Book Title: Trishashti Shalaka Purush Charitra Part 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 451
________________ સર્ગ ૩ જો શ્રી પાર્શ્વનાથ પ્રભુએ પેાતાનાં ભાગફળવાળાં કર્યું ને ભાગવાઈ ગયેલ જાણીને દીક્ષા લેવામાં મન જોડયું. તે વખતે તેમના ભાવને જાણતા હે.ય તેમ લેાકાંતિક દેવતાઓએ આવીને પાર્શ્વનાથને વિજ્ઞપ્તિ કરી કે ‘હે નાથ ! તીર્થને પ્રવર્તાવે.' તે સાંભળી પ્રભુએ કુબેરની આજ્ઞાથી જા...ભક દેવતાઓએ પૂરેલા દ્રવ્યવડે વાર્ષિક દાન આપવા માંડયુ. પછી શક્રાદિક ઇંદ્રોએ અને અશ્વસેન પ્રમુખ રાજાએએ પરમપ્રભુ શ્રી પાશ્ર્વનાથને દીક્ષાભિષેક કર્યા, પછી દેવ અને માનવેાએ વહનકરવા ચેાગ્ય એવી વિશાળા નામની શિબિકામાં બેસીને આશ્રમપદ્મ નામના ઉદ્યાન સમીપે આવ્યા. મરૂષક (મરવા)નાં ઘાટાં વૃક્ષોથી જેની ભૂમિ શ્યામ થઈ ગઈ હતી, જે ડૉલરની કળીએથી જાણે કામદેવની પ્રશસ્તિ (પ્રશ ંસાપત્ર)ને ધારણ કરતું હોય તેવું દેખાતુ હતુ, જેનાં મુચકુંદ અને નિકુરબનાં વૃક્ષોને ભ્રમરાએ ચુંબન કરતા હતા, આકાશમાં ઉડતા ચારેાળી વૃક્ષના પરાગથી જે સુગંધમય થઇ રહ્યું હતું, અને જેમાં ઇક્ષુદ’ડનાં ક્ષેત્રોમાં એસી ઉદ્યાનપાલિકાએ ઊંચે સ્વરે ગાતી હતી એવા ઉદ્યાનમાં અર્ધસેનના કુમાર શ્રી પાર્શ્વનાથે પ્રવેશ કર્યા. પછી ત્રીશ વર્ષની વયવાળા પ્રભુએ શિખિકા ઉપરથી ઉતરીને આભૂ ષણાદિક સ તજી દીધુ' અને ઇન્દ્રે આપેલુ' એક દેવ વસ્ત્ર ધારણ કર્યું. પૌષ માસની કૃષ્ણ એકાદશીએ ચંદ્રે અનુરાધ: નક્ષત્રમાં આવતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુએ અષ્ટમ તપ કરીને ત્રણસે રાજાઓની સાથે દીક્ષા લીધી. તત્કાળ પ્રભુને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયુ’, ‘એ જ્ઞાન સર્વ તીર્થંકરાને દીક્ષામહાત્સવ વખતે ઉત્પન્ન થાય છે.’ ૪૦૮ બીજે દિવસે કાષ્ટક નામના ગામમાં ધન્ય નામે ગૃહસ્થને ઘેર પ્રભુએ પાયસાનથી પારણુ` કયું.... દેવતા ઓ એ ત્યાં વસુધારાદિ પ`ચ દિવ્ય પ્રગટ કર્યાં', અને ધન્ય પ્રભુનાં પગલાંની ભૂમિપર એક પાદપીઠ કરાવી, પછી વાયુની જેમ પ્રતિબંધરહિત એવા પ્રભુએ યુગમાત્ર દૃષ્ટિ કરતાં અનેક ગ્રામ, આકર અને નગર વિગેરેમાં છદ્મસ્થપણે વિહાર કરવા લાગ્યા. એક વખતે વિહાર કરતા પ્રભુ કેાઈ નગરની પાસે આવેલા તાપસના આશ્રમ સમીપે આવ્યા, ત્યાં સૂર્ય અસ્ત થઇ ગયા, એટલે રાત્રી થવાથી એક કુવાની પાસે વડવૃક્ષ નીચે જગદ્ગુરૂ તેની શાખાની જેમ નિષ્કપપણે કાયાત્સગ મુદ્રાએ સ્થિત રહ્યા. હવે પેલા મેઘમાળી નામના મેઘકુમારદેવને અવધિજ્ઞાનવડે પેાતાના પૂર્વ ભવન વ્યતિકર જાણવામાં આવ્યા, તેથી પાર્શ્વનાથના જીવ સાથે પ્રત્યેક ભવમાં પેાતાનુ વેર સભારીને વડવાનળથી સાગરની જેમ તે અંતરમાં અત્ય'ત ક્રોધવડે પ્રજ'લિત થયા. પછી પવ તને ભેદવાને હાથી આવે તેમ તે અધમ દેવ અમ ધરીને પાર્શ્વનાથને ઉપદ્રવ કરવા આવ્યા. પ્રથમ તેણે દાઢારૂપ કરવતથી ભયકર મુખવાળા, વજ્ર જેવા નખાંકુરને ધારણ કરનારા અને પિગલ નેત્રવાળા કેશરીસિંહા વિકર્યાં. તેઆ પુ’છડાવડે ભૂમિપીપર વારવાર પ્રહાર કરવા લાગ્યા, અને મૃત્યુના મ`ત્રાક્ષર જેવા ધુત્કાર શબ્દ કરવા લાગ્યા. તથાપિ ધ્યાનમાં નિશ્ચળ લેાચન કરીને રહેલા પ્રભુ તેમનાથી જરા પણ Àાભ પામ્યા નહીં, એટલે ધ્યાનાગ્નિથી ભય પામ્યા હોય તેમ તેઓ કાંઈ ચાલ્યા ગયા. પછી તેણે ગર્જના કરતા અને મદને વતા જ ગમ પત જેવા માટા હાથીએ વિધુર્યાં. ભયંકરથી પણ ભયકર એવા તે ગજેંદ્રોથી પ્રભુ જરા પણ ક્ષેાભ પામ્યા નહી, તેથી તેએ લજ્જા પામ્યા હેાય તેમ તત્કાળ નાસીને કાંઈ ચાલ્યા ગયા. પછી હિકાનાદથી દિશાઓને પૂર્ણ કરતા અને દયા વિનાનાં અનેક રીછેા, યમરાજાની સેના જેવા ક્રૂર અનેક ચિત્તાએ, કંટકના અગ્રભાગથી શિલાઓને પણ ફાડનારા વીંછીએ અને ષ્ટિથી ૧. યુગ કે ધાંસરૂ', એટલે ધેાંસરા જેટલી (યાર હાથ) પાતાની આગળની જમીન જોવાવડે ઈર્ષ્યાસમિતિ પાળીને ચાલતા.

Loading...

Page Navigation
1 ... 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472