________________
પર્વ ૯ મું ' ,
૩૮૩ પગલે પગલે ચાલતું ત્યાં આવ્યું, અને સ્વામીનું દર્શન પામીને ખુશી થયું. પછી તે સૌન્યથી પરવારેલે ચક્રી પિતાના નગરમાં આવ્યો.
પેલી નાગકન્યા રેતી રોતી પિતાના પતિ પાસે ગઈ, અને તેને તેણીએ કહ્યું કે મનુષ્ય લેકમાં એક બ્રહ્મદત્ત નામે વ્યભિચારી રોગ છે. તે ફરતો ફરતો હમણું ભૂત રમણ અટવામાં આવ્યું હતો. હું મારી સખીઓની દક્ષિણીની પાસે જતી હતી, ત્યાં માર્ગમાં સરોવર આવતાં તેમાં નાન કરી બન્ને કરી છે હું તેના જોવામાં આવી. મને જઈને કામપીડિત થયેલા તેણે મારી સાથે જતા ઈચ્છાથી તેવી યાચના કરી, પણ હું અનિચ્છાથી રોવા લાગી, એટલે તેણે મને ચાબુકવકે મારી. મેં તમારું નામ લીધું, તે પણ ઐશ્વર્યથી ઉન્મત્ત થયેલા તેણે આટલીવાર સુધી મને મારી. પછી મરેલી ધારીને તજી દઈ ચાલ્યા ગયે. “આ પ્રમાણે સાંભળી તે નાગકુમાર અતિ કોપ પામ્યું. પછી રાત્રે પિતાના વાસગૃહમાં ગયેલા બ્રહ્મદત્તને મારવાને માટે તે ત્યાં આવ્યું. તે વખતે વાર્તા પ્રસંગે પટ્ટરાણીએ શ્રમદાને પૂછયું કે જ્યારે તમને અધ હરી ગયો, ત્યારે માર્ગમાં તમે કાંઈ નવીન જે . ત્યારે બ્રહ્મદરે ૫.પકારી નાગકન્યા અને ગેનિસ નાગની કથા કહી બતાવી અને પોતે તે દુરાચારીને શિક્ષા આપી તે પણ કહ્યું. આ સર્વ હકીકત પેલા નાગકુમારે અંતહિંતપણે સાંભળી, તેથી તે કાર્યમાં પિતાની પ્રિયાને જ દોષ જાણીને તેને કોપ તત્કાળ શાંત થઈ ગયે. તે સમયે બહાદત્ત શરીરચિંતાએ જવાને વાસગૃહની બહાર નીકળ્યો. એટલે કાંતિથી આકાશને પ્રકાશિત કરતા તે નાગકુમાર દેવને તેણે અંતરીક્ષમાં રહેલું . નાગકુમાર ગગને રહીને બોલ્યા કે “આ પૃથ્વીમાં દુર્વિનીતને શિક્ષા કરનારા બ્રહ્મદર રાજા જય પામે. હે રાજન! જે નાગકન્યાને તમે મારી હતી તે મારી પત્ની થાય છે. તેણીએ તે મને એવું કહ્યું હતું કે બ્રહ્મદર મારી ઉપર લુબ્ધ થઈને મને મારી છે. તે સાંભળી તમારી ઉપર કોપાયમાન થઈને તમને દહન કરવાની ઇચ્છાથી હું અહીં આવ્યું હતું, પણ મેં અદશ્ય રહીને તમારા મુખથી તેનું સર્વ ચેષ્ટિત સાંભળ્યું છે, તેથી ન્યાયતંત એવા તમે એ વ્યભિચારિણીને શિક્ષા કરી તે બહગ્ય કર્યું છે. તેના કહેવાથી જે મેં તમારું અમંગળ ચિંતવ્યું તેને માટે તમે મને ક્ષમા કરજે.” આ પ્રમાણે સાંભળીને બ્રહ્મદરા બેલ્યા કે-“હે નાગકુમાર ! તેમાં તમારે કાંઈ દેષ નથી, સ્ત્રીઓ માયાકપટવડે બીજાને ફષિત કરીને પિતાને દેજ ઢાંકી દે છે.” નાગકુમારે કહ્યું તે સત્ય છે. સ્ત્રીઓ ખરેખર માયાવી હોય છે. હવે આવા ન્યાયથી હું તમારી ઉપર સંતુષ્ટ થયો છું; માટે કહો, તમા રુ' શું કામ કરું ?” બ્રહ્મતે કહ્યું કે “મારા રાજ્યમાં કદિ પણ વ્યભિચાર, ચેરી કે અપમૃત્યુ થાય નહીં તેવું કરો.” નાગકુમારે કહ્યું કે તે પ્રમાણે થાએ, પણ હું તમારી એવી પરાર્થે વાચન સાંભળી વિશેષ સંતુષ્ટ થયે છું; માટે હવે તમારા સ્વાર્થને માટે પણ કાંઈક યાચના કરો.” બ્રહ્મદત્ત વિચારીને બે કે હું બધા પ્રાણીઓની વાણી સારી રીતે સમજી શકું તેમ કરો.” નાગકુમારે કહ્યું કે “એ વરદાન આપવું મુશ્કેલ છે, છતાં હું તમને આપું છું ! પરંતુ જો તમે તે વાત બીજાને જણાવશો તે તમારા મસ્તકના સાત ભાગ થઈ જશે. આ પ્રમાણે કહીને નાગકુમાર સ્વસ્થાનકે ગયે. - એક વખતે બ્રહ્મદત્તકુમાર પિતાની વલ્લભાની સાથે શૃંગારગૃહમાં ગયા. ત્યાં ગૃહગેઘાએ ગૃહગંધને કહ્યું કે, “હે પ્રિય! રાજાના અંગરાગમાંથી થોડું લાવી આપો, જેથી મારો દેહદ(મને રથ) પૂરો થાય.” ગુડગે ધે કહ્યું, “શુ તારે મા શરીરનું કામ નથી કે જેથી તું મને તે લાવવા કહે છે? કેમકે તે અંગરાગ લેવા જતાં હું મરણ પામું.' આ પ્રમાણે તેઓની વચ્ચે થતી વાતચીત સાંભળીને રાજા હસી પડયા એટલે રાણીએ રાજાને