________________
પૂર્વ ૯ સુ
૧
ધ્વજા ખતાવુ તા તમારે બીજી તરફ ચાલ્યા જવું, અને રાતી ધ્વજા બતાવુ' તે અહી આવવુ'.” બ્રહ્મદત્ત ખેલ્યો-‘હે ભીરૂ ! તમે ખીવા નહી, હું બ્રહ્મરાજાનો કુમાર છું, તેથી એ સ્ત્રીઓ તેાષ કે રાષ પામવાથી મને શું કરી શકવાની છે ?' પુષ્પવતી ખાલી–‘હું તે વિદ્યાધરોને માટે કહેતી નથી, પણ તેમના સંબધી ખેચરા તમારી સાથે વિધ કરે નહી તે માટે કહું છું.' પછી બ્રહ્મદત્ત તેણીના ચિત્તની અનુવૃત્તિથી એક બાજુ છૂપાઈ રહ્યો. ઘેાડીકવારમાં પુષ્પવતીએ શ્વેત ધ્વજા ચલાવી એટલે કુમાર તે જોઈ ને પ્રિયાનો તેવા આગ્રહ હાવાથી હળવે હળવે તે પ્રદેશમાંથી બીજે ચાલ્યા ગયે, નહીં તે તેવા નરાને ભય હાતા નથી.’’
'
ત્યાંથી આગળ ચાલતાં આકાશની જેવા દુર્ગાહ અરણ્યનુ ઉલ્લ્લંઘન કરીને સાચકાળે થાકેલા તે સમુદ્રની જેવા એક મહાન્ સરાવરની પાસે આવ્યો. પછી માનસસરોવરમાં અરાવતની જેમ બ્રહ્મદો તેમાં પ્રવેશ કરી, સ્વચ્છ ંદે સ્નાન કરીને તેના અમૃત જેવા જળનું પાન કર્યું. તેમાંથી નીકળી ભમરીના શબ્દવડે જેમ કાળીએ આવે તેમ તેના સ્નાનાચિત એવા ઉત્તર પશ્ચિમ (વાયવ્ય દિશાના) તીર ઉપર તે આવ્યા. ત્યાં વૃક્ષલતાના કુંજમાં સાક્ષાત્ વનની અધિદેવતા હોય તેવી એક સુંદરી પુષ્પ વીણતી તેના જોવામાં આવી, તેને જોઈને કુમાર વિચારવા લાગ્યા કે ‘ જન્મથી માંડીને રૂપ રચવાના અભ્યાસ કરતાં કરતાં પ્રાંતે બ્રહ્માને આવુ રૂપ રચવાનું કૌશલ્ય પ્રાપ્ત થયું હશે એમ જણાય છે.’ કુમાર આમ વિચાર કરે છે, તેવામાં દાસીની સાથે ખેલતી અને ડૉલરનાં પુષ્પ જેવાં કટાક્ષવડે જાણે કુમારના કંઠમાં માળા નાખતી હોય તેમ તે કન્યા કુમારને જોતી જોતી બીજી તરફ ચાલી. તેને જોતા જોતા કુમાર પણ ખીજી તરફ ચાલ્યા, તેવામાં વસ્ત્ર, આભૂષણુ અને તાંબુલને લઈ ને એક દાસી કુમાર પાસે આવી. તેણે કુમારને વસ્ત્રાદિક આપીને કહ્યું કે ‘ભદ્ર ! અહી’ જે સુ ંદર કન્યા તમારા જોવામાં આવી છે, તેણીએ સ્વાર્થી સિદ્ધના કોલની જેમ આ સ વસ્ત્રાદિક તમારે માટે માકલાવ્યાં છે, અને તેણે મને આજ્ઞા કરી છે કે એ કુમારને પિતાના મત્રીને ઘેર લઈ જા, કારણ કે તે સવ ચેાગ્યતા જાણે છે.' પછી બ્રહ્મદત્ત તે દાસીની સાથે નાગદેવ મંત્રીને ઘેર ગયા. તેના સદ્ગુણાથી આકર્ષાયા હોય તેમ મંત્રી તેને જોઈ સામા ઉલ્લેા થયા, એટલે હૈ મંત્રીરાજ ! શ્રીકાંતા રાજપુત્રીએ આ મહાભાગને માકલ્યા છે.' આવા સદેશે। કહીને દાસી ચાલી ગઈ. મ`ત્રીએ સ્વામીની જેમ ઉપાસન કરેલા બ્રહ્મદત્તની ક્ષણની જેમ રાત્રી નિર્ગમન થઇ ગઇ. રાત્રી નિ`મન થયા પછી મંત્રી તેને રાજકુળમાં લઈ ગયા. રાજાએ ખાળસૂર્યની જેમ તેની અર્થાકિથી પૂજા કરી. પછી વ શ–કુળાદિક પૂછ્યા વગર રાજાએ કુમારને પેાતાની પુત્રી આપી. “ચતુર જના સવૃત્તાંત આકૃતિ ઉપરથીજ જાણી લે છે.” પાણિગ્રહણ સમયે તેના હાથને પોતાના હાથથી દબાવતા કુમાર જાણે સ` બાજુથી અનુરાગને સંક્રમિત કરતા હોય તેમ તે કુમારીને પરણ્યા. એક વખતે બ્રહ્મદો એકાંતમાં ક્રીડા કરતાં તે રાજકુમારીને પૂછ્યું' કે ‘મારુ' કુળ જાણ્યા વગર તારા પિતાએ તને મારી સાથે કેમ પરણાવી ?' દાંતનાં કિરણાથી અધરને ઉજજવલ કરતી શ્રીકાંતા ખેલી– “ હે સ્વામિન્ ! વસંતપુર નગરમાં શખરસેન નામે રાજા હતા. મારા પિતા તેના પુત્ર છે. મારા પિતામહના મૃત્યુ પછી રાજ્ય ઉપર મારા પિતા આવ્યા, પરંતુ ક્રુર ગેાત્રીઓએ તેમને ઘણા હેરાન કર્યા, તેથી ખળવાહન લઈ આ પલ્લીમાં આશ્રય કરીને રહ્યા છે. અહી રહ્યા છતાં ખરૂના વૃક્ષને જળના વેગની જેમ તેમણે ભિલ્લ લોકોને નમાવી દીધા છે, અને ગામ વિગેરે ઘાત કરીને અર્થાત્ ગામ ભાંગીને કે ધડા