________________
પર્વ ૮મું
૩૫૩ નાથની બધી વાણી સત્ય થઈ હોય તેમ લાગે છે. પછી કૃષ્ણ બધે વૃત્તાંત કહ્યો, એટલે જરાકુમારે રૂદન કરતાં કરતાં કહ્યું કે- “અરે ભાઈ! મેં આ શત્રુને એવું કાર્ય કર્યું છે. કનિષ્ઠ, દુર્દશામાં મન અને ભ્રાતૃવત્સલ એવા તમને મારવાથી મને નરકભૂમિમાં પણ સ્થાન મળવા સંભવ નથી. તમારી રક્ષા કરવાને મેં વનવાસ ધારણ કર્યો, પણ મને આવી ખબર નહિ કે વિધિએ આગળથી જ મને તમારા કાળરૂપે કપેલો છે. તે પૃથ્વી ! તું વિવર આપ કે જેથી હું આ શરીરેજ નરકભૂમિમાં જાઉં, કારણકે સર્વ દુઃખથી અધિક એવું ભ્રાતૃહત્યાનું દુઃખ આવી પડતાં હવે અહીં રહેવું તે મને નરકથી પણ અધિક દુઃખદાયી છે. મેં આવું અકાર્ય કર્યું તે શું હવે હું વસુદેવને પુત્ર કે તમારો તાતા કે મનખ્ય પણ થઈ શકે ? તે વખતે સર્વજ્ઞનું વચન સાંભળી હું મરી ગયા કેમ નહી? કારણ કે તમે વિદ્યમાન જ છતાં હું એક સાધારણ માણસ કદિ મરી જાત તે તેથી શી ન્યૂનતા થઈ જાત !” કૃષ્ણ બાલ્યા–“હે ભાઈ! હવે શેક કરે નહીં, વૃથા શોક કરવાથી સયું! કારણ કે તમારાથી કે મારાથી ભવિતવ્યતાનું ઉલ્લંઘન થઈ શકતું નથી, તમે યાદમાં માત્ર એક જ અવશેષ છે. માટે ચિરકાળ છે અને અહીંથી સત્વર ચાલ્યા જાઓ, કેમકે રામ અહીં આવી પહોંચશે તે તે મારા વધના ક્રોધથી તમને મારી નાખશે. આ મારું કૌસ્તુભ રત્ન એંધાણી તરીકે લઈને તમે પાંડેની પાસે જાઓ. તેમને આ સત્ય વૃત્તાંત કહેજે, તેઓ જરૂર તમને સહાયકારી થશે. તમારે અહીથી અવળે પગલે ચાલવું, જેથી રામ તમારા પગલાને અનુસરીને આવે તો પણ તમને સદ્ય એકઠા થઈ શકે નહીં. મારાં વચનથી સર્વ પાંડેને અને બીજાઓને પણ ખમાવજે, કારણકે પૂર્વે મારા એશ્વર્યના સમયમાં મેં તેઓને દેશપાર કરીને કલેશ પમાડેલો છે.” આવી રીતે કૃષ્ણ વારંવાર કહ્યું, તેથી જરાકુમાર કૃષ્ણના ચરણમાંથી પોતાનું બાણ ખેંચી કાઢી કૌસ્તુભ રત્ન લઈને ત્યાંથી ચાલ્યા ગયા.
જરાકુમારના ગયા પછી કૃષ્ણ શરણની વેદનાથી પીડિત થયા સતા ઉત્તરાભિમુખે રહી અંજલિ જેડીને આ પ્રમાણે કહેવા લાગ્યા કે “અત ભગવંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓને મન વચન કાયાથી મારો નમસ્કાર છે. વળી જેણે અમારા જેવા પાપીઓનો ત્યાગ કરીને આ પૃથ્વી પર ધર્મતીર્થ પ્રવર્તાવ્યું, તેવા ભગવંત શ્રી અરિષ્ટનેમિ પરમેષ્ઠીને મારે નમસ્કાર છે. આ પ્રમાણે કહી તૃણના સંથારાપર સુઈ જાનુ ઉપર ચરણ મકી અને વસ્ત્ર ઓઢીને ચિંતવવા લાગ્યા કે “ ભગવાન શ્રી નેમિનાથ, વરદત્ત વિગેરે ગણધરે, પ્રદ્યુમ, પ્રમુખકુમારો અને રૂકમિણી વિગેરે મારી સ્ત્રીઓને ધન્ય છે કે જેઓ સતત સંસા૨વાસના કારણરૂપ ગૃહવાસને છોડી દઈ દીક્ષા લઈને ચાલી નીકળ્યા અને આ સંસારમાં જ વિડંબના પામનારા એવા મને ધિક્કાર છે !” આ પ્રમાણે શુભ ભાવના ભાવતાં ભાવતાં કૃષ્ણનું અંગ સર્વ તરફથી ભગ્ન થવા લાગ્યું અને યમરાજના સહોદર જેવો પ્રબળ વાયુ કોપ પામ્યો, તેથી તૃષ્ણ, શક અને ઘાતકારી વાયુએ પડેલા કૃષ્ણનો વિવેક સર્વથા ભ્રષ્ટ થઈ ગયે, જેથી તત્કાળ તે આ પ્રમાણે માઠી વિચારણા કરવા લાગ્યા કે “મને જન્મથી કઈ પણ મનુષ્ય કે દેવતાઓ પણ પરાભવ કરી શક્યા નહોતા, તેને દ્વૈપાયને કેવી માઠી દશાને પમાડવા ! આટલું છતાં પણ જે હું તેને દેખું તે.
૧ નાના ભાઈ