________________
૯ સુ
૩૮૧
જાની આજ્ઞાથી તે બ્રાહ્મણે
તે સાંભળી ચક્રીએ વિચાયુ કે મા બ્રાહ્મણની યાગ્યતા અમીને ખણાય છે.” પછો તેને પાતાને ઘેરથી પહેલે દિવસ દીનાર અને ભાજન અપાવ્યું ભરતક્ષેત્રમાં અનુક્રમે બધે ઘેર ભાજન કરવા માંડયુ અનેં અને તન કરવા લાગ્યા કે બધે જમીને પાછે ફરીને રાજાને ઘેર જમીશ; પરંતુ તે ચા કરતે પણ રાજલેાજન મેળવ્યું નહી. એવી રીતે વ્યર્થ કાળ ગુમાવતા તે ભટ અન્યા મૃત્યુ પામી ગયા.
એક દિવસે બ્રહ્મદત્ત ચક્રવતી' નાટથસ'ગીત જોતા રાજસભામાં બેઠા હતા, તેવામાં એક દાસીએ આવીને દેવાંગનાએ ગુથ્યા હોય તેવા એક વિચિત્ર પુષ્પના દડો તેને આપ્યા. તેને જોઈ બ્રહ્મદત્તને વિચાર થયા કે આવા પુષ્પદડા કાઈ ઠેકાણે પૂર્વે મે જોયેલા છે.' એમ વાર'વાર ઉહાપોહ કરતાં તેને પૂર્વના પાંચ ભવ બતાવનારુ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયુ, તત્કાળ તે મૂર્છા પામ્યા, તે વખતે તેને યાદ આવ્યુ કે પૂર્વે આવા દડા મે' સૌધર્મ દેવલાકમાં જોયા હતા.' પછી ચંદનજળથી સિંચન કરવાવડે સ્વસ્થ થઈ ને તે ચિંતવવા લાગ્યા કે હવે મારા પૂર્વ જન્મનો સહેાદર મને કયાં મળશે ?’ પછીતેને ઓળખવા માટે બ્રહ્મદત્તે એક અર્ધા શ્લાકની સમશ્યા આ પ્રમાણે રચી-‘સામ્યવાસૌરૃની 'સૌ માત`ગાવની તથા” આ અ લેાકની સમસ્યા જે પૂરી કરશે તેને હું મારુ અર્ધું રાજ્ય આપીશ” એવી આધાષણા આખા નગરમાં કરાવી. સવ લોકોએ આ અર્ધા ગ્લાને પેાતાના નામની પેઠે કંઠે કર્યા, પણ કાઈ તેને પૂરા કરી શકયું નહીં.
હવે ચિત્રનો જીવ જે પુરિમતાલ નગરમાં એક ધનાઢયને ઘેર પુત્રપણે અવતર્યા હતા, તે જાતિસ્મરણ થવાથી દીક્ષા લઈ ને વિહાર કરતા કરતા અહીં આવી ચઢળ્યા. નગરની બહાર મનોરમ ઉદ્યાનમાં એક પ્રાસુક સ્થળ ઉપર તે મુનિ રહ્યા. ત્યાં જળનો રેટ ફેરવનાર માણસ તે અર્ધા શ્લોક ખાલતા હતા. તે તેમના સાંભળવામાં આવ્યા. તેથી તરત તેમણે નવા નૌષષ્ઠિા જ્ઞાતિરોડમ્પામ્યાં વિચુખ્તો:” આ પ્રમાણે તે શ્લાકનું... ઉત્તરાર્ધ પૂરું' કર્યુ. અને તે પ્રમાણે ખેલવા લાગ્યા. તે સાંભળી તે પ્રમાણેના ઉત્તરાર્ધ ને જાણી લઇ ને તે રેંટવાળા માણસે રાજા આગળ આવી તે પ્રમાણે શ્લાક પૂરો કરી આપ્યા, એટલે ચક્રીએ પૂછ્યુ કે “આ ઉત્તરાનો કર્તા કાણુ છે ?” ત્યારે તેણે તે મુનિનું નામ લીધું. જેથી તે પુરુષને પુષ્કળ ઈનામ આપીને ચક્રી અતિ ઉત્કંઠાથી જાણે અભિનવ ધર્મ વૃક્ષ ઊગ્યુ હોય તેવા તે મુનિને જોવા માટે ઉદ્યાનમાં આવ્યા. પછી તે મુનિને વાંઢી નેત્રમાં અશ્રુ લાવીને પૂર્વ જન્મની પેઠે સ્નેહ ધરી તે તેમની આગળ બેઠે. એટલે કૃપારસના સાગર મુનિએ ધર્મ લાભરૂપ આશીર્વાદ આપી રાજાના અનુગ્રહને માટે ધમ દેશના આપવા માંડી:
“હે રાજનૢ ! આ અસાર સસારમાં ખીજું કાંઈ પણ સાર નથી, માત્ર કાદવમાં કમળની જેમ એક ધર્માંજ સાર છે. આ શરીર, ચૌવન, લક્ષ્મી, સ્વામિત્વ, મિત્ર અને બાંધવ-તે સ પવને કપાવેલી પતાકાના છેડાની જેમ ચંચળ છે. હે રાજન ! જેમ તમે પૃથ્વી સાધવાને માટે અહિરંગ શત્રુઓને જીતી લીધા, તેમ મેાક્ષ સાધવાને માટે હવે અંત રંગ શત્રુઓને પણ જીતા. રાજહંસ જેમ જળને છેડીને દુધને ગ્રહણ કરે તેમ તમે બીજું બધુ છેાડી દઇને તિધર્માંને ગ્રહણ કરો !'' બ્રહ્મદત્ત મેલ્યા- હે માંધવ ! સદ્ભાગ્યના યાગથી મને તમારાં દર્શન થયાં છે, આ રાજ્યલક્ષ્મી સ તમારીજ છે, માટે રૂચિ પ્રમાણે ભાગ ભાગવા. તપનું ફળ ભેગ છે, તે મળ્યા છતાં તમારે હવે શા માટે તપ કરવું... જોઈએ ? કેમકે સ્વયમેવ પ્રત્યેાજન સિદ્ધ થયા પછી કયા પુરુષ પ્રયત્ન કર્યા કરે ?' મુનિ બાલ્યા “હે રાજન્ ! મારે ઘેર પણ કુબેરના જેવી સંપત્તિ હતી, પણ ભવભ્રમણનો ભય ધરીને મે'