________________
३८०
સર્ગ ૧ લે પશ્ચિમ દિશામાં દુર્ગ, સૂર્પારક, અબ્દ, અર્ચકલી, વનાયસ્ત, કાક્ષિકા, નર્ત સારિક, માદેવ, રૂરૂ, કચ્છ, સુરાષ્ટ્ર, નર્મદ, સારસ્વત અને તાપસ-ઉત્તર દિશામાં કુરૂજાંગલ, પંચાલ, સૂરસેન, પચ્ચર, કલિંગ, કાશી, કૌશલ, ભદ્રકા૨, વૃક, અર્થક, વિગર્ત, કોસલ, અંબષ્ટ, સાવ, મસ્ય, કુનીયક, મૌક, વાહીક, કબજ, મધુ, મદ્રક, આત્રેય, યવન, આભીર, વાન, વાનસ, કેક્ય, સિંધુ, સૌવીર, ગાંધાર, કાથ, તોષ, દસેરક, ભારદ્વાજ, અમૂ, અશ્વપ્રસ્થાલ, તાણું કર્ણક ત્રિપુર, અવંતિ, ચેદિ, કિષ્કિન્ધ, નિષધ, દશાર્ણ, કુસુમણું, નપલ, અંતપ, કેસલ, દામ, વિનિહોત્ર અને વદિશ. આ દેશે વિંધ્યાચળના પૃષ્ઠ ભાગે છે. વિદેહ, ભત્સ, ભદ્ર, વજ, સિંડિંભ, રૌડવ, કુત્સ અને ભંગ આ દેશે પૃથ્વીના મધ્યભાગે છે.
પ્રારંભમાં માગધાધીશને સાધીને વરદામ, પ્રભાસ, કૃતમાલ અને બીજા દેવેને પણ બ્રહ્મદરે અનુક્રમે સાધી લીધા. પછી બ્રહાદત્ત ચક્રીએ ચક્રને અનુસરીને નવાણું દેશો પણ સ્વયમેવ સાધી લીધા, અને ત્યાંના રાજાઓના સમૂહને વશ કર્યો. જુદા જુદા સ્વામીઓનું ઉમૂલન કરીને પખંડ પૃથ્વીના પિતે એકજ સ્વામી થઈ તેને એક ખંડ જેવી કરી દીધી. પછી સર્વ રાજાઓના મુગટપર જેનું શાસન લાલિત થયેલું છે એવા બ્રહ્મદત્ત સર્વ શત્રુઓને દબાવી દઈને કાંપિલ્યપુર તરફ ચાલ્યા. જે સૈન્યથી પૃથ્વીનું અને તેની ઉખડેલી રજથી આકાશનું આચ્છાદન કરતા હતા, અને છડીદારની જેમ આગળ ચાલતું ચક્ર જેને માર્ગ બતાવતું હતું, એવા ચૌદ રત્નના સ્વામી અને નવ નિધિઓના ઈશ્વર બ્રહ્મદત્ત ચક્રી અવિચ્છિન્ન પ્રયાણથી ચાલતા અનુક્રમે પોતાના નગર સમીપે આવી પહોંચ્યા. પછી વાજિ. ત્રોના ધ્વનિના મિષથી જાણે પોતેજ હર્ષથી સંગીત કરતું હોય તેવા કાંપિલ્ય નગરમાં બહાદર પ્રવેશ કર્યો. ત્યાં સર્વ દિશાઓમાંથી આવી આવીને એકઠા થયેલા બત્રીસ હજાર
પોએ ભારતની જેમ તેને ચક્રવતી પણાને દ્વાદશ વાર્ષિક અભિષેક કરવાનો આરંભ કર્યો.
પૂર્વે જ્યારે બ્રહ્મદત્ત એકાકી ફરતો હતો, તે વખતે કોઈ બ્રાહ્મણ તેને સહાય આપીને સુખ દુઃખન વિભાગી થયું હતું. તે વખતે બ્રહ્મદરો તેને કહેલું કે “જ્યારે મને રાજ્ય મળે, ત્યારે તું સત્વર આવીને મને મળજે.” આ સંકેત કરેલ હેવાથી તે બ્રાહ્મણ આ વખતે બ્રહ્મદત્તની પાસે આવ્ય; પરંતુ રાજ્યાભિષેકની વ્યગ્રતાથી તેને રાજ્યમહેલની અંદર પ્રવેશ પણ થઈ શક્યો નહીં, તેથી રાજ દ્વારમાંજ બેસી રહીને તેણે રાજાની સેવા કરવા માંડી. રાજ્યાભિષેકની ક્રિયા સંપૂર્ણ થયા પછી બ્રહ્મદત્ત ચકી રાજમહેલની બહાર નીકળ્યા. ત્યારે તે બ્રાહ્મણ પોતાને ઓળખાવવાને માટે જુનાં ઉપનહૂનીવજા કરી જ રહ્યો. બીજી ધ્વજાઓથી વિલક્ષણ વિજાવાળા તે બ્રાહ્મણને જોઈને ચક્રીએ છડીદારને પૂછયું કે “અપૂર્વ વિજા કરનાર આ પુરુષ કોણ છે ?” છડીદારે કહ્યું કે “બાર વર્ષ સુધી આપની સેવા કરનાર તે પુરુષ છે.” બ્રહ્મદ બોલાવીને પૂછયું કે “આ શું?” તે બ્રાહ્મણ બે - “હે નાથ! તમારી સાથે ફરી ફરીને મારાં આટલાં ઉપાન ઘસાઈ ગયાં, તથાપિ તમે મારી ઉપર કપા કરી નહીં'.' ચક્રવતી તેને ઓળખીને હસી પડયા, અને તેને સેવા કરવા માટે રાજદ્વારમાં આવતાં ન રોકવાની દ્વારપાળને આજ્ઞા કરી. પછી તેને સભાસ્થાનમાં બોલાવીને કહ્યું કે “ભટજી! કહો, તમને શું આપું?” બ્રાહ્મણ બોલ્યો કે “મને ભોજન આપો.” ચક્રીએ કહ્યું કે “આવું અ૫ શું માગ્યું? કોઈ દેશ માગી લે.” એટલે જિહ્વાલંપટ બ્રાહ્મણ બેલ્યો કે રાજ્યનું ફળ પણ ભેજનક છે, માટે મને તમારા ઘરથી આરંભીને આખા ભરતક્ષેત્રમાં ઘેર ઘેર ભેજન અને એક દીનાર દક્ષિણામાં મળે તેવો હુકમ કરો.” * પગરખાં, જેડા.