________________
પર્વ ૯ સુ
૩૭૫
થયેલા વિરહાગ્નિથી પીડિત એવી મને શાંત કરો.” બ્રહ્મદત્ત તેમ કરવાને અંગીકાર કર્યું . પછી તેણીના અનુરાગની જેમ તેને પણ રથમાં બેસાડી. આગળ ચાલતાં ‘અહીંથી કયાં જશું?? એમ તેને પ્રીતિથી પૂછ્યું, એટલે તે ખેલી કે ‘અહી મગધપુરમાં ધનાવહુ નામે મારા કાકા રહે છે, તે આપણા ઘણા સત્કાર કરશે, માટે તે તરફ ચાલે.' આવી રહ્તવતીની વાણીથી બ્રહ્મદત્ત મત્રીપુત્રને સારથિ કરીને તે બાજુ ઘેાડા હાંકાવ્યા. ક્ષણવારમાં કૌશાંખીના પ્રદેશને ઉલ્લધીને બ્રહ્મદત્ત વિગેરે જાણે યમરાજનું સ્થાન હોય તેવી ભયકર અટવીમાં આવી પહોંચ્યા. ત્યાં મુકટક અને કટક નામના બે ચારની સેનાના નાયક હતા; તેઓએ હાથી જેમ શ્વાનને રૂપે તેમ બ્રહ્મદત્તને રૂધ્યા, અને કાળરાત્રિના જાણે બે પુત્ર હોય તેવા તે સૌન્ય સહિત ચારનાયકાએ આકાશમાં મંડપ રચે તેમ ખાણાથી તેમને આચ્છાદન કરી દીધા. તે વખતે મેઘ જેમ જળધારાથી દાવાનળને નિષેધે, તેમ ધનુષ્ય ધારણ કરેલા બ્રહ્મદત્તકુમારે ગર્જના કરીને ખાણેાવડે તે ચારાની સેનાને નિષેધી, કુમારનાં બાણાના વરસાદથી તે ખ'ને ચારનાયકા સૈન્ય લઈને નાસી ગયા, કેમકે “સિંહ પ્રહાર કરે ત્યારે હરણ કેમ ટકી શકે ?” પછી મંત્રીપુત્ર કુમારને કહ્યુ, ‘સ્વામિન્! યુદ્ધ કરીને થાકી ગયા હશેા, માટે બે ઘડી આ રથમાં જ સુઈ જાઓ.' એટલે યુવાન હાથી જેમ હાથિણી સાથે પર્વતના નિતંબ પર સુવે, તેમ બ્રહ્મદત્ત રત્નવતી સાથે રથમાં સુઈ ગયા. અનુક્રમે રાત્રી પ્રભાતરૂપે થઈ એટલે તેઓ એક નદી સમીપે આવ્યા. ત્યાં ઘેાડાઓ શ્રાંત થવાથી ઊભા રહ્યા અને કુમાર પણ જાગ્રત થયા. જાગીને જુએ છે તેા રથના અગ્રભાગમાં મત્રીકુમારને દીઠા નહીં, એટલે ‘તે જળ લેવાને ગયેલ હશે' એવું ધારી તેણે વારંવાર ઘણી બૂમા પાડી, પણ તેને પાછા જવાબ મળ્યા નહીં અને રથના અગ્રભાગને ૫'કિલ જોયા, એટલે તે ‘અરે હું હણાઇ ગયા’ એમ વિલાપ કરતા સતા રથમાં મૂર્છા ખાઈને પડયા. ઘેાડીવારે સંજ્ઞા પામીને ખેલ્યા કે ‘અરે મિત્ર વરધનુ ! તું કયાં ગયા ?' આ પ્રમાણે આક્રંદ કરતા બ્રહ્મદત્તને રત્નવતી સમજાવવા લાગી− “ હે નાથ ! તમારા મિત્ર વરધનુ મૃત્યુ પામ્યા નથી એમ નિશ્ચય થાય છે, માટે વાણીમાત્રથી પણ તેનુ' અમંગળ કરવુ' ઉચિત નથી, તે અવશ્ય તમારા કાર્યને માટે કોઈ સ્થાનકે ગયેલ હશે, કેમકે ઉત્તમ મ`ત્રીએ સ્વામીને પૂછ્યા વગર પણ સ્વામીના કાને માટે જાય છે. તમારા ઉપરની ભક્તિથીજ રક્ષણ કરાયેલા જરૂર તે પાછા આવશે, કારણ કે સેવકાને સ્વામીભક્તિના પ્રભાવ જ કવચરૂપ થાય છે.' વળી જ્યારે આપણે સ્થાનકે પહેાંચશું, ત્યારે માણસે મોકલીને તેની ગવેષણા કરાવશું. હમણાં આ ચમરાજની જેવા વનમાં વધારે રોકાવું ચેાગ્ય નથી.” આવાં રત્નવતીનાં વચનથી બ્રહ્મદો અશ્વોને હડકાર્યા. થાડા વખતમાં મગધ દેશની ભૂમિના સીમાડાના ગામમાં આવ્યા. “ અશ્વને અને પવનને શુ' દૂર છે ?”
તે ગામના નાયક સભા કરીને બેઠા હતા, તે બ્રહ્મદત્તને જોતાં જ તેને પેાતાને ઘેર લઈ ગયા. ‘મહત્પુરુષા અજાણ્યા હોય તે પણ માત્ર મૂર્ત્તિનાં દર્શનથી જ પૂજાય છે.’ ગ્રામાધિપે પૂછ્યુ ́ કે ‘તમે શાકગ્રસ્ત કેમ જણાએ છે ? ’ બ્રહ્મદત્તે કહ્યું કે એક મારા મિત્ર ચાર લેાકાની સાથે યુદ્ધ કરતાં કયાંક ચાલ્યા ગયા છે.’ ગ્રામાધિપે કહ્યું કે સીતાની શેાધ જેમ હનુમાન લાવ્યા હતા, તેમ હું તમારા મિત્રની શેાધ લાવીશ.' આ પ્રમાણે કહીને તે ગ્રામાં ધીશ તે મહાટવીમાં સર્વત્ર ફરી વળ્યા. પછી તેણે પાછા આવીને કહ્યું કે ‘આખા વનમાં કોઈ પણ મનુષ્ય જોવામાં આવ્યું નહીં, માત્ર પ્રહાર કરવાથી પડી ગયેલુ આ એક ખાણુ મારે હાથ આવ્યુ છે,’ તેનાં આવાં વચન સાંભળીને ‘જરૂર વરધનુ માર્યા ગયા’ એમ ચિ’તા