________________
પર્વ ૯ મું
૩૯૧ પ્રાવિદેહના સુકચ્છ નામના વિજયને વિષે રહેલા વૈતાઢય ગિરિ પર તિલકા નામે એક ધનાઢય નગરી છે. તે નગરીમાં બીજે ઈદ્ર હોય તે સર્વ ખેચને નમાવનાર વિદ્યુગતિ નામે ખેચરપતિ રાજા હતો. તેને પોતાની રૂપસંપત્તિથી સર્વ અંત:પુરમાં તિલક જેવી કનકતિલકા નામે પટ્ટરાણી હતી. તેણીની સાથે વિષયસુખ ભોગવતાં તે વિગતિ રાજાનો કેટલેક કાળ વ્યતીત થયે. અન્યદા આઠમા દેવલોકમાં જે ગરેંદ્રને જીવ હતો, તે ચવીને તે કનકતિલક દેવીના ઉદરમાં અવતર્યો. અવસરે સંપૂર્ણ નરલક્ષણવાળા એક પુત્રને તેણે જન્મ આપ્યું. પિતાએ તેનું કિરણગ એવું નામ પાડયું. ધાત્રીએ લાલનપાલન કરે તે પુત્ર મોટે થયે, અને અનુક્રમે વિદ્યા કળાને નિધિ થઈ યૌવનાવસ્થા પામ્યા. વિદતગતિએ તેને પ્રાર્થના પૂર્વક પિતાનું રાજ્ય આગ્રહથી ગ્રહણ કરાવ્યું અને પોતે શ્રતસાગર ગુરૂની પાસે વ્રત ગ્રહણ કર્યું".
સદબુદ્ધિમાન એ તે કિરણગ નિર્લોભીપણે પિતાની રાજ્યસંપત્તિનું પાલન કરવા લાગ્યા. અને અનાસક્તપણે વિષયસુખનું સેવન કરવા લાગ્યો. કેટલેક દિવસે તેની પદ્માવતી નામની રાણીના ઉદરથી તેજના એક સ્થાનરૂપ કિરણ તેજ નામે તેને એક પુત્ર થયે. અનુક્રમે કવચધારી અને વિદ્યાને સાધનારે તે મેટા મનવાળે પુત્ર જાણે કિરણગની બીજી મૂર્તિ હોય તે દેખાવા લાગે. તેવા સમયમાં સુરગુરૂ નામે મુનિ મહારાજ ત્યાં સમવસર્યા. તે ખબર સાંભળી કિરણુવેગે તેમની પાસે જઈ અતિ ભક્તિથી તેમને વંદના કરી. પછી તે કિરણગ રાજા તે મુનિના ચરણ પાસે બેઠે, એટલે તેના અનુગ્રહને માટે મુનિ ધર્મદેશના આપવા લાગ્યા- “હે રાજન ! આ સંસારરૂપ વનને વિષે ચતુર્થ પુરૂષાર્થ (મેક્ષ) સાધવાને સમર્થ એવું મનુષ્યપણું ઘણું દુર્લભ છે. પ્રાપ્ત થયા છતાં પણ અવિવેકી અને મૂઢ પ્રાણી જેમ પામર જન અ૬૫ મૂયથી ઉત્તમ ૨નને ગુમાવે તેમ વિષયસેવામાં તેને ગુમાવી દે છે. ચિરકાળ સેવેલા તે વિષયે જરૂર નરકમાં જ પાડે છે, માટે મોક્ષફળવાળે સર્વજ્ઞભાષિત ધર્મજ નિરંતર સેવવા ગ્ય છે.” કાનમાં અમૃત જેવી આ પ્રમાણેની દેશના સાંભળીને સંસારથી વિરક્ત થયેલા કિરણગે તત્કાળ પિતાના પુત્ર કિરણતેજને રાજ્યપર બેસાડ્યો, અને પોતે તે સુરગુરૂ મુનિની પાસે દીક્ષા લીધી. અનુક્રમે અંધારી શ્રતસ્કંધ હોય તેવા તે ગીતાર્થ થયા. અન્યદા ગુરૂની આજ્ઞાથી એકલવિહારી થઈને તે મુનિ આકાશગમન શક્તિ વડે પુષ્કરવર દ્વીપમાં આવ્યા. ત્યાં શાશ્વત અહંતોને નમીને વૈતાઢય ગિરિની પાસે હેમગિરિની ઉપર તે પ્રતિમા ધારણ કરીને રહ્યા. તીવ્ર તપને તપતા, પરિષહેને સહન કરતા અને સમતા માં મગ્ન રહેતા એવા તે કિરણગ મુનિ ત્યાં રહ્યા સતા પિતાને કાળ નિર્ગમન કરવા લાગ્યા.
અન્યદા પેલે કુકકુટ નાગને જીવ પાંચમી નરકમાંથી નીકળીને તેજ હિમગિરિની ગુહામાં મોટા સર્મપણે ઉત્પન્ન થયું. યમરાજનો ભુજાદંડ હોય તે તે સર્ષ ઘણા પ્રાણએનું ભક્ષણ કરતો તે વનમાં ફરવા લાગ્યો. એક વખતે ફરતાં ફરતાં તેણે ગિરિની કુંજમાં સ્તભની જેમ સ્થિર થઈને ધ્યાન ધરતા કિરણગ મુનિને જોયા. તત્કાળ પૂર્વ જન્મના વૈરથી કોપવડે અરૂણ નેત્રવાળા થયેલા તે સર્વે તે મુનિને ચંદનના વૃક્ષની જેમ પોતાના શરીરથી વીંટી લીધા. પછી તીવ્ર ઝેરવડે ભયંકર એવી દાઢથી મુનિને અનેક સ્થાને દંશ કર્યા. અને દંશવાળાં બધાં સ્થાનમાં તેણે ઘણું વિષ પ્રક્ષેપન કર્યું. તે વખતે મુનિ ચિંતવવા લાયા કે “અહો ! આ સર્ષ કર્મના ક્ષયને માટે મારે પૂર્ણ ઉપકારી છે, જરા પણ અપકારી નથી. લાંબો કાળ જીવીને પણ મારે કર્મને ક્ષયજ કરવાનો છે, તે તે હવે સ્વ૯૫