Book Title: Trishashti Shalaka Purush Charitra Part 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 437
________________ તેમાં એક ૩૯૪ સર્ગ ૨ જે આધ્યાન રહિત એવા તે મુનિ “નમોઝભ્ય:' એમ બોલતા પ્રતિલેખના કરીને પૃથ્વીપર બેસી ગયા. પછી સિદ્ધને નમસ્કાર કરવાપૂર્વક સમ્યગું આલોચના કરીને તે મુનિએ અનશન વ્રત ગ્રહણ કર્યું. પછી વિશેષ પ્રકારે મમતા રહિત થઈને સર્વ જીવોને ખમાવ્યા. એ પ્રમાણે ધર્મધ્યાનમાં પરાયણપણે મૃત્યુ પામીને તે મુનિ મધ્ય ગ્રેવેયકમાં લલિતાંગ નામે પરમદ્ધિક દેવતા થયા. કુરંગાક ભિલ તેને એક પ્રહારથી મૃત્યુ પામેલા જોઈ પૂર્વ વરને લીધે પિતાના બળ સંબંધી મદને વહન કરતો અતિ હર્ષ પામ્યા. જન્મથી મૃત્યુ પર્યત મૃગયા વડે આજીવિકા કરનાર તે કુરંગ, ભિલ્લ અનુક્રમે મૃત્યુ પામીને સાતમી નરકમાં રૌરવ નામના નરકાવાસમાં ઉત્પન્ન થયે. આ જંબુદ્વીપમાં પૂર્વ વિદેહને વિષે સુરનગર જેવું પુરાણપુર નામે એક વિશાળ નગર છે. માં સેંકડો રાજાઓએ પુષ્પમાળાની જેમ જેના શાસનને અંગીકાર કરેલ છે એ કલિશબાહુ નામે ઇંદ્ર સમાન રાજા હતો. તેને રૂપથી સુદર્શન (સારા દર્શનવાળી) અને પરમ પ્રેમનું પાત્ર સુદર્શના નામે મુખ્ય પટ્ટરાણી હતી. શરીરધારી પૃથ્વીની જેમ તે રાણીની સાથે ક્રિીડા કરતો તે રાજા બીજા પુરૂષાર્થને બંધ કર્યા વગર વિષયસુખ ભેગવતો હતો. એ પ્રમાણે કેટલેક કાળ વ્યતીત થતાં વજનાભનો જીવ દેવ સંબંધી આયુષ્યને પૂર્ણ કરી રૈવેયકથી ચવીને તે મુદશના દેવીના ઉદરમાં ઉતપન્ન થયો. તે વખતે રાત્રીના પ્રાંત ભાગમાં સુખે સુતેલ દેવીએ ચક્રવતીના જન્મને સૂચવનારાં ચૌદ સ્વપ્ન જોયાં. પ્રાતઃકાળે રાજાને તે વાત કહેતાં તેમણે તે સ્વપ્નનાં ફળની વ્યાખ્યા કહી બતાવી, તે સાંભળી દેવી અત્યંત હર્ષ પામ્યાં. સમય આવતાં સૂર્યને પૂર્વ દિશા પ્રસેવે તેમ તેણીએ એક પુત્રને જન્મ આપ્યો. રાજાએ તેને જન્મોત્સવ કરીને મોટા ઉત્સવથી તેનું સુવર્ણબાહુ એવું નામ પાડયું. ધાત્રીઓએ અને રાજઓએ એક ઉત્સગથી બીજા ઉસંગમાં લીધેલ તે કુંવ૨ વટેમાર્ગ નદીનું ઉલ્લંઘન કરે તેમ હળવે હળવે બાલ્યવયને ઉલંઘન કરી ગયે. પૂર્વ જન્મના સંસ્કારથી તેણે સર્વ કળાએ સુખે સંપાદન કરી અને કામદેવના સનરૂપ યૌવનવયને પ્રાપ્ત થયે. તે સુવર્ણ બાહુ કુમાર રૂપથી અને પરાક્રમથી જગતમાં અસામાન્ય છે. તેમજ વિનયલક્ષ્મીથી સૌમ્ય અને પરાક્રમથી અધષ્ય ૧ થયો. કુલિશબાહ રાજાએ પુત્રને યુગ્ય થયેલે જાણી આગ્રહથી રાજ્ય ઉપર બેસાડયો અને પિતે ભવવરાગ્યવડે દીક્ષા લીધી. સૌધર્મ દેવલોકમાં ઈદ્રની જેમ પૃથ્વીમાં અખંડ આજ્ઞા પ્રવર્તાવીને અનેક પ્રકારના ભેગને ભગવતે તે કુમાર સુખરૂપ અમૃતરસમાં મગ્ન રહેવા લાગ્યા. એક વખતે હજારે હાથીઓથી વીટાયેલ કુમાર સૂર્યના અશ્વોમાં આઠમોર હોય તેવા અપૂર્વ અધ ઉપર આરૂઢ થઈ ને કીડા કરવાને નીકળી પડ્યો. અને વેગ જેવાને માટે રાજાએ તેને ચાબુક મારી; એટલે તત્કાળ પવનવેગી મૃગની જેમ તે સત્વર દે. તેને ઊભે રાખવા માટે જેમ જેમ રાજા તેની લગામ ખેંચે તેમ તેમ તે વિપરીત શિક્ષિત અધ અધિક અધિક દેડવા લાગ્યા. માનનીય ગુરૂજનને દુર્જન ત્યજી દે તેમ મૂર્તિમાનું પવન જેવા અ ક્ષણવારમાં સર્વ સૈનિકોને દૂર છોડી દીધા. અતિ વેગને લીધે તે અશ્વ “ભૂમિ પર ચાલે છે કે આકાશમાં ચાલે છે તે પણ કોઈ જાણી શકયું નહીં, એને રાજા પણ જાણે તેની ઉપરજ ઉદ્દગત થયેલા હોય તેમ લો કે તર્ક કરવા લાગ્યા. ક્ષણવારમાં તે તે ૧. કોઈ ધારણ ન કરી શ ૨. સૂર્યના રથને સાત અશ્વો જોડેલા છે એવી લોક્તિ છે, તેનો સમાન આ અશ્વ હોવાથી આઠમો કહ્યો છે.

Loading...

Page Navigation
1 ... 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472