________________
હું મું
૩૮૭
થઇને અહેારાત્ર પૌષધાગારમાં રહેવા લાગ્યો. ત્યાં ‘ગુરૂ પાસે સર્વ સાવદ્ય યોગની વિરતિ સ્વીકારીને હું તેમની સાથે કયારે વિહાર કરીશ ?” એવી બુદ્ધિ મભૂતિને હંમેશાં થતી હતી. એકલા પડેલા કમઠ તો સ્વચ્છંદી, પ્રમાદરૂપ મદિરાથી ઉન્માદી, સદા મિથ્યાત્વથી માહિત અને પરસ્ત્રીમાં તથા વ્રતમાં આસક્ત થયો, મરૂભૂતિની સ્ત્રી વસુંધરા નવ યૌવનવતી હોવાથી જગમ વિષવલ્લીની જેમ સર્વ જગતને મેહંકારી થઈ પડી, પરંતુ ભાવયતિ થયેલા મરૂભૂતિએ તો જળથી મરૂસ્થળની લતાની જેમ સ્વપ્નમાં પણ તેનો સ્પર્શ કર્યા નહી. અહર્નિશ વિષયની ઈચ્છાવાળી વસુધરા પતિનો સૉંગ ન મળવાથી પેાતાનુ યૌવન અરણ્યમાં માલતીના પુષ્પની જેમ નિષ્ફળ મોનવા લાગી, પ્રકૃતિથીજ સ્રીલ‘પટ એવા કમઠ વિવેકને છેડી દઈ ભ્રાતૃવધૂને વારંવાર જોઈ જોઈ ને અનુરાગથી ખેલાવવા લાગ્યા. એક વખતે વસુધરાને એકાંતમાં જોઈ ને કમઠે કહ્યું કે હે સુભ્ર ! કૃષ્ણ પક્ષમાં ચ`દ્રલેખાની જેમ મારી જાણવામાં આવ્યું છે, હું ધારું છું કે મારા અનુજ ભાઈ મુગ્ધ અને નપુ ંસક છે, તે જ તેનું કારણ છે.’ આવુ પાતાના જેતુ' અમર્યાદ વચન સાંભળી જેનાં વસ્ત્ર અને કેશ છુટી ગયાં છે એવી વસુધરા ધ્રુજતી ધ્રુજતી નાસવા લાગી; એટલે કમઠે પછવાડે દોડીને તેને પકડી લીધી અને કહ્યું કે ‘અરે મુગ્ધા ! અસ્થાને આવી બીક કેમ રાખા છે ? આ તમારો શિથિલ થયેલા સુંદર કેશપાશ સારી રીતે બાંધી લ્યા, અને વસ્ત્ર સમાં કરો.' આ પ્રમાણે કહીને એ ઈચ્છતી નહેાતી તો પણ કમઠ પાતે તેનો કેશપાશ અને વસ્ત્ર સમાં કરવા લાગ્યા. ત્યારે વસ્તુ ધરા ખાલી કે તમે જ્યેષ્ડ થઈને આ શુ કરો છે ! તમે તે વિશ્વભૂતિ ( શ્વસુર ) ની જેમ મારે પૂજ્ય છે. આવુ કાર્ય તમને અને મને બન્નેને ઉભય કુળમાં કલંકને માટે છે.' કમઠ હસીને મેલ્યા કે ‘ હે ખાળે ! મુગ્ધપણાથી આવું ખેલા નહી” અને તમારા યૌવનને ભોગ વગર નિષ્ફળ કરો નહી. હે મુગ્ધાક્ષિ ! મારી સાથે વિષયસુખ ભાગવા. તે નપુ સક મરૂભૂતિ તમારે શા કામના છે કે અદ્યાપિ તમે તેને સભારો છે ? શાસ્ત્રમાં કહ્યું છે કે—જો પતિ નાસી જાય, મરી જાય, દોક્ષા લે, નપુંસક હોય અથવા વટલી જાય તા-એ પાંચ આપત્તિમાં સ્ત્રીએએ બીજો પતિ કરવા.' આ પ્રમાણે કહીને પ્રથમથીજ ભાગની ઈચ્છાવાળી વસુંધરાને તેણે આગ્રહથી પાતાના ખેાળામાં બેસાડી અને અમર્યાદપણાવડે તેની લજજા છેડાવી દીધી. પછી કામાતુર કમઠે તેને ચિરકાળ રમાડી, ત્યારથી તેને નિત્ય એકાંતમાં રત્યુત્સવ થવા લાગ્યા.
આ ખબર કમઠની સ્ત્રી વરૂણાને પડી, તેથી કરૂણા વિનાની અને અરૂણુલાચનવાળી થયેલી તે સ્ત્રીએ ઇર્ષ્યાવશ થઈને બધા વૃત્તાંત મરૂભૂતિને કહ્યો. મરૂભૂતિ ખેલ્યા-‘આવે ! ચંદ્રમાં સ'તાપની જેમ મારા આ બધુ કમઠમાં આવું અનાય ચરિત્ર કદિ સ`ભવે નહિ.’ આવી રીતે મરૂભૂતિએ તેને વારી, તાપણુ તે તે દરરોજ આવીને તે વાત કહેવા લાગી, તેથી મરૂભૂતિએ વિચાયું કે ‘આવી ખાખતમાં બીજાના કહેવા ઉપર કેમ પ્રતીતિ આવે, તેથી તે સભાગથી વિમુખ હતા, તથાપિ આ વિષે પ્રત્યક્ષ જોઇને નિશ્ચય કરવાના તેને વિચાર થયા’ તેણે કમઠ પાસે જઈને કહ્યું કે હું આ ! હું કાંઇક કાર્ય પ્રસંગે આજે બહાર જાઉ છું.' આ પ્રમાણે કહીને મરૂભૂતિ નગર બહાર ગયા અને પાછા રાત્રે થાકેલા કાપડીને વેષ લઈ ભાષા ફેરવીને ઘેર આવ્યો. તેણે કમઠ પાસે જઈને કહ્યું કે ‘ભદ્ર ! હું દૂરથી ચાલ્યા આવતા પ્રવાસી છું, માટે મને આજની રાત્રી રહેવાને માટે આશ્રય આપે’ કમઠે નિઃશ ંકપણે તેને રહેવાને માટે પેાતાનાજ મકાનના બહારના ભાગ બતાવ્યા; એટલે તેણે કપટનેદ્રાવકે સુઈ જઈને જાળીએથી તે અતિ કામાંધ સ્ત્રીપુરુષનું દુસ્ચેષ્ટિ જોયુ. આજે મરૂભૂતિ ગામ ગયેલ છે' એમ ધારીને