________________
૩૯૬
સગ ૨
કાર્યમાં તે રાજાને મહાન પ્રયત્ન છે.” રાજાના આવા ઉત્તરથી આ પિોતે જ તે રાજા છે એમ ચિંતવતી સખીને રાજાએ કહ્યું કે આ બાળા આવું અશક્ય કામ કરીને પોતાના દેહને શા માટે કષ્ટ આપે છે ? સખીએ નિશ્વાસ મૂકીને કહ્યું કે “રત્નપુરના રાજા ખેચરેંદ્રની આ પદ્મા નામે કુમારી છે, તેની માતાનું નામ ઉનાવાળી છે. આ બાળાનો જન્મ થતાંજ તેના પિતા મૃત્યુ પામ્યા. પછી રાજ્યપદને અર્થે તે રાજાના પુત્રે પરસ્પર લડવા લાગ્યા, તેથી તેના રાજ્યમાં મોટો બળવો થયે. તે વખતે રત્ના વળી રાણી આ બાળાને લઈને પોતાના ભાઈ અને તાપસેનાં કુળપતિ ગાલવ મુનિના આશ્રમમાં નાસી આવી. એક સમયે કઈ દિવ્ય જ્ઞાની મુનિ અહીં આવી ચઢળ્યા. તેને ગાલવ તાપસે પૂછયું કે “આ પદ્માકુમારીને પતિ કે શું થશે?” એટલે તે મહામુનિએ કહ્યું કે –“વાબા હુ રાજાનો ચકવતી પુત્ર અશ્વથી હરાઈને અહીં આવશે, તે આ બાળાને પરણશે.” તે સાંભળી રાજાએ મનમાં વિચાર્યું કે “વક્રાવ જે મને અહીં અકસ્માત્ હરી લાવ્યા, તે વિધિએ આ રમણીની સાથે મેળવવાને ઉપાયજ રચેલ હશે.” આ પ્રમાણે વિચારીને રાજાએ કહ્યું કે “હે ભદ્રે ! તે કુળપતિ ગાલવ મુનિ હાલ ક્યાં છે ? તેમનાં દર્શનથી મને વિશેષ આનંદ ઉત્પન્ન થશે.” તે બેલી-પૂર્વોક્ત મહામુનિએ આજે અહીંથી વિહાર કર્યો છે, તેથી તે મુનિને વળાવવા માટે ગાલવ મુનિ ગયેલા છે. તે હમણાં તેમને નમીને અહીં આવશે. તેવામાં હે નંદા ! પદ્માને અહી લાવ, કુળપતિને આવવાનો સમય થયેલ છે. આ પ્રમાણે એક વૃદ્ધ તાપસીએ કહ્યું. તે વખતે ઘોડાની ખરીઓના અવાજથી પિતાના સૈન્યને આવેલું જાણીને રાજાએ કહ્યું કે તમે જાઓ, હું પણ આ સૈન્યના ક્ષોભથી આશ્રમની રક્ષા કરું.” પછી નંદા સખી સુવર્ણ બાહુ રાજાને વાંકી ગીવાથી અવલેકતી પદ્માને ત્યાંથી માંડમાંડ લઈ ગઈ.
કુળપતિ આવ્યા એટલે નંદાએ તેમને અને રત્ના વળીને હર્ષથી સુવર્ણ બહુ રાજાને વૃત્તાંત કહી જણાવ્યું. તે સાંભળી ગાલવઋષિ બોલ્યા કે તે મુનિનું જ્ઞાન ખરેખરૂ પ્રતીતિવાળું સિદ્ધ થયું. મહાત્મા જૈનમુનિઓ કદિ પણ મૃષા ભાષણ કરતા નથી. હે બાળાઓ ! એ રાજા અતિથિ હોવાથી પૂજ્ય છે; વળી રાજા વર્ણાશ્રમના ગુરૂ કહેવાય છે અને આપણી પાના તે પતિ થવાના છે, માટે ચાલે, આપણે પધાને સાથે લઈને તેની પાસે જઈએ.” પછી કુળપતિ ગાલવ રત્નાવળી, પડ્યા અને નંદાને સાથે લઈને રાજા પાસે ગયા. રાજાએ ઉભા થઈને તેમને સત્કાર કર્યો. રાજાએ કહ્યું કે- હુ તમારાં દર્શન કરવાને ઉત્કંઠિત હતો અને મારે તમારી પાસે આવવું જ જોઈએ, તે છતાં તમે પોતે અહીં કેમ આ વ્યા?” ગાલવ બોલ્યા “બીજા પણ જો કોઈ અમારે આશ્રમે આવે છે તે અમારે અતિથિપણાથી પૂજ્ય છે, તેમાં પણ તમે તે વિશેષ પૂજ્ય છે. આ પદ્મા જે મારી ભાણેજ છે તેને જ્ઞાનીએ તમારી પત્ની કહેલી છે. તેના પુણ્યગે તમે અહીં આવી ચઢળ્યા છે, માટે હવે આ બાળાનું પાણિગ્રહણ કરે. આવાં ગાલવમુનિનાં વચનથી જાણે બીજી પદ્મા (લક્ષમી) હોય તેવી પદ્માને સુવર્ણબાહુ ગાંધર્વ વિવાહથી પરણ્યા. પછી રત્નાવળીએ હર્ષિત ચિત્તવાળા સુવર્ણબાહુને કહ્યું કે હે રાજન્ ! તમે આ પઢાના હૃદયકમળમાં સૂર્ય જેવા સદા થઈ રહે.”
એ સમયે રત્નાવણીનો પદ્મોત્તર નામે એક સા૫ત્ન પુત્ર હતો, તે ખેચરપતિ કેટલીક ભેટ લઈ વિમાનાથી આકાશને આચ્છાદન કરતે તે પ્રદેશમાં આવ્યા. રત્નાવળીએ તેને બધી હકીકત નિવેદન કરવાથી તે સુવર્ણબાહુને નમસ્કાર કરી અંજલિ જોડીને કહેવા લાગ્યા, “હે દેવ ! આ તમારે વૃત્તાંત જાણીને હું તમને સેવવાને માટે જ અહીં આવ્યો છું, માટે હે રાજન ! મને આજ્ઞા આપો, અને હું પ્રતાપી ! વૈતાઢય ગિરિ ઉપર મારું નગર છે, ત્યાં