________________
૩૫૨
સર્ગ ૧૧ મો
દરવાજા બંધ કરાવી દીધા. તત્કાળ બળદેવ ભક્તપાન બાજુપર તજી દઈ હાથીનો આલાનસ્તંભ ઉમેલી, સિંહનાદ કરીને શત્રુના સૈન્યને મારવા લાગ્યા. સિંહનાદ સાંભળીને કૃષ્ણ ત્યાં આવવા દેડયાં. દરવાજા બંધ જોઈને પગની પાનીના પ્રહારથી તેનાં કમાડને ભાંગી નાખીને સમુદ્રમાં વડવાનળ પેસે તેમ તે નગરમાં પેઠા. કૃષ્ણ તે દરવાજાની જ ભૂગળ લઈ શત્રુના તમામ સૈનિકોને મારી નાખ્યા. પછી વશ થઈ ગયેલા રાજા અચ્છદંતને તેણે કહ્યું કે “અરે મૂર્ખ ! અમારી ભુજાનું બળ ક્યાંઈ ગયું નથી. તે જાણતાં છતાં પણ આ શું કર્યું? માટે જા, હવે નિશ્ચળ થઈને તારા રાજ્યને ભોગવ. તારા આ અપરાધથી અમે તને છોડી મૂકીએ છીએ. આ પ્રમાણે કહી નગરની બહાર આવીને તેઓએ ઉદ્યાનમાં બેસી ભોજન કર્યું, પછી ત્યાંથી દક્ષિણ દિશા તરફ ચાલીને કૌશાંબી નગરીના વનમાં આવ્યા.
તે વખતે મદ્યપાનથી, લવણ સહિત ભજન કરવાથી, ગ્રીષ્મઋતુના યોગથી, શ્રમથી, શેકથી અને પુણ્યના ક્ષયથી કૃષ્ણને ઘણું તૃષા લાગી; તેથી તેમણે બળરામને કહ્યું કે ભાઈ ! અતિ તૃષાથી મારું તાળવું સુકાય છે, જેથી આ વૃક્ષની છાયાવાળા વનમાં પણ હું ચાલવાને શક્તિવાનું નથી.” બળભદ્રે કહ્યું, “ભ્રાતા ! હું ઉતાવળે જળને માટે જાઉં છું, માટે તમે અહીં આ વૃક્ષની નીચે વિશ્રાંત અને પ્રમાદરહિત થઈ ક્ષણવાર બેસે.’ આ પ્રમાણે કહી બળભદ્ર ગયા એટલે કૃષ્ણ એક પગ બીજા જાનું ઉપર ચઢાવી પીળું વસ્ત્ર ઓઢીને કેઈ માર્ગના વૃક્ષની નીચે સુતા અને ક્ષણમાં નિદ્રાવશ પણ થઈ ગયા. રામે જતાં જતાં પણ કહ્યું હતું કે “પ્રાણવલલભ બંધુ! સુંધીમાં હું પાછો અવુિં, ત્યાં સુધીમાં ક્ષણવાર પણ તમે પ્રમાદી થશે નીં? પછી ઊંચું મુખ કરીને બળદેવ બોલ્યા કે-“હે વન દેવીએ ! આ મારા અનુજ બંધુ તમારે શરણે છે, માટે એ વિધવત્સલ પુરુષની રક્ષા કરજે.” આ પ્રમાણે કહીને રામ જળ લેવા ગયા, એટલામાં હાથમાં ધનુષ્યને રાખતે, વ્યાઘચર્મના વસ્ત્રને ધારણ કરતા અને લાંબી દાઢીવાળો શીકારી થયેલો જરાકુમાર ત્યાં આવ્યો. શીકારને માટે ભમતાં ભમતાં જરાકુમારે કૃષ્ણને એ પ્રમાણે સુતેલા જોયા કે જેથી તેણે મૃગની બુદ્ધિથી તેના ચરણતળમાં તીક્ષણ બાણ માર્યું. બાણ વાગતાંજ કૃષ્ણ વેગથી બેઠા થઈ બોલ્યા કે “અરે ! મને નિરપરાધીને છળ કરીને કહ્યા વિના ચરણતળમાં કેણે બાણ માર્યું ? પૂર્વે ક્યારે પણ જ્ઞાતિ અને નામ કહ્યા વગર કેઈએ મને પ્રહાર કર્યો નથી, માટે જે હોય તે પિતાનું ગોત્ર અને નામ કહો.” આ પ્રમાણેને પ્રશ્ન સાંભળીને જરાકુમારે વૃક્ષની ઘટામાં રહીને કહ્યું કે “હરિવંશરૂપી સાગરમાં ચંદ્ર જેવા દેશમાં દશાઈ વસુદેવની સ્ત્રી જાદેવીના ઉદરથી જન્મેલે જરાકુમા૨ નામે હું પુત્ર છું. રામ કૃષ્ણને અગ્રજ બંધુ છું, અને શ્રી નેમિનાથનાં વચન સાંભળીને કૃષ્ણની રક્ષા કરવાને (મારાથી તેનો વધ ન થાય તે માટે) હું અહીં આ વનમાં આવ્યું છું. અહીં રહેતાં મને બાર વર્ષ થઈ ગયાં છે, પણ આજ સુધી મેં અહીં કોઈ મનુષ્યને જોયો નથી, માટે આમ બોલનારા તમે કોણ છો તે કહો.” કૃણ બોલ્યા- અરે પુરુષવ્યાધ્ર બંધુ ! અહી આવ, હું તારે અનુજ બંધુ કૃષ્ણ જ છું કે જેને માટે તું વનવાસી થયો છે. તે બાંધવ ! દિમોહથી ઘણા દર માગને ઉલંઘન કરનાર પાંથની જેમ તારો બાર વર્ષનો પ્રયાસ વૃથા થયું છે. તે સાંભળી “શું આ કૃષ્ણ છે ?' એમ બોલતો જરાકુમાર તેમની નજીક આવ્યો અને કૃષ્ણને જોઈને તત્કાળ મૂછ પામ્યા. પછી માંડમાંડ સંજ્ઞા પામીને જરાકુમારે કરૂણ સ્વરે રૂદન કરતાં પૂછયું, “અરે બ્રાત ! આ શું થયું ! તમે અહીં ક્યાંથી ? શું દ્વારિકા દહન થઈ? શું યાદવોને ક્ષય થયો ? અરે ! આ તમારી અવસ્થા જોતાં નેમિ