________________
૫૦ ૯ મું
કર્ષક
જણાવી દીધું કે પલાયન કરે. તેથી તત્કાળ કુમારે ત્યાંથી પલાયન કર્યું, કેમકે “સમય આવે ત્યારે જ પરાક્રમ બતાવી શકાય છે.” જેમ આશ્રમી પુરુષ એક આશ્રમથી બીજે આશ્રમે જાય તેમ બ્રહ્મદત્ત વેગથી તે અટવીમાંથી બીજી અટવીમાં જતો રહ્યો. ત્યા વિરસ અને નીરસ ફળને આહાર કરતાં બે દિવસ વ્યતિક્રમાવ્યા ત્રીજે દિવસે એક તાપસ તેને જોવામાં આવ્યા. કુમારે પૂછયું, “ભગવન્! તમારો આશ્રમ ક્યાં છે? એટલે તે તપસ્વી તેને પોતાના આશ્રમમાં લઈ ગયે. “તાપને અતિથિ પ્રિય હોય છે. ત્યાં તેણે કુળપતિને દીઠા, એટલે પિતાની જેમ તેણે હર્ષથી તેને નમસ્કાર કર્યો“અજાણી વસ્તુમાં પણ અંતઃકરણ સત્ય કલ્પના કરે છે.” કુળપતિએ તેને પૂછ્યું કે “વત્સ ! તમારી આકૃતિ અત્યંત મધુર જણાય છે, તે મરૂદેશમાં ક૯પવૃક્ષ જેમ તમારું અહીં અગિમન કેમ થયું છે?” બ્રહ્માકુમારે તે મહાત્માનો વિશ્વાસ લાવીને પિતાને સર્વ વૃત્તાંત કહી બતાવ્યું, કારણ કે “પ્રાયઃ તેવા પુરુષની પાસે કાંઈ પણ ગેપ્ય હોતું નથી.”
બ્રહ્મદત્તને વૃત્તાંત સાંભળી કુળપતિ ખુશી થયા. તેણે હર્ષથી ગદગદ્દ અક્ષરે કહ્યું કે “વત્સ ! એક આત્માના બે રૂપ થયેલ હોય તેમ હું તમારા પિતાને લઘુ બંધુ છું, માટે હવે તમે તમારે ઘેર આવ્યા છે તેમ સમજી અહીં સુખે રહે અને અમારા તપ વડે અમારા મને રથની સાથે વૃદ્ધિ પામો.” પછી લોકોની દષ્ટિને આનંદ આપનાર અને અત્યંd વિશ્વવલલભ કુમાર તે તાપસના આશ્રમમાં રહ્યો. અનુક્રમે વર્ષાકાળ પ્રાપ્ત થયું. ત્યાં રહીને બળદેવ પાસેથી કણની જેમ તે સર્વ શાસ્ત્ર, શસ્ત્ર અને અસ્ત્રવિદ્યા શીખ્યો. વર્ષાઋતું. વીત્યા પછી બંધું જેવી શરદઋતુ પ્રાપ્ત થઈ, એટલે તાપસે ફળાદિકને માટે વનમાં ગયા. તે વખતે કુળપતિએ આદરથી વાર્યો તે પણ બ્રહ્મદત્ત હાથીનાં બચ્ચાંઓની સાથે જેમ નાનું બચ્ચું જાય તેમ તે તેઓની સાથે વનમાં જવા ચાલી નીકળ્યો. આમ તેમ ફરેલા બ્રહાદને કઈ હાથીનાં મૂત્ર વિષ્ટા જોયાં, એટલે કુશાગ્ર મતિવાળા તેણે જાણ્યું કે “અહી” નજીકમાં જ કેઈ હસ્તી રહેલે હે જોઈએ.” પછી તાપસીએ તેને ઘણે વાર્યો, તથાપિ તે હાથીને પગલે પગલે પાંચ જન સુધી ગયે, ત્યાં એક પર્વત જે હાથી તેનાં જેવામાં આવ્યું, એટલે મેલ જેમ મલ્લને બોલાવે તેમ તે નરહસ્તી કુમારે પર્યકબદ્ધ થઈ ઉગ્ર ગર્જના કરી તે ઉન્મત્ત હાથીને નિ:શંકપણે બોલાવ્ય, તેથી ક્રોધથી સર્વ અંગને ઘુમાવતે, સુંઢને સંકેચત, કર્ણને નિશ્ચળ રાખતે અને તામ્રમુખ કરતે. તે હસ્તીકુમાર ઉપર દોડી આવ્યું તે નજીક આવ્યા એટલે કુમારે તેને બાળકની જેમ છેતરવાને માટે વચમાં પોતાનું ઉત્તરીય વસ્ત્ર નાંખ્યું. જાણે આકાશમાંથી વાદળાને ખંડ પડ હોય ત્મ તે પડતા વસ્ત્રને ક્રોધી ગજે દંતુશળથી પ્રહાર કરવા માંડ્યા. પછી વાદી જેમ સંપન્ન ખેલાવે તેમ રાજકુમારે અનેક પ્રકારની ચેષ્ટાથી તે હાથીને લીલાએ કરીને ખેલા. તે સમયે જાણે બ્રહ્મદત્તને મિત્ર હોય તેમ અટવીમાં અંધકાર સહિત વરાહે આવીને જળની ધારાઓથી તે હાથીને ઉપદ્રવ કરવા માંડે, તેથી તત્કાળ તે ગજેન્દ્ર વિરસ શબ્દ કરીને મૃગની જેમ નાસી ગયો. બ્રહ્મદત્તકુમાર આખો દિવસ દિમૂઢ થઈને તેની પાછળ ભમતે ભમતે એક નદીમાં પડર્યો, પરંતુ જાણે મૂર્તિમાન આપત્તિ હોય તેવી તે નદીને કુમાર સહજમાં ઉતરી ગયે. તેના તાર ઉપર એક પુરાણું ઉજજડ થયેલું નગર તેના જોવામાં આવ્યું. તેમાં પ્રવેશ કરતા કુમારે એક વંશજાલિકા જોઈ. તેમાં ઉત્પાતના કેતુ અને ચંદ્ર હોય તેવા એક ખગ ને મ્યાન તેના જેવામાં આવ્યાં શસ્ત્રના કૌતુકી મારે . ૧. ખરાબ રસવાળા. ૨. રસ વિનાના. ૩. ગોપડવા વાગ્ય.
.. .