________________
પર્વ ( મું લાગે. તે લેકે મને ત્યાં ભમવાનું કારણ પૂછતા ત્યારે હું કહે કે “હું માતંગી (ચાંડાલી) વિદ્યા સાધું છું, તેનો એ કપ છે.” ત્યાં ભમતાં ભમતાં ત્યાંના રક્ષકની સાથે મારે વિશ્વાસપાત્ર મૈત્રી થઈ. “માયાથી શું સાધ્ય થતું નથી ?”
એક દિવસે મેં તે રક્ષકની પાસે મારી માતાને કહેવરાવ્યું કે “તમારા પુત્રનો મિત્ર કડિય મહાવ્રતધારી થાય છે, તે તમને અભિનંદન કરે છે.” બીજે દિવસે હું જાતે માતાની પાસે ગયો, તેમને પિલી ગુટિકા સહિત બીજેરાનું ફળ આપ્યું. તે ફળ ખાધાથી મારી માતા સંજ્ઞા રહિત થઈ ગયાં, એટલે કેટવાળે તેમને મરેલા ઘારીને રાજાને જણાવ્યું. રાજાએ તેના શરીરના સંસ્કારને માટે પિતાના સેવકને આજ્ઞા કરી. તે વખતે તેમની પાસે જઈને મેં કહ્યું કે “અરે રાજપુરુષો ! જો આ વખતે આ સ્ત્રીને મૃતસંસ્કાર કરશે તે રાજાની ઉપર મોટો અનર્થ થશે.” તે સાંભળી તેઓ ચાલ્યા ગયા. પછી મેં પેલા પુરરક્ષકને કહ્યું કે ‘જો તુ સહાય આપે તો સવ લક્ષણવાળી આ સ્ત્રીના શબવડે હું એક માત્ર સોધુ.' પુરરક્ષકે તેમ કરવાની હા પાડી એટલે તેની સાથે સાયંકાળે માતાને દ્વર સ્મશાનમાં લઈ ગયો. ત્યાં માયા– કપટવડે શુદ્ધ થંડિલ (જમીન) ઉપર મેં મંડળ વિગેરે કર્યા. પછી નગરદેવીઓને બળિદાન આપવા માટે તે લેવા સારુ મેં તે આરક્ષકને મોકલ્યો. તેના ગયા પછી મેં મારી માતાને બીજી ગુટિકા આપી. એટલે તત્કાળ નિદ્રાને છેદ થયો હોય તેમ તે બગાસાં ખાતી ખાતી સચેત થઈ. પ્રથમ તો તે રૂદન કરવા લાગ્યાં, એટલે મેં મારી ઓળખાણ આપીને તેમને શાંત કર્યા. પછી કરછ ગામમાં રહેતા મારા પિતાના મિત્ર દેવશર્માને ઘેર તેમને લઈ ગયા. ત્યાંથી નીકળીને અનેક સ્થાનકે પરિભ્રમણ કરતો અને તમને શોધતા શોધતે અહીં આવે. સારા ભાગ્યે મારા પુણ્યના રાશિ જેવા તમે અહીં* મારા જેવામાં આવ્યા.” આ પ્રમાણે પિતાને સર્વ વૃત્તાંત કહીને પછી વરધનુએ પૂછ્યું “હે બંધુ ! મારાથી જુદા પડયા પછી તમે કયાં ગયા અને શી રીતે રહ્યા તે કહો.” એ દરે પિતાને સર્વ વૃત્તાંત તેને નિવેદન કર્યો. અને મિત્ર આ પ્રમાણે વાત કરે છે તેવામાં કઈ એ આવીને તેમને કહ્યું કે “આ ગામમાં દીર્ઘરાજાના સુભટો આવ્યા છે. તેઓ તમારા બનેની જેવા રૂપની આકૃતિઓ બતાવી ગામના લોકોને પૂછે છે કે આવી આકૃતિવાળા કઈ બે પુરુષ અહીં આવ્યા છે ? તે વાણી સાંભળીને હું અહીં આવ્યા, ત્યાં તે તમને બને તેવી જ આકૃતિવાળા મેં અહી જોયા, માટે હવે તમને જેમ રૂચે તેમ કરે. આ પ્રમાણે કહીને તે પુરુષ ચાલે ગયે. પછી બ્રહ્મદત્ત અને મંત્રીપુત્ર બંને હાથીના બચ્ચાની જેમ તત્કાળ અરણ્યમાં નાસી ગયા. અનુક્રમે તેઓ કૌશાંબી પુરી પાસે આવ્યો.
તે નગરીના ઉદ્યાનમાં તે નગરના રહેનારા સાગરદત્ત શેઠન અને બુદ્ધિલના કુકડાની લડાઈ થતી હતી, તેમાં હારજીત ઉપર એક લક્ષ દ્રવ્યનું પણ કરવામાં આવ્યું હતું. તે આ બન્ને કુમારના જોવામાં આવ્યું. બંને કુકડા ખેંચવાના સાણસા હોય તેવા તીક્ષણ નથી અને ચાંચેથી ઉછળી ઉછળીને યુદ્ધ કરતા હતા. તેમાં સાગરદત્તને કુકડે જાતિવાનું હતું, બુદ્ધિલનો કુકડે જાતિવાનું નહે. ડીવાર યુદ્ધ થયા પછી બ્રહ્માદરે બુદ્ધિલના કુકડાના પગમાં યમરાજની દૂતી જેવી તીક્ષણ લેઢાની સોયે જોઈ તેની બુદ્ધિને ખબર પડતાં તેણે છાની રીતે અર્ધલાખ દ્રવ્ય બ્રહ્મદત્તને આપવાને ઇચ્છયું. તથાપિ તે ન સ્વીકારતાં તે વૃત્તાંત લોકોને જણાવ્યું. પછી બ્રહ્મદરે પેલી લેઢાની સોય ખેંચી લઈને બુદ્ધિલના કુકડાને સાગરશ્રેણીના કુકડાની સામે ફરીવાર યુદ્ધ કરવા જેડડ્યા, એટલે સોય વગરના બુદ્ધિલના કુકડાને સાગરશેઠના કુકડાએ ક્ષણવારમાં ભગ્ન કરી નાખ્યું. “કપટીનો જય કયાં સુધી થાય?” એ