Book Title: Trishashti Shalaka Purush Charitra Part 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 448
________________ ૫૯ મુ ૪૫ પાર્શ્વનાથને શરણે જાએ, અને વિશ્વને શાસન કરનાર તે પાર્શ્વનાથ સ્વામીના શાસનને ગ્રહણ કરા. જેઓ તેમના શાસનમાં વર્તે છે તેએ આ લેાકમાં અને પરલોકમાં નિચ થાય છે.” આ પ્રમાણે પાતાનાં મંત્રીનાં વચને સાંભળીને યવનરાજ ક્ષણવાર વિચારીને ઓલ્યા કે–‘હે મંત્રી! તમે મને બહુ સારો બધ આપ્યા, જેમ કોઇ અંધને કુવામાં પડતાં ખચાવી લે તેમ જડ બુદ્ધિવાળા મને તમે અનમાંથી બચાવી લીધા છે.' આ પ્રમાણે કહી ચવનરાજ કડમાં કુહાડા બાંધી પાર્શ્વનાથે અલકૃત કરેલા ઉદ્યાનમાં પરિવાર સહિત આબ્યા. ત્યાં સૂયૅના અા જેવા લાખા ઘેાડાઓથી ઐરાવત હસ્તી જેવા હજારો ભદ્ર ગજેંદ્રોથી, દેવવિમાન જેવા અનેક રથાથી અને ખેચર જેવા સંખ્યાબંધ પાયદળથી સુશોભિત એવું પાર્શ્વનાથનુ સૌન્ય જોઈ ચવનરાજ અતિ વિસ્મય પામી ગયા. સ્થાને સ્થાને પાશ્વ કુમારના સુભટોએ વિસ્મય અને અવજ્ઞાથી જોયેલા તે યવનરાજ અનુક્રમે પ્રભુના પ્રાસાદના દ્વાર પાસે આવ્યેા. પછી છડીદારે રજા મેળવીને તેને સભાસ્થાનમાં પ્રવેશ કરાબ્યા, એટલે તેણે દૂરથી સૂની જેમ પ્રભુને નમસ્કાર કર્યા. પ્રભુએ તેના કર્ડ ઉપરથી કુહાડા મૂકાવી દીધા. પછી તે યવન પ્રભુ આગળ બેસી અજલિ જોડીને આ પ્રમાણે ઓલ્યા કે—“હે સ્વામિન્ ! તમારી આગળ સર્વે ઇંદ્રો પણ આજ્ઞાકારી થઈને રહે છે, તા અગ્નિ આગળ તૃણુસમૂહની જેમ હું મનુષ્યકીટ તો કાણુ માત્ર છું ? તમે શિક્ષા આપવાને માટે મારી પાસે દૂતને માકલ્યા, તે માટી કૃપા કરી છે; નહીં તા તમારા ભ્રકુટીના ભંગ માત્રથી હું ભસ્મીભૂત કેમ ન થઈ જાઉ... ? હે સ્વામિન્ ! મેં તમારા અવિનય કર્યા તે પણ મારે તે ગુણુકારી થયા, જેથી ત્રણ જગતને પવિત્રકારી એવાં તમારાં દર્શન મને થયાં, તમે ક્ષમા કરો' એમ તમારા પ્રત્યે કહેવુ તે પણ ઉચિત નથી, કારણ કે તમારા હૃદયમાં કાપજ નથી, ‘હું તમને દંડ આપુ'' એમ કહેવું પણ ઉચિત નથી, કારણ કે તમેજ સ્વામી છે. ઇન્દ્રોએ સેવેલા એવા તમને ‘હું તમારા સેવક છું' એમ કહેવુ' તે પણ અઘટિત છે, અને મને અભય આપા' એમ કહેવુ પણ ચેાગ્ય નથી, કારણ કે તમે સ્વમેવ અભયદાતા છે. તથાપિ અજ્ઞાનને લીધે હું કહું છું કે મારાપર પ્રસન્ન થાઓ, મારી રાજ્યલક્ષ્મીને ગ્રહણ કરી, અને હું તમારા સેવક છું, માટે ભય પામેલા એવા મને અભય આપે.” યવનનાં આવાં વચન સાંભળી પાર્શ્વનાથ ખેલ્યા કે–“હે ભદ્ર ! તમારું કલ્યાણ થાઓ, ભય પામેા નહીં, પેાતાનું રાજ્ય સુખે પાળા, પણ ફરીવાર હવે આવુ' કરશેા નહીં.'' પ્રભુનાં આવાં વચન સાંભળીને તથાઽસ્તુ એમ કહેતા યવનરાજના પ્રભુએ સત્કાર કર્યા, “મહુજ્જનાના પ્રસાદદાનથી સની સ્થિતિ ઉત્તમ થાય છે.” પછી પ્રસેનજિત્ રાજાનું રાજ્ય અને કુશસ્થળ નગર શત્રુના વેઇન રહિત થયુ”, એટલે પુરૂષોત્તમ પાર્શ્વનાથની આજ્ઞા લઇને નગરમાં ગયા. તેણે પ્રસેનજિત્ રાજા પાસે જઈને બધા વૃત્તાંત સંભળાવ્યા. પછી બધા નગરમાં હર્ષના છત્રરૂપ મહાત્સવ પ્રવત્યે. પ્રસેનજિત્ રાજા પ્રસન્ન થઈને વિચારવા લાગ્યા કે “ સર્વથા ભાગ્યવાન છું, અને મારી પુત્રી પ્રભાવતી પશુ સર્વથા ભાગ્યવતી છે. મારા મનમાં આવે મનેારથ પણ ન હતા કે જે સુરાસુરપૂજિત પાર્શ્વનાથ કુમાર મારા નગરને પવિત્ર કરશે. હવે ભેટની જેમ પ્રભાવતીને લઇને હું ઉપકારી એવા પાર્શ્વનાથ કુમારની પાસે જાઉં.” આ પ્રમાણે વિચાર કરી પ્રસેનજિત્ રાજા પ્રભાવતીને લઈને હર્ષિત પરિવાર સહિત પાર્શ્વનાથની પાસે આવ્યા, અને પ્રભુને નમસ્કાર કરી અ ંજલિ જોડીને ખેલ્યા-હે સ્વામિન્ ! તમારું આગમન વાદળાં વગરની વૃષ્ટિને જેમ ભાગ્યચાગે અચાનક થયુ છે. તે ચવનરાજ મારા શત્રુ છતાં ઉપકારી થયા કે જેના વિગ્રહમાં ત્રણ જગતના પતિ એવા તમાએ આવીને મારો અનુગ્રહ કર્યો. હે નાથ! જેમ ચા લાવી અહીં આવીને

Loading...

Page Navigation
1 ... 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472