેન્દ્ર કેપ કરી આક્ષેપથી બેલ્યા કે “અરે! દુર્મતિ ! - ૨. લિંગ-પુરુષ ચિહ્ન