Book Title: Trishashti Shalaka Purush Charitra Part 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 453
________________ ૪૧૦ સગ ૩ જે પિતાના અનર્થને માટે તું આ શું આરંભી બેઠે છે? હું એ મહા કૃપાળુને શિષ્ય છું, તથાપિ હવે હું સહન કરીશ નહીં. તે વખતે આ પ્રભુએ કાષ્ઠમાંથી બળતા સર્ષને બતાવીને તને ઉલટ પાપ કરતાં અટકાવ્યું હતું, તેથી તેમણે તારો શો અપરાધ કર્યો? અરે ! મૂઢ! ખારી જમીનમાં પડતું મેઘનું જળ પણ જેમ લવણને માટે થાય, તેમ પ્રભુને સદુપદેશ પણ તારા વૈરને માટે થયેલ છે. નિષ્કારણ બંધુ એવા આ પ્રભુની ઉપર નિષ્કારણ શત્રુ થઈ ને તે જે આ કાર્ય આરંભ્ય છે તે હવે દૂર કરી દે, નહીં તો હવે તું રહી શકીશ નહી.” ધરણેન્દ્રનાં આવાં વચન સાંભળી મેઘમાળીએ નીચી દષ્ટિ કરીને જોયું તે નાગે સેવિત એવા પાર્શ્વનાથ પ્રભુને દીઠા, તેથી તેણે ચિંતવ્યું કે “ચક્રવતીની ઉપર તેને ઉપદ્રવ કરનારા સ્વેછેના આરાધેલા મેઘકુમારની શક્તિ જેમ વૃથા થાય તેમ આ પાશ્વનાથની ઉપર મેં મારી જેટલી હતી તેટલી શક્તિ વાપરી તો પણ તે વૃથા થઈ છે. આ પ્રભુ એક મુષ્ટિથી પર્વતને પણ ચૂર્ણ કરવાને સમર્થ છે, તથાપિ એ કરૂણાનિધિ હોવાથી મને ભસ્મ કરતા નથી, પણ આ ધરદ્રથી મને ભય લાગે છે. આ શૈલેજ્યપતિને ઉપકાર કરીને રોલેક્યમાં પણ મારી સ્થિતિ થઈ શકશે નહીં, તે પછી હું કોને શરણે જઈશ? માટે જે આ પ્રભુનું શરણું મળે તો જ હું ઉગરી શકીશ ને મારું હિત થશે ?” આ પ્રમાણે વિચાર કરીને તત્કાળ મેઘમડળને સંહરી લઈ ભય પામતે મેઘમાળી પ્રભુની પાસે આવ્યા, અને નમસ્કાર કરીને બોલ્યો કે હે પ્રભુ! જે કે તમે તે અપકારી જન ઉપર પણ ક્રોધ કરતા નથી, તથાપિ હું મારા પિતાના દુષ્કર્મથી દુષિત થયેલ હોવાથી ભય પામું છું. આવું દુષ્કર્મ કરીને પણ હું નિર્લજજ થઈ તમારી પાસે યાચના કરવા આવ્યો છું, માટે હે જગન્નાથ! દુર્ગતિમાં પડવાથી શંકા પામેલા આ દિન જનની રક્ષાકરે, રક્ષા કરો.” આ પ્રમાણે કહી પ્રભુને ખમાવી નમસ્કાર કરીને મેઘમાળી દેવ પશ્ચાત્તાપ કરતે કરતે પિતાને સ્થાનકે ગયે. પછી પ્રભુને ઉપસર્ગ રહિત થયેલા જાણી સ્તુતિ અને પ્રણામ કરીને નાગરાજ ધરણે પણ પોતાને સ્થાનકે ગયા, એટલે રાત્રી પણ વીતી ને પ્રભાતકાળ થયો. ભગવંત ત્યાંથી વિહાર કરતા અનુક્રમે વારાણસી પુરી સમીપે આવી આશ્રમપદ નામના ઉદ્યાનમાં ઘાતકી વૃક્ષની નીચે કાસગે રહ્યા. ત્યાં દીક્ષાના દિવસથી ચોરાસી વ્યતિત થયે શુભ ધ્યાનથી પ્રભુનાં ઘાતકર્મો તુટી ગયાં, અને રૌત્રમાસની કૃષ્ણ ચતુથી એ ચંદ્ર વિશાખા નક્ષત્રમાં આવતાં પૂર્વાહૂનકાળે શ્રી પાર્શ્વપ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે શક્ર પ્રમુખ દેવતાઓએ આસનકંપથી તે હકીકત જાણી ત્યાં આવી સમવસરણની રચના કરી. પ્રભુએ પૂર્વ દ્વારથી તે સમવસરણમાં પ્રવેશ કર્યો. સમવસરણની મધ્યમાં આવેલા સત્તાવીશ ધનુષ્ય ઊંચા રૌત્મવૃક્ષને મેરૂને સૂર્યની જેમ પ્રભુએ પ્રદક્ષિણા કરી, પછી તીય નમ:' એમ કહીને શ્રી પાર્શ્વ પ્રભુ પૂર્વાભિમુખે ઉત્તમ એવા રત્નસિંહાસન ઉપર બિરાજમાન થયા. વ્યંતરે એ બીજી ત્રણ દિશાઓમાં પ્રભુના જ પ્રભાવથી પ્રભુની જેવાં બીજાં ત્રણ પ્રતિબિંબ વિકુવ્ય. ચારે નિકાયના દેવ, દેવીઓ, નરે, નારીઓ, સાધુ અને સાધ્વીઓ એમ બારે ૫ર્ષદા પ્રભુને નમસ્કાર કરીને પિત પિતાને સ્થાનકે બેઠી. તે વખતે પ્રભુનો આવો અપૂર્વ વૈભવ જોઈ વનપાળે આવી અસેન રાજાને આ પ્રમાણે કહ્યું કે- “હે સ્વામિન ! એક વધામણી છે, શ્રી પાર્શ્વનાથ પ્રભુને હમણું જગતના અજ્ઞાનને નાશ કરનારૂં કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલ છે, અને મહાઅતિશયયસંપન્ન એવાતે જગત્પતિ શક્રાદિક ઈકાના પરિવારથી પરવર્યા સતા દિવ્ય સમવસરણમાં બેઠા છે. તે સાંભળી રાજાએ તેને યોગ્ય

Loading...

Page Navigation
1 ... 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472