Book Title: Trishashti Shalaka Purush Charitra Part 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 422
________________ પૂર્વ ૯ મુ ૩૭૯ માગે) માકલવા પ્રયાણ કર્યું... તે વખતે દીર્ઘ રાજાના રાખ નામના તે આવીને કટક રાજાને કહ્યું કે દીર્ઘરાજાની સાથે તમારે ખાલ્ય મૈત્રી છે, તે છેાડી દેવી યુક્ત નથી.’ તે સાંભળીને કટક રાજા ખેલ્યો કે “હે કૃત ! પૂર્વે બ્રહ્મ રાજા સહિત અમે પાંચે સહેાદર જેવા મિત્ર હતા. બ્રહ્મ રાજા સ્વગે ગયા પછી તેનો પુત્ર બાળક હોવાથી અમે તેનું બધું રાજ્ય રક્ષણ કરવા માટે દીર્ઘ રાજાને સાંપ્યું, એટલે તે તેા જાણે પાતાનુ જ રાજ્ય હોય તેમ તેને ભાગવવા લાગ્યો, માટે એ દ્વીઘને ધિક્કાર છે ! કેમકે ‘સાચવવા સેાંપેલા પાને તો ડાકણ પણ ખાતી નથી.' બ્રહ્મરાજાના પુત્રરૂપ થાપણના સબધમાં દીર્ઘ રાજાએ જે આત પાપ આચયુ' છે, તેવું પાપ કાઇ ચાંડાળ પણ કરે નહી', માટે હે શંખ ! તુ' જઇને તારા દીર્ઘ રાજાને કહે કે બ્રહ્મવ્રુત્ત લશ્કર લઈને આવે છે, માટે તેની સાથે યુદ્ધ કર અથવા નાસી જા.” આ પ્રમાણે કહીને દૂતને વિદાય કર્યા, બ્રહ્મદત્તકુમાર અવિચ્છિન્ન પ્રયાણ કરતો કાંપિલ્યપુર પાસે આવી પહેાં. આકાશની સહાયવડે સૂર્ય સાથે મેઘની જેમ દીર્ઘ રાજાએ તેની સાથે યુદ્ધ કરવાની ઈચ્છા કરી, અને માટો સર્પ જેમ દંડથી આક્રાંત થઈ ખિલમાંથી બહાર નીકળે તેમ રણમાં સારભૂત એવા સવ ખળથી તે નગરની બહાર નીકળ્યો. તે વખતે બ્રહ્મરાજાની સ્ત્રી ચુલનીને અત્યંત વેરાગ્ય ઉત્પન્ન થયો, તેથી તે પૂર્ણા નામની પ્રવૃત્તિની પાસે વ્રત લઈ ને અનુક્રમે મેક્ષે ગઈ. અહી રણભૂમિમાં મોટા મગર જેમ નદીના નાના મગરને મારે તેમ દીર્ઘ રાજાના અગ્ર સુભટોને બ્રહ્મદત્તના સુભટોએ મારી નાખ્યા. તે જોઈ ક્રેાધવડે ઊંચી ભ્રુગુટીથી ભય`કર મુખ કરતો દીધ વરા હની જેમ શત્રુ ઉપર દોડયો અને પ્રહારો કરવા લાગ્યા. બ્રહ્મદત્તનું પાયદળ, રથ, અને સ્વાર પ્રમુખ સૈન્ય નદીના પૂરની જેમ વેગવાળા દીર્ઘરાજાએ વીખેરી નાંખ્યુ. તે વખતે ક્રોધથી રાતાં નેત્ર કરતો બ્રહ્મકુમાર હાથીની સામે હાથીની જેમ ગર્જના કરતા દીર્ઘરાજાની સામે જાતે યુદ્ધ કરવા આવ્યા. પ્રલયકાળના સમુદ્ર જેમ કલ્લેાલથી કલ્લાલને તેાડે, તેમ બને બળવાન વીરા એકબીજાનાં અસ્ત્રો તેાડવા લાગ્યા. તે વખતે સેવકની જેમ અવસર જાણીને કાંતિને પ્રસારતું અને દિશાઓના સમૂહને અર્થાત્ સ દિશાઓમાં રહેલા રાજાઓને છતે તેવુ ચક્રરત્ન બ્રહ્મદત્તની સમીપે પ્રગટ થયું, જેથી તત્કાળ બ્રહ્મકુમારે તે ચક્રથી દીર્ઘ રાજાના પ્રાણને હરી લીધા. “વીજળીને ચંદનાને મારવાનાં બીજા સાધનાની શી જરૂર છે ?” તે વખતે ‘આ ચક્રવત્તી` જય પામે' એમ ચારણભાટની જેમ ખાલતા દેવતાઓએ બ્રહ્મદત્તની ઉપર પુષ્પવૃષ્ટિ કરી. પછી પિતાની જેમ, માતાની જેમ અને દેવતાની જેમ પુરજનાએ જોયેલા બ્રહ્મદત્ત ચક્રીએ અમરાવતીમાં ઇંદ્ર પ્રવેશ કરે તેમ કાંપિલ્યપુરમાં પ્રવેશ કર્યાં. ત્યારપછી તેણે પ્રથમ પરણેલી સંસ્ત્રીઓને ત્યાં ખેાલાવી લીધી, અને તે સીએમાં કુરૂક્ષ્મતીને સ્રીરત્ન તરીકે સ્થાપન કરી. અન્યદા ભરતક્ષેત્રને સાધવાને માટે બ્રહ્મદત્ત ચક્રવ્રત્તી ચક્રની પછવાડે અગણિત સૈન્ય સહિત ચાલ્યા. પૂર્વે નૃપશ્રેષ્ઠ શ્રી ઋષભદેવે રાજ્ય તજીને દીક્ષા લેતી વખતે સ પુત્રોમાં માતા ભરતને મુખ્ય રાજ્ય આપ્યુ હતું, અને બીજા નવાણું પુત્રોને જુદા જુદા દેશ વહેંચી આપી ચારિત્ર લઇ તપસ્યા કરીને મેક્ષે ગયા હતા, ત્યારથી તે પુત્રોનાં નામ પ્રમાણે તે તે દેશાનાં નામ પડવાં હતાં. તે આ પ્રમાણે-પૂર્વ દિશામાં પ્રગમ, મસ્તક, પુત્રાંગારક, મલ્લ, અંગ, અમ લય, ભાવ, પ્રાગ્જ્યાતિષ, વશ, મગધ, અને માસત્તિક-દક્ષિણ દિશામાં ખણુમુક્ત, વૈ, વનવાસિષ્ઠ, મહીયક, વનરા, તાત્રિક, અશ્મઢંડક, કલિંગ, ઈષેક, પુરુષ, મૂલક અને કુંતલ

Loading...

Page Navigation
1 ... 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472