Book Title: Trishashti Shalaka Purush Charitra Part 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 435
________________ ૩૯૨ સગ ૨ જે સમયમાં કરી લઉં.” આ પ્રમાણે વિચારી આલોચના કરી બધા જગતજીને ખમાવીને નવકાર મહામંત્રનું સ્મરણ કરતાં ધર્મધ્યાનસ્થ એવા તે મુનિએ તત્કાળ અનશન ગ્રહણ કર્યું. ત્યાંથી કાળ કરીને બારમા દેવલે કમાં જ બૂમાવત્ત નામના વિમાનને વિષે બાવીશ સાગરેપમના આયુષ્યવાળા દેવતા થયા. ત્યાં વિવિધ સમૃદ્ધિવડે વિલાસ કરતા અને દેવતાઓથી સેવાતા સુખમશ્નપણે કાળ નિર્ગમન કરવા લાગ્યા. " પેલે મહાસ" તે હિમગિરિના શિખરમાં ફરતો ફરતો અન્યદા દાવાનળથી દગ્ધ થઈ ગયે. ત્યાંથી મરીને બાવીશ સાગરોપમની સ્થિતિવાળે તમ પ્રભા નરકમાં નારકીપણે ઉપન થયું. ત્યાં અઢીસે ધનુષ્યની કાયાવડે તે નરકની તીવ્ર વેદનાને અનુભવતે સુખનો એક અંશ પણ મેળવ્યા વગર કાળ નિર્ગમન કરવા લાગ્યા. આ જંબૂદ્વીપમાં પશ્ચિમ મહાવિદેહમાં તેનાં આભૂષણ તુલ્ય સુગંધ નામના વિજયમાં શુભંકરા નામે એક મેટી નગરી છે. તે નગરીમાં અવાર્ય વયવાળ વાવીય નામે રાજા રાજ્ય કરતા હતા, તે ભૂમિપર આવેલા ઇંદ્રની તેમ સર્વ રાજાઓમાં શ્રેષ્ઠ હતો. તેને મૂર્તિ વડે જાણે બીજી લહમીદેવી હોય તેવી લક્ષ્મીવતી નામે પૃથ્વીમાં મંડળરૂપ મુખ્ય મહિષી હતી. કિરણગ જીવ દેવસંબંધી આયુષ્ય પૂર્ણ કરી અશ્રુત દેવલેકમાંથી ચવીને સરોવરમાં હંસની જેમ તે લક્ષ્મીવતીના ઉદરમાં અવતર્યો. સમય આવતાં પવિત્ર આકૃતિને ધારણ કરનાર અને પૃથ્વીમાં આભૂષણરૂપ એવા પુત્રને તેણે જન્મ આપે. તેનું વજાનાભ એવું નામ પાડયું. જગદ્રપ કુમુદને ચંદ્રરૂપ અને ધાત્રીઓએ લાલિત કરેલ તે કુમાર અનુક્રમે માતાપિતાના આનંદની સાથે વૃદ્ધિ પામ્ય. અનુક્રમે યૌવનવય પામી શસ્ત્રશાસ્ત્રમાં વિચક્ષણ છે. પિતાએ પવિત્ર દિવસે તેને રાજ્યાભિષેક કર્યો. પછી વાવીર્ય રાજાએ લક્ષ્મીવતી રાણી સહિત ત્રત ગ્રહણ કર્યું, ત્યાર પછી વજનાભ પિતાના આપેલા રાજનું સારી રીતે પાલન કરવા લાગે. કેટલેક કાળે વજનાભને પિતાની બીજી મૂર્તિ હોય તે અને પરાક્રમથી ચક્રના આયુધવાળા ચક્રવર્તી જે ચકાયુધ નામે પુત્ર છે. ધાત્રીના હસ્તરૂપ કમળમાં ભ્રમરરૂપ એ કુમાર સંસારથી ભય પામતા પિતાની દીક્ષા લેવાની ઈચ્છા સાથે પ્રતિદિન વધવા લાગ્યા, ચંદ્રની જેમ કળા પૂર્ણ એવો તે કુમા૨ અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થયે, ત્યારે પિતા એ તેની પ્રાથના કરી કે “હે કુમાર ! આ રાજ્યને ગ્રહણ કરે, હું સંસારથી નિવેદ પામેલ છું, તેથી તમને રાજ્યભાર સોંપીને હમણુંજ મોક્ષના એક સાધનરૂપ દીક્ષા ગ્રહણ કરીશ.” ચકાયુધે કહ્યું કે હે પૂજય પિતા ! બાળચાપત્યથી કદિ મારાથી કઈ અપરાધ થઈ ગયો હોય તો તેથી શું તમે મારી ઉપર આવો અપ્રસાદ કરશે ? માટે મને ક્ષમા કરો, અને મારી જેમ આ રાજયનું આપજ પાલન કરો. આટલીવાર સુધી મારું પાલન કરીને હવે છોડી દો નહી'.” વજાનાભ બેલ્યા–“હે નિષ્પા૫ કુમાર ! તારો કાંઇ પણ અપરાધ નથી, પરંતુ અશ્વોની જેમ પુત્રોનું પણ ભાર ઉતારવાને માટેજ પાલન કરાય છે, તેથી હે પુત્ર! તું હવે કવચધારી થયે છે; માટે મારે દીક્ષાને મને રથ પૂરે કર, કેમકે તે મરથ તારા જન્મની સાથે જ મને ઉત્પન્ન થયો છે. હવે તું છતાં ૫ણે જે ને હું ૨ાજયભ૨ અ ક્રત થઈ ને ભવસાગરમાં ડુબી જઈશ, તો પછી સારા પુત્રોની પૃહા કોણ કરશે?' આ પ્રમાણે કહી રાજાએ આજ્ઞાથી રાજયને નહી ઈછતા એવા પણ તે પુત્રને રાજ્ય પર બેસાડ્યો. “કુલીન પુરુષોને ગુરૂજનની આજ્ઞા મહા બળવાન છે.” એ સમયે ક્ષેમંકર નામે જિનેશ્વર ભગવાન્ તે નગરીની બહાર આવેલા ઉદ્યાનમાં સમવસર્યા. તેમને આવેલા સાંભળી વનાભ રાજા અત્યંત આનંદ પામીને ચિતવવા

Loading...

Page Navigation
1 ... 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472