________________
સર
સગ ૧ લા
પાડીને મારા પિતા પાતાના પરિવારનુ પાષણ કરે છે. ચાર ઉપાચાને અંતે જેમ લક્ષ્મી માપ્ત થાય છે, તેમ ચાર પુત્રો થયા પછી હું તેમને અતિ વહાલી પુત્રી થઈ છુ, મને ચૌવનવતી જોઈ ને મારા પિતાએ મને કહ્યું કે ‘જે સરાજાએ તારી અપેક્ષા કરે છે તેને તારે દૃષ્ટિએ જોવા, અને તેમાંથી જે તને યાગ્ય લાગે તેના તારે મને ખબર આપવા.’ પિતાનાં આવાં વચનથી ત્યાર પછી ચક્રવાકીની જેમ હું તે સરાવર ઉપર રહી સર્વ પાંથજનોને જોતી હતી, તેવામાં જ્યાં મનોરથની પણ ગતિ થાય નહીં એવા અને અતિ દુર્લભ એવા તમે મારા ભાગ્યની વૃદ્ધિથી અહી આવી ચઢયા, અને મારું પાણિગ્રહણ કરીને મને કૃતાર્થ કરી.’'
એક વખતે તે પલ્લિપતિ કેાઈ ગામ મારવાને ચાલ્યા, એટલે બ્રહ્મદત્તકુમાર પણ તેની સાથે ગયા, કેમકે “ ક્ષત્રિયાનો એવા ક્રમ છે.” પછી ભિલ્લાએ ગામ લુટવા માંડયુ, તેવામાં મંત્રીપુત્ર વધતુ સાવર તીરે આવી હુંસની જેમ કુમારના ચરણકમળમાં પડયા. પછી કુમારને કંઠે વળગીને મુક્તક ઠે રાઈ પડયા, કેમકે “ ઈષ્ટ જનનાં દર્શન વખતે પૂ દુઃખ પણ તાજા થાય છે.” કુમારે અમૃતના ગષ જેવા કામળ આલાપથી તેને આશ્વાસન આપીને પૂછ્યું, એટલે મત્રીકુમારે પોતાના વૃત્તાંત કહેવા માંડયો, “હું નાથ ! તમને વડના વૃક્ષ નીચે મૂકીને હું જળ લેવા ગયા હતા, ત્યાં આગળ ચાલતાં એક અમૃતના કુંડ જેવું માટુ' સરાવર મેં જોયું. તેમાંથી તમારે માટે કમળના પત્રમાં જળ લઈને હું પાછા આવતા હતા, તેવામાં જાણે યમદૂત હાય તેવા અનેક કવચધારી સુભટોએ મને અટકાવ્યા. તેઓ મને પૂછવા લાગ્યા કે ‘હે વરધનુ ! કહે, બ્રહ્મદત્ત કયાં છે!? મેં કહ્યું કે ‘હું જાણતા નથી.’ એટલે તેઓએ ચારની પેઠે મને મારવા માંડયા. તેથી મેં કહ્યું કે બ્રહ્મદત્તને કાઈ વાઘ ખાઈ ગયા છે.’ તેઓ મેલ્યા કે ‘તે સ્થાન બતાવ.' એટલે આમતેમ ભ્રમતા હું તમારા દર્શનમા માં આવ્યા, અને મે' તમને નાસી જવાની સજ્ઞા કરી. પછી કાઇ તાપસે મને ગુટિકા આપી હતી, તે મે' મુખમાં નાખી, તે ગુટિકાના પ્રભાવથી સંજ્ઞા રહિત થઈને પડી ગયા, એટલે ‘ આ ા મરી ગયા' એમ ધારી તે મને છેાડીને ચાલ્યા ગયા. તેના ગયા પછી ઘણીવારે મેં તે ગુટિકા મુખમાંથી કાઢી. પછી નષ્ટ થયેલા અર્થની જેમ તમને શેાધવાને માટે ભમતા હુ કાઈ એક ગામમાં આભ્યા. ત્યાં કોઇ ઉત્તમ તાપસ મારા જોવામાં આવ્યા. જાણે તપના રાશિ હાય તેવા તે તાપસને સે... પ્રણામ કર્યા. મને જોઈને તે તાપસે કહ્યું- વરધનુ ! હું તારા પિતા ધનુનો મિત્ર છું, હે મહાભાગ ! તારી સાથે ભાગેલા બ્રહ્મદત્ત કયાં છે ?” મેં કહ્યું, ‘ બધુ... વિશ્વ જોયુ, પણ તેનો પત્તો નથી.' મારી આવી દુષ્કથારૂપ ધુમાડાથી જેનુ મુખ મ્યાન થયેલુ છે એવા તે તાપસે કહ્યું કે ‘ જ્યારે લાક્ષાગૃહ દુગ્ધ થયું, ત્યારે પ્રાત:કાળે દી રાજાએ જોયુ તે તેમાંથી એકજ મળી ગયેલું મુડદું નીકળ્યું, ત્રણ મુડદાં નીકળ્યાં નહી. અંદર તપાસ કરતાં સુરંગ જોવામાં આવી, અને તેને છેડે અશ્વનાં પગલાં દીઠાં, એટલે ‘તમે બન્ને ધનુમંત્રીની બુદ્ધિથીજ નાસી ગયા છે!' એમ માનીને દીર્ઘ રાજા ધનુમંત્રી ઉપર ઘણા ગુસ્સે થયા. પછી તમા બન્નેને બાંધી લાવવાને માટે દીઘ રાજાએ પ્રત્યેક દિશાએ સૂના તેજની જેવા અસ્ખલિત ગતિવાળા ઘોડેસ્વારીને માકલવાની આજ્ઞા કરી. ધનુમંત્રી તરતજ ત્યાંથી નાસી ગયા, અને તમારી માતાને દીર્ઘરાજાએ નરકની જેવા ચાંડાળના પાડામાં નાખ્યા.' ગુમડા ઉપર ફોલ્લિ થઈ હોય તેમ તાપસ પાસેથી આ વાર્તા સાંભળીને આત્ત થયેલા હુ દુ:ખ ઉપર દુઃખ પામીને કાંપિલ્ય નગરે ગયા. અને કપટથી એક કાપાલિકના લેષ લઈ ને ચંડાળના પાડામાં નિર'તર ઘેરઘેર ફરવા લાગ્યા, બેસવા લાગ્યા, અને જોવા