Book Title: Trishashti Shalaka Purush Charitra Part 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 442
________________ સર્ગ ૩ જે શ્રી પાશ્વનાથ પ્રભુનો જન્મ, કૌમારવય, દીક્ષા ગ્રહણ અને કેવળજ્ઞાનની ઉત્પત્તિ પૂર્વોક્ત સિંહનો જીવ અસંખ્ય ભવોમાં દુઃખનો અનુભવ કરતો અન્યદા કોઈ ગામડામાં એક ગરીબ બ્રાહ્મણને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયે, તેનો જન્મ થતાંજ તેનાં માતાપિતા અને બ્રાતા વિગેરે સર્વ મૃત્યુ પામી ગયાં. લોકોએ કૃપાથી તેને જીવાડવો અને તેનું કમઠ એવું નામ પાડયું. બાલ્યવયને ઉલ્લંઘન કરીને તે યૌવનવયને પ્રાપ્ત થયે, પરંતુ નિરંતર દુઃખી સ્થિતિને ભગવતો અને લોકોથી હેરાન થતાં તે માંડમાંડ ભજન પામતો હતો. એક વખતે ગામના ધનાઢયોને રત્નાલંકારને ધારણ કરતા જોઈ તેને તત્કાળ વરાગ્ય આવ્યો. તેણે ચિંતવ્યું કે “હજારેના પેટને ભરનારા અને વિવિધ આભૂષણને ધારણ કરનારા આ ગૃહસ્થ દેવતા જેવા લાગે છે, તેથી હું ધારું છું કે તે પૂર્વ જન્મના તપનું જ ફળ છે. હું માત્ર ભેજનની અભિલાષા કરતો આટલે દુઃખી થાઉં છું, માટે મેં પૂર્વે કાંઈ તપ કરેલું જણાતું નથી, તેથી જરૂર આ ભવમાં તપ આચરું.’ આ વિચાર કરીને તે કમઠે તાપસવ્રત ગ્રહણ કર્યું અને કંદમૂળાદિકનું ભજન કરતે પંચાગ્નિ તપ કરવા લાગ્યા. આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રના આભૂષણ જેવી ગંગાનદી પાસે વારાણસી નામે નગરી છે. તે નગરમાં ચૈત્યેની ઉપર ગંગાના કલ્લોલ જેવી દવાઓ અને પદ્યકેશ જેવા સુવર્ણના કુંભે શોભે છે. તે નગરીના કીલા ઉપર અર્ધ રાત્રે જ્યારે પૂર્ણિમાને ચંદ્ર આવે છે, ત્યારે તે જેનારને રૂપાના કાંગરાને ભ્રમ કરાવે છે. ઇદ્રનીલ મણિથી બાંધેલી ત્યાંના વાસગૃહોની ભૂમિમાં અતિથિઓની સ્ત્રીઓ જળની બુદ્ધિથી હાથ નાખે છે, એટલે તેમનું ઉપહાસ્ય થાય છે. તે નગરનાં ચેત્યોમાં સુગંધી ધુપને ધુમ્ર એટલે બધે પસર્યા કરે છે કે જાણે દષ્ટિદોષ ન લાગવા માટે નીલ વસ્ત્ર બાંધ્યું હોય તેમ જણાય છે. સંગીતમાં થતા મુરજ શબ્દથી તે નગરમાં મેઘના વનિની શંકા કરતા મયૂર હમેશાં વર્ષાઋતુની જેમ કેકાવાણી બોલ્યા કરે છે. એવી સુશોભિત વારાણસી નગરીમાં ઈફવાકુ વંશને વિષે અશ્વસેન નામે રાજા થયા. તેમણે અશ્વસેનાથી દિશાઓના ભાગને રણાંગણ જેવા કર્યા હતા. તે રાજા સદાચારરૂપ નદીને ઉત્પન્ન થવાના ગિરિ હતા, ગુણરૂપ પક્ષીઓને આશ્રયવૃક્ષ હતા અને પૃથ્વીમાં લક્ષ્મીરૂપી હાથિણના બંધનતંભ તુલ્ય હતા. રાજાઓમાં પુંડરીક જેવા તે રાજાની આજ્ઞાને સર્પ જેવા દુરાચારી રાજાઓ પણ ઉલ્લંઘન કરી શકતા નહીં. તે રાજાને સર્વ સ્ત્રીઓમાં શિરોમણ અને સપત્નીઓમાં અવામાં વામાદેવી નામે પટ્ટરાણી હતી. તે પોતાના પતિના યશ જેવું નિર્મળ શીળ ધારણ કરતી હતી અને સ્વાભાવિક પવિત્રતાથી જાણે બીજી ગંગા હોય તેવી જણાતી હતી. આવા ગુણે થી વામાદેવી રાણી પતિને અતિ વલભ હતી, તથાપિ એ વલ્લભપણું જરા પણ બતાવતી નહિ, એટલે તે સંબંધી અભિમાન ધરાવતી નહીં. અહીં પ્રાણુત ક૫માં ઉત્તમ દેવસમૃદ્ધિ ભગવી સુવર્ણબાહુ રાજાના જ પિતાનું દેવ સંબંધી આયુષ્ય પૂર્ણ કર્યું. પછી ચિત્રમાસની કૃષ્ણ ચતુર્થીએ વિશાખા નક્ષત્રમાં ત્યાંથી

Loading...

Page Navigation
1 ... 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472