________________
૩૯૮
સગ ૨ જો તેમને વાંદવા ગયા. ત્યાં જઈ, પ્રભુને વાંકી, યે ગ્ય સ્થાને બેસી તેમની પાસેથી અકસ્માત અમૃતના લાભ જેવી દેશના સાંભળી. પછી ઘણું ભવ્ય પ્રાણીઓને પ્રતિબંધ આપી પ્રભુએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો, અને સુવર્ણબાહુ ચક્રવતી પિતાના સ્થાનમાં આવ્યા. પછી તીર્થકરની દેશના સાંભળવાને આવેલા દેવતાઓને વારંવાર સંભારીને ‘મેં કઈવાર આવી દેવતા જોયા છે” એ ઉહાપોહ કરતાં તેમને જાતિસમરણ ઉત્પન્ન થયું. એટલે તે ચિંતવવા લાગ્યા કે “જયારે હું મારા પૂર્વ ભવે જોઉં છું , ત્યારે પ્રત્યેક મનુષ્યભવમાં પ્રયત્ન કર્યા છતાં પણ હજુ સુધી મારા ભવનો અંત આવ્યો નથી. જે દેવેંદ્રપણાને પ્રાપ્ત થયે હોય, તે પ્રાણી મનુષ્યપણુમાં પણ પાછે તૃપ્તિ પામે છે. અહા ! કર્મથી જેનો સ્વભાવ ઢંકાઈ ગયે છે એવા આત્માને આ શે મોહ થયો છે? જેમ માર્ગ ભૂલેલે મુસાફર બ્રાંત થઈને બીજે માર્ગે જાય છે, તેમ મોક્ષમાર્ગને ભૂલી ગયેલ પ્રાણી પણ સ્વર્ગ, મર્ય, તિર્યંચ અને નરકગતિમાં ગમનાગમન કર્યા કરે છે, માટે હવે હું માત્ર મેક્ષમાગ જ વિશેષ પ્રયત્ન કરીશ, કેમકે સામાન્ય પ્રજનમાં પણ કંટાળો પામ નહીં, તેજ કલ્યાણનું મૂળ છે.” આ પ્રમાણે નિશ્ચય કરીને સુવર્ણ બહુ ચક્રવતીએ પોતાના પુત્રને રાજ્યપર બેસાડયા. તે સમયે શ્રી જગન્નાથ જિનેશ્વર પણ વિહાર કરતા ત્યાં પધાર્યા. સુવર્ણ બાહુએ તત્કાળ પ્રભુ પાસે જઈને દીક્ષા લીધી, અને ઉગ્ર તપસ્યા કરીને અનુક્રમે ગીતાર્થ થયા. પછી અહંત ભક્તિ વિગેરે કેટલાંક સ્થાનકોને સેવીને તે સદ્દબુદ્ધિ સુવર્ણ બાહુ મુનિએ તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું.
એક વખતે વિહાર કરતા તે મુનિ ક્ષીરગિરિની પાસે આવેલી વિવિધ પ્રકારનાં હિંસક પ્રાણુઓથી ભયંકર એવી ક્ષીરવણ નામની અટવામાં આવ્યા. ત્યાં તેજથી સૂર્ય જેવા સુવર્ણબાહુ મુનિ સૂર્યની સન્મુખ દષ્ટિ સ્થિર રાખી કાર્યોત્સર્ગ કરીને આ તાપના લેવા લાગ્યા. તે વખતે પેલે કુરંગક ભિલું નરકમાંથી નીકળી તેજ પતમાં સિંહ થયો હતો, તે ભમતો ભમતો દેવગે ત્યાં આવી ચઢયો. આગલે દિવસે પણ ભક્ષ્ય મળેલું નહીં હોવાથી તે ક્ષુધાતુર હતો. તેવામાં યમરાજના જેવા તે સિંહે આ મહર્ષિને દ્વરથી જોયા. પૂર્વ જન્મના વૈરથી મુખને ફાડતો અને પુંછના પછાડવાથી પૃથ્વીને ફડતો હોય તે તે ક્ષુદ્ર પંચાનન મુનિ ઉપર ધસી આવ્યું. કાન અને કેશવાળી ઊંચી કરી, ગર્જનાથી ગિરિગુહાને પૂરતા તેણે મેટી ફાળ ભરીને મુનિ ઉપર થાપ માર્યો. સિંહના ઉછળીને આવ્યા અગાઉ દેહ ઉપર પણ આકાંક્ષા રહિત એવા તે મુનિએ તત્કાળ ચતુર્વિધ આહારનાં પચ્ચખાણ કરી લીધાં. આલેચના કરી, સર્વ પ્રાણીને ખમવ્યો, અને સિંહના ઉપર હૅદય માં કિચિત્ પણ વિક લાવ્યા વગર ધર્મધ્યાનમાં સ્થિત રહ્યા. પછી કેશરીસિંહે વિદીર્ણ કરેલા તે મુનિ મૃત્યુ પા સીને દશમા દેવલેકમાં મહુપ્રભ નામને વિમ:નને વિષે વીશ સાગરોપમની સ્થિતિવાળા દેવતા થયા. પેલે સિંહ મૃત્યુ પામીને દશ સાગરોપમની સ્થિતિ એ થી નરકમાં ગયે, અને પાછા તિયચ થયો. બહુ પ્રકારની યોનિમાં વેદનાને ભેગવવા લાગ્યો. 图为弘忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍
॥ इत्याचार्यश्रीहेमचंद्रसरिविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते । महाकाव्ये नवमे पर्वणि श्रीपार्श्वनाथपूर्वभवनवकवर्गनो।
નામ રિતિયઃ સ. 察绍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍g慕
॥ इति श्रीपार्श्वनाथपूर्वभवनवक समाप्तम् ॥