________________
પર્વ ૯મું પિતનું તર્પણ થાય તેમ કરવું. તેને માટે શું ઉપાય લે ! એક ઉપાય છે, તેને હજુ વિવાહ કરવાને છે, તેથી વિવાહ થયા પછી તેને નિવાસ કરવા માટે નિવાસગૃહ કરવાના મિષથી એક લાક્ષાગૃહ (લાખનું ઘર) બનાવવું. તેમાં પ્રવેશ અને નિર્ગમન ગુઢ રીતે કરાય તેવી રચના કરવી, અને વિવાહ થઈ રહ્યા પછી જ્યારે તેમાં તે વધૂ સહિત સુવા જાય ત્યારે રાત્રે અગ્નિ પ્રગટાવ.” આ પ્રમાણેના વિચારમાં બંને સંમત થયાં. પછી પુષ્પચૂલ રાજાની કન્યા સાથે સંબંધ કરીને વિવાહની સર્વ સામગ્રી તૈયાર કરવા માંડી.
તેઓનો આ ક્રૂર આશય ધનુમંત્રીના જાણવામાં આવતાં તેણે દીર્ઘરાજા પાસે આવી અંજલિ જેડીને વિજ્ઞપ્તિ કરી કે “રાજન્ ! મારે પુત્ર વરધનુ કળા જાણનાર અને નીતિકશળ છે. તે હવેથી મારી જેમ તમારી આજ્ઞારૂપ રથની ધુરાને વહન કરનાર થાઓ. હું વૃદ્ધ વૃષભની જેમ ગમનાગમન કરવાને હવે અશક્ત થઈ ગયો છું, તેથી તમારી આજ્ઞાથી કોઈ ઠેકાણે જઈને કાંઈ ધર્મ અનુષ્ઠાન કરીશ.” મંત્રીનાં આવાં વચનથી “ આ મંત્રી કોઈ બીજે સ્થાને જઈ કપટ રચીને કાંઈ પણ અનર્થ કરશે.' એવી દીર્ઘને શંકા થઈ. “બુદ્ધિમાનથી કોણ શંકા ન પામે !” પછી દીર્ઘરાજે માયાવડે મંત્રીને કહ્યું કે “ચંદ્ર વિના રાત્રીની જેમ તમારા વિના આ રાજ્ય અમારે શા કામનું છે ? માટે તમે અહીંજ રહીને દાનશાળા વિગેરેથી ધર્મ આચરે, બીજે સ્થાને જશે નહીં, કેમકે સારાં વૃક્ષેથા વનની જેમ તમારા જેવા પુરુષથીજ રાજ્ય શોભે છે.”
દીર્ઘરાજાના આ પ્રમાણેના કહેવાથી સદબુદ્ધિવાળા ધનુમંત્રીએ ગંગાનદીના તીર ઉપર જાણે ધર્મને મહાસત્ર (દાનશાળા) હેય તે એક પવિત્ર દાનશાળાને મંડપ કરાવ્યું, અને પિતે ત્યાં રહીને ગંગાના પ્રવાહની જેમ હમેશાં વટેમાર્ગુઓને અન્નપાન દેવાને અવિચ્છિન્ન પ્રવાહ પ્રવર્તાવ્યું. પછી દાન, માન અને ઉપકારવડે પ્રતીતિ એગ્ય થયેલા પુરુષની પાસે બે કોષ દૂરથી સુરંગ કરાવીને લાક્ષાગૃહ સુધી મેળવી દીધી. પછી નેહરૂપ આ વૃક્ષમાં જળ સમાન ગુપ્ત લેખ લખીને તેણે આ વૃત્તાંત પુષ્પચૂલ રાજાને જણાવ્યો. તે ખબર જાણું બુદ્ધિમાન પુષ્પચૂલે પિતાની દુહિતાને બદલે-હંસીને સ્થાને બગલીની જેમ એક દાસીને મોકલી. પિત્તળની ઉપર ચઢાવેલા સુવર્ણ રસ જેવી તે દાસીને લોકો પુષ્પચૂલની પુત્રી જાણવા લાગ્યા. અનુક્રમે આભૂષણોનાં મણિથી પ્રકાશતી તે દાસી નગરીમાં પેઠી. પછી ગીતોના ધ્વનિ અને વાજિંત્રેના નાદથી આકાશને પૂરી દેતી અને હર્ષ પામતી ચુલનીદેવીએ તેને બ્રહ્મદત્ત સાથે પરણાવી. સાયંકાળે સર્વ લોકેને વિદાય કરી ચુલનીએ તે વધૂવરને પેલા લાક્ષાગૃહમાં સુવા મોકલ્યા. બ્રહ્મદત્ત પણ બીજા પરિવારને વિદાય કરી વધૂ અને પોતાની છાયા જેવા મંત્રિપુત્ર વરધન સહિત ત્યાં શયન કરવા ગયે. મંત્રીકુમારની સાથે વાર્તાલાપ કરતા બ્રહ્મદત્તને જાગ્રત સ્થિતિમાંજ અર્ધ રાત્રી નિર્ગમન થઈ. “મહાત્માઓને ઘણી નિદ્રા ક્યાંથી હોય?” પછી ચુલનીદેવીએ આજ્ઞા કરેલા અને નમાવેલા મુખવાળા પુરુષેએ લાક્ષાગૃહને અગ્નિ લગાડીને પછી અગ્નિ લાગે એ પિકાર કરવા માંડ્યો, તેથી જ જાણે પ્રેરાય હોય તેમ અગ્નિએ લાક્ષાગૃહને તરફથી બાળવા માંડ્યું. તે વખતે ચુલની અને દીર્ઘરાજાના દુષ્કૃત્યની અપકીર્તિના પ્રસર જેવા ધુમ્રના સમૂહે ભૂમિ અને આકાશ પૂરી દીધું. જાણે અત્યંત ક્ષુધાતુર હોય તેમ સર્વનો ગ્રાસ કરવાને માટે અગ્નિ સાત જિહુવાવાળે છતાં જવાળાઓના સમૂહથી કેટી જિહુવાવાળા થઈ ગયા. તે વખતે “આ શું થયું ? એમ બ્રહ્મદત્ત મંત્રીપુત્રને પૂછ્યું, એટલે તેણે સંક્ષેપથી ચુલની દેવીનું દુષ્ટ ચેષ્ટિત કહી સંભળાવ્યું. પછી કહ્યું કે મૃત્યુના કરની જેમ આ સ્થાનમાંથી તમારું આકર્ષણ કરવાને મારા પિતાએ અહીં સુધી એક