________________
સર્ગ ૨ જે.
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર.
(પૂર્વના નવ ભવનું વર્ણન) સર્વ પ્રકારની કલ્યાણરૂપ લતાઓને આલંબન કરવાના વૃક્ષરૂપ, જગત્પતિ અને સર્વનું રક્ષણ કરનાર શ્રી પાર્શ્વનાથ પ્રભુને મારો નમસ્કાર થાઓ. સર્વ વિશ્વના ઉપકારને માટે હવે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું અતિ પવિત્ર ચરિત્ર કહેવામાં આવશે. - આ જમ્બુદ્વીપમાં ભરતક્ષેત્રને વિષે નવીન સ્વર્ગનો ખંડ હોય તેવું પિતનપુર નામે એક નગર છે. તે નગર સરિતાના પદ્મખંડની જેમ રાજહંસ એ સેવેલું, લક્ષ્મીના સંકેતગૃહ જેવું અને પૃથ્વીના મંડનરૂપ છે. તેમાં રહેલા ધનાઢથા લક્ષ્મીવડે જાણે કુબેરના અનુજ બંધુ હોય અને મોટા ઔદાર્યથી જાણે કલ્પવૃક્ષના સફેદર હોય તેવા જણાતા હતા. તે અમરાવતી જેવું અને અમરાવતી તેના જેવી” એમ પરસ્પર પ્રતિષ્ઠદભૂત હેવાથી તેની સમૃદ્ધિ વાણીના વિષયને અગેચર હતી. તે નગરમાં અરિહંતનાં ચરણકમળમાં ભ્રમર જે અને સમુદ્રની જેમ લક્ષમીના સ્થાનરૂપ અરવિંદ નામે રાજા રાજ્ય કરતો હતો. તે જેમ પરાક્રમીઓમાં અદ્વિતીય હતો, તેમ વિવેકી જનોમાં પણ અદ્વિતીય હતો. અને જેમ લક્ષ્મીવંતમાં ધુર્ય ગણાતો, તેમ યશસ્વી જનમાં પણ ધુર્ય ગણાતો હતો. તે જેમ દીન, અનાથ અને દુઃખી લોકમાં ધનનો વ્યય કરતો, તેમ પુરૂષાર્થના સાધનમાં અહોરાત્રીનો વ્યય કરતો હતો; અર્થાત્ અહોરાત્ર ત્રણ વર્ગને સાધવામાં તત્પર હતો.
અરવિંદ રાજાને તેનીજ જે જીવ-જીવાદિ તત્વને જાણનારો પરમ શ્રાવક વિશ્વભૂતિ નામે પુરોહિત હતો, તેને અનુદ્ધરા નામે સ્ત્રી હતી. તેના ઉદરથી કમઠ અને મરૂભૂતિ નામે બે જયેષ્ઠ અને કનિષ્ઠ પુત્રો થયા હતા. કમઠને વરૂણ નામે અને મરૂભૂતિને વસુંધરા નામે સ્ત્રી હતી. તે બંને રૂપલાવણ્યથી અલંકૃત હતી. બંને પુત્રે કળાભ્યાસ કરીને દ્રવ્ય ઉપાજંન કરવામાં સમર્થ થયા અને પરસ્પર નેહવાળા હોવાથી તેઓ માતપિતાને પણ આનંદના કારણભૂત થયા.
અન્યદા બે વૃષભ ઉપર રથને ભાર મૂકે તેમ તેમની ઉપર ગૃહભાર મૂકીને વિધભૂતિ પુરોહિતે ગુરૂની પાસે અનશન અંગીકાર કર્યું. પછી તે વિશ્વભૂતિ સમાધિયુક્ત ચિરો પંચપરમેષ્ટિ નમસ્કાર મંત્રનું સ્મરણ કરતે મૃત્યુ પામીને સૌધર્મ દેવલેકમાં દેવતા થયે. પતિના વિયોગરૂપ જવરથી પીડિત તેની પત્ની અનુદ્ધરા શેક અને તપથી અંગને શેષવી નવકાર મંત્ર સંભારતી મૃત્યુ પામી. બંને ભાઈઓએ માતપિતાનું મૃતકાર્ય કર્યું અને અનુક્રમે હરિશ્ચન્દ્ર મુનિના બેધથી બને શોકરહિત થયા. પછી કર્મઠ એવો કમઠ રાજકાર્યમાં જોડાયો, કેમકે “હંમેશાં પિતા મૃત્યુ પામતાં જ્યેષ્ઠ પુત્ર ધુરંધર થાય છે.” 1 નાનો ભાઈ મરૂભૂતિ સંસારની અસારતાને જાણીને સંન્યાસી જેમ ભોજનથી વિમુખ થાય તેમ વિષયથી વિમુખ થયે, અને સ્વાધ્યાય તથા પૌષધ વિગેરેની વિધિમાં તત્પર
૧. કર્મ–ક્રિયામાં સ્થિત.