________________
સ
૧
લે
કરતાં બ્રહ્મદત્તને શેકની જેવી જ અંધકારયુક્ત રાત્રી પ્રાપ્ત થઈ. રાત્રીને ચોથે પહેરે ત્યાં ચાર આવ્યા, તેઓ કામદેવથી પ્રવાસીઓ જેમ સ્વસ્થાને જાય તેમ કુમારના બળથી ભગ્ન થઈને નાસી ગયા.
બીજે દિવસે તે ગ્રામણને લઈને કુમાર ત્યાંથી અનુક્રમે રાજગૃહીપુરીએ આવ્યું, ત્યાં રત્નાવતીને નગરની બહાર તાપસના આશ્રમમાં રાખીને તેણે નગરમાં પ્રવેશ કર્યો. નગરમાં પેસતાંજ એક હવેલીના ગોખમાં બેઠેલી જાણે સાક્ષાત્ રતિ અને દ્રીતિ હોય તેવી બે નવયૌવના સ્ત્રીઓ તેના જોવામાં આવી. તે સ્ત્રીઓ કુમારને જોતાં તરત જ બોલી કે “અરે ભદ્ર! તે વખતે પ્રેમીજનને છોડીને તમે ચાલ્યા ગયા તે શું તમને યોગ્ય લાગે છે ?” બ્રહ્મદર બે કે “મારા પ્રેમીજન કેણ? મેં તેને કયારે ત્યાગ કર્યો? હું કોણ છું? અને તમે એ પણ કોણ છો ?' તે બેલી-“હે નાથ ! પ્રસન્ન થાઓ, અહીં પધારો અને વિશ્રામ .' તેમનાં આવાં મધુર આલાપથી બ્રહ્મદત્ત મનની જેમ તેના ઘરમાં ગયે, એટલે તેણીએ બ્રહ્મદત્તને થે ડીવાર બેઠા પછી સ્નાન ભોજન કરાવ્યું. પછી તેઓએ પોતાની સત્ય કથા કહેવા માંડી.
“વિદ્યાધરનું નિવાસસ્થાન, સુવર્ણમય શિલાઓથી નિર્મળ અને જાણે પૃથ્વીનું તિલક હોય તે વૈતાઢય નામે પર્વત છે. તેની દક્ષિણ શ્રેણીમાં શિવમંદિર નામના નગરમાં અલકાપુરીમાં કુબેરની જેમ જવલનશિખ નામે રાજા છે. મેઘને વિદ્યુતની જેમ તે વિદ્યાધરપતિ રાજાને કાંતિથી દિશાઓના મુખને પ્રકાશિત કરનારી વિધ્વચ્છિખા નામે પ્રિયા છે. તેમને નાટયોન્મત્ત નામને પુત્ર અને તેનાથી નાની ખંડા અને વિશાખા નામે અમે બે પ્રાણપ્રિય પુત્રીએ છીએ. એક વખતે પિતાના મહેલમાં અમારા પિતા તેમના અગ્નિશિખ નામના મિત્રની સાથે વાર્તાલાપ કરતા હતા, તેવામાં આકાશમાં અષ્ટાપદગિરિ ઉપર જતા દેવતાઓ તેમના જેવામાં આવ્યા, એટલે અમને અને તેમના મિત્ર અગ્નિશિખાને લઈને તે તીર્થયાત્રા કરવા ચાલ્યા. ઈષ્ટજનને જરૂર ધર્મકાર્યમાં જોડવા.” અમે અષ્ટાપદગિરિપર પહોંરયા, એટલે ત્યાં મણિનિમિત, પિતપિતાના માન અને વર્ણ સહિત વીશે તીર્થક રની પ્રતિમાઓ દીઠી. પછી યથાવિધિ સ્નાન, વિલેપન અને પૂજા કરીને ત્રણ પ્રદક્ષિણા પૂર્વક અને અસમાહિતપણે તેમની વંદના કરી. પછી અમે પ્રાસાદમાંથી નીકળીને આગળ ચાલ્યા, એટલે રક્ત અશેકવૃક્ષની નીચે મૂર્તિમાન તપ અને શમ હોય તેવા બે ચારણશ્રમણ મુનિને બેઠેલા જોયા. તેમને નમસ્કાર કરી તેમની આગળ બેસીને અજ્ઞાનરૂપ અંધકારને છેદવામાં કૌમુદી જેવી ધર્મદેશના શ્રદ્ધાપૂર્વક અમે સાંભળી. દેશનાને અંતે અગ્નિશિખે પૂછયું કે “આ બે કન્યાનો પતિ કે શું થશે?” તેઓ બોલ્યા કે જે તેમના ભાઈને મારી નાખશે. તે તેમના પતિ થશે.” આવી મનિની વાણીથી હિમથી ચંદ્રની જેમ અમારા પિતા લાનિ પામી ગયા, એટલે અમોએ વૈરાગ્યગર્ભ વાણીએ કહ્યું કે “હે તાત! તમે હમણુંજ દેશનામાં સંસારની અસારતા વિષે સાંભળ્યું છે, તે હવે ખેદરૂપી શીકારીથી શા માટે પરાભવ પામે છે ? વળી અમારે પણ એવા વિષયસુખની જરૂર નથી.' એમ કહીને અમે ત્યાંથી અમારા સહોદર બંધુની રક્ષામાં નિરંતર તત્પર રહ્યા. " એક વખત અમારા ભાઈએ ફરતા ફરતા તમારા મામા પુપચૂલની કન્યા પુષ્પવતીને જોઈ, તેના અદ્દભુત લાવણ્યવાળા રૂપથી તેનું મન હરાયું, તેથી તે દુબુદ્ધિએ તેનું હરણ કર્યું. “શુદ્ધિઃ વામનુરારિ.' પુષ્પવતીને હરણ કરી લાવ્યા છતાં તે તેની દષ્ટિને સહન