Book Title: Trishashti Shalaka Purush Charitra Part 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 432
________________ પર્વ ૯ મું ૩૮૯ પૂછ્યું કે “તે પર્વત ઉપર દેવ કોણ છે? તે દેવનાં બિંબ કોણે કરાવ્યાં છે? કેટલા છે? અને વાંદવાથી શું ફળ થાય છે?” તે સાર્થવાહને આસન્નભવ્ય જાણીને અરવિંદ મુનિ બેલ્યા- હે ભદ્ર! અરિહંત વિના દેવ થવાને કઈ સમર્થ નથી. જે વીતરાગ, સર્વજ્ઞ, ઇંદ્રપૂજિત અને ધર્મદેશનાથી સર્વ વિશ્વનો ઉદ્ધાર કરનાર હોય છે તે અરિહંત દેવ કહેવાય છે. શ્રી ઋષભપ્રભુના પુત્ર ભરત ચક્રવર્તીએ શ્રી ઋષભાદિક વીશ તીર્થકરોની રત્નમય પ્રતિમા કરાવીને અષ્ટાપદ પર્વત ઉપર સ્થાપના કરી છે. તેમને વંદન કરવાનું મુખ્ય ફળ તો મોક્ષ છે અને નરેંદ્ર તથા અહનિંદ્રાદિ પદની પ્રાપ્તિ એ તેનું આનુષંગિક (અવાંતર) ફળ છે. હે ભદ્રાત્મા ! જે પોતે હિંસા કરનાર, બીજાને દુર્ગતિ આપનાર અને વિશ્વને વ્યામોહ કરનાર હોય. તેને, દેવ કેમ કહેવાય ?” આ પ્રમાણે મુનિના બોધથી તે સાગર સાર્થવાહ તત્કાળ મિથ્યાત્વને છોડી દઈ ને તેમની પાસે શ્રોવર્કના વત ગ્રહણ કર્યા. પછી અરવિ દ મુનિ તેને પ્રતિદિન ધર્મકથા કહેતા સતા તેની સાથે ચાલ્યા. અનુક્રમે તે સાર્થવાહનો સાથ જ્યાં મરૂભૂતિ હાથી થયેલ હતું તે અટવામાં આવી ચડ્યો. ભજનનો સમય થતાં ક્ષીરસમુદ્ર જેવા પાણીવાળી એક સરોવરને તીરે સાર્થવાહે પડાવ કર્યો એટલે કેઈ કાષ્ઠ માટે, કેઈ તૃણ માટે ફરવા લાગ્યા અને કઈ રસાઈ કરવામાં રોકાયા. એમ સર્વ જુદાં જુદાં કામમાં વ્યગ્ર થઈ ગયાં. આ સમયે મરૂભૂતિ હાથી હાથણીઓથી વીંટાઈને તે સવર પાસે આવ્યા અને સમુદ્રમાંથી મેઘની જેમ તે સરોવરમાંથી જળ પીવા લાગ્યો. પછી મુંઢમાં જળ ભરી ઉછાળી ઉછાળીને હાથિણીઓ સાથે ચિરકાળ ક્રીડ કરીને તે સરોવરની પાળ ઉપર આવ્યું. ત્યાં દિશાઓને અવલોકન કરતાં તે ગજે સમીપમાંજ મોટા સાથેને ઉતરેલો જોયો; એટલે કાપથી મુખ અને નેત્ર રાતાં કરી યમરાજની જેમ તેની ઉપર દેડ્યો. સુંઢને કુંડાળાકાર કરી, શ્રવણને નિષ્કપ રાખી, ગર્જનાથી દિશાઓને પૂરત ગજેન્દ્ર સર્વ સાથિકને મારવા લાગ્યા. તેથી જીવવાને ઇચ્છનારાં સર્વ સ્ત્રીપુરુષો પોતપોતાનાં ઊંટ વિગેરે વાહન સાથે જીવ લઈને નાસવા લાગ્યા. તે વખતે અરવિંદ મુનિ અવધિજ્ઞાન વડે તે હાથીને બોધને સમય જાણી તેની સન્મુખ કાયોત્સર્ગ કરીને સ્થિર ઊભા રહ્યા. તેમને જોઈને હાથી ક્રોધ કરી તેમના તરફ દોડ્યો, પણ તેમની સમીપે આવતાં તેમના તપના પ્રભાવથી તેને ક્રોધ શાંત થઈ ગયે, તેથી તત્કાળ સંવેગ અને અનુકંપા ઉત્પન્ન થતાં તેમની આગળ નવીન શિક્ષણીય શિષ્યની જેમ દયાપાત્ર થઈને તે ઊભો રહ્યો. તેના ઉપકારને માટે મુનિએ કાર્યોત્સર્ગ પાર્યો અને તેમજ ગંભીર વાણીથી તેને બંધ આપવાનો આરંભ કર્યો- “અરે ભદ્ર! તારા મરૂભૂતિના ભવને તું કેમ સંભારતે નથી? અને આ હું અરવિંદ રાજા છું, તેને કેમ ઓળખતે નથી? તે ભવમાં સ્વીકાર કરેલા આહંત ધર્મને તે કેમ છોડી દીધે? માટે હવે તે સર્વનું સમરણ કર અને શ્વાપદ જાતિના મહિને છોડી દે.” મુનિની આ પ્રમાણેની વાણી સાંભળતાં તરતજ તે ગજેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તેણે તે મુનિને મસ્તકવડે પ્રણામ કર્યો. મુનિએ ફરીવાર કહ્યું કે “હે ભદ્ર! આ નાટક જેવા સંસારમાં નટની જે પ્રાણું ક્ષણે ક્ષણે રૂપાંતરને પામે છે. તે વખતે તે બ્રાહ્મણપણામાં બુદ્ધિમાન અને તત્ત્વજ્ઞ શ્રાવક હતું તે ક્યાં અને અત્યારે આ જાતિ સ્વભાવથી પણ મૂઢ એ હાથી કયાં ! માટે હવે પાછો પૂર્વ જન્મમાં અંગીકાર કરેલો શ્રાવકધર્મ તને પ્રાપ્ત થાઓ.” મુનિનું આ વાક્ય ગજે સુંઢ વિગેરેની સંજ્ઞાથી કબુલ કર્યું. તે વખતે હાથિણી થયેલી કમઠની પૂર્વ ભવની સ્ત્રી વરૂણ ત્યાં ઊભી હતી, તેને પણ આ બધી હકીક્ત સાંભળવાથી ગજેની જેમ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. અરવિંદ મુનિએ

Loading...

Page Navigation
1 ... 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472