________________
૩૬૮
સર્ગ ૧ મું સુરંગ કરાવી છે, તે તેમની દાનશાળા સુધી જાય છે, તેથી અહીં પાની ને પ્રહાર કરવા વડે ખુલ્લી કરીને વિવરદ્વારમાં ચગીની જેમ તેમ તેમાં પ્રવેશ કરે. પછી વાજિંત્રના પુત્રની જેમ પાનીના પ્રહારથી પૃથ્વીનું પુટ ભેદી નાખીને છિદ્રમાં દેરાની જેમ બ્રહ્મદત્ત મિત્રની સાથે તે સુરંગમાં ચાલ્યું. સુરંગને છેડે ધનુમંત્રીએ બે અશ્વ તૈયાર રાખ્યા હતા, તેથી સુરંગની બહાર નીકળી રાજકુમાર અને મંત્રીકુમાર રેવંતની શોભાને અનુસરતા તે અોપર આરૂઢ થયા. તે અશ્વ પંચમધારાથી એક ગાઉની જેમ પચાસ
જન સુધી એક શ્વાસે ચાલ્યા, જેથી ઊભા રહ્યા તે જ વખતે ઉચ્છવાસ લેતાંજ તેઓ મૃત્યુ પામી ગયા. પછી તેઓ પોતાની રક્ષા કરવાને માટે પગે ચાલતાં અનુક્રમે કોષ્ટક નામના ગામની પાસે મુશ્કેલીથી આવી પહોંચ્યા. ત્યાં બ્રહ્મદત્ત મંત્રીકુમારને કહ્યું, ‘મિત્ર વરધન! અત્યારે પરસ્પર સ્પર્ધા કરતી હોય તેમ ક્ષુધા અને તૃષા બને મને અતિ પીડા કરે છે.” “એક ક્ષણમાત્ર રાહ જુઓ” એમ કહી મંત્રીપુત્રે ક્ષૌર કરાવવાની ઈચ્છાએ ગામમાંથી એક નાપિતને બેલા. મંત્રીપુત્રના વિચારથી બ્રહ્મદત્ત પણ તે નાપિતાની પાસે તરતજ વપન કરાવ્યું અને માત્ર શિખાજ રાખી પછી તેણે પવિત્ર એવાં કાષાય વસ્ત્ર ધારણ કર્યા, જેથી સંધ્યાથી ઢંકાયેલા સૂર્યની જે તે જણાવા લાગે. પછી વરધનુએ આપેલું બ્રહ્મસૂત્ર તેણે કંઠમાં ધારણ કર્યું, જેથી બ્રહ્મરાજાના પુત્ર બ્રહ્મદત્તે બરાબર બ્રહ્મપુત્ર (બ્રાહ્મણ)નું સદશ્ય પ્રાપ્ત કર્યું. બ્રહ્મદત્તના વક્ષ:સ્થળમાં શ્રીવત્સનું લાંછન હતું, તેને મંત્રીપુત્રે વાદળાંથી સૂર્યની જેમ વસ્ત્રથી ઢાંકી દીધું.
આ પ્રમાણે બ્રહ્મદ સૂત્રધારની જેમ અને મંત્રીપુત્ર વરધનુએ વિષકની જેમ બધે વેશ પરાવર્ત કર્યો. પછી પર્વણીમાં સૂર્ય ચંદ્ર સાથે દેખાય તેમ તેઓ સાથેજ ગામમાં પેઠા. કેઈ ઉત્તમ બ્રાહ્મણે તેમને ભગવાન્ જાણીને નિમંત્રણ કર્યું, અને તેણે રાજા જેવી ભક્તિથી ભેજન કરાવ્યું. “પ્રાયઃ તેજના પ્રમાણમાંજ સત્કાર થાય છે.” પછી તે બ્રાહ્મણની સ્ત્રીએ કુમારના મસ્તક પર અક્ષત નાખીને બે વેત વસ્ત્ર અને એક અપ્સરા જેવી કન્યા આગળ ધરી, વરધનુ બેલ્યો “અરે મૂઢ! કસાઈ આગળ ગાયની જેમ આ પરાક્રમ કે કળામાં અજ્ઞાત જનના કંઠમાં આ કન્યાને શું જોઈને બાંધે છે ?' એટલે બ્રાહ્મણ બોલ્યો કે “આ મારી ગુણવતી બંધુમતી નામે કન્યા છે, તેને આ પુરુષ સિવાય બીજો કોઈ વર નથી, કારણ કે નિમિત્તિઓ એ મને કહ્યું છે કે “આ કન્યાનો પતિ ષખંડ પૃથ્વીનો પાલક થશે તે નિશ્ચયથી આજ પુરૂષ છે, વળી તેણે જ મને જણાવ્યું હતું કે વસ્ત્રથી જેણે પોતાનું શ્રીવસ લાંછન ઢાંકેલું હોય એ જે પુરુષ તારે ઘેર ભેજન કરવા આવે તેને તારે આ કન્યા આપવી” પછી તે બંધુમતી કન્યા સાથે બ્રહ્મદત્તનો વિવાહ થયે. “ભેગીઓને અણચિંતવ્યા મનોવાંછિત ભેગ આવી મળે છે.” તે રાત્રી બંધુમતીની સાથે રહી તેને આશ્વાસન આપીને બીજે દિવસે કુમાર ત્યાંથી અન્યત્ર જવા ચાલ્યો. કારણકે “શત્રુવાળા પુરુષ એક સ્થાને શી રીતે રહી શકે ?’ પ્રાત:કાળે તેઓ એક ગામે પહોંચ્યા. ત્યાં તેઓ એ સાંભળ્યું કે દીર્ઘરાજાએ બ્રઘદત્તના બધા માર્ગ રુંધી લીધા છે, તે સાંભળીને ઉન્માર્ગે ચાલતાં તેઓ એક મહાટવીમાં આવી પહોંચ્યા. ત્યાં જાણે દીર્ઘ રાજાના પુરુષ હોય તેમ અનેક ભયંકર શિકારી પ્રાણીઓએ તે અટવીને રૂંધી લીધી હતી તૃષા લાગેલા બ્રહ્મદત્તને ત્યાં એક વડના વૃક્ષ નીચે બેસીને મંત્રીકુમાર મન જેવા વેગથી જળ લેવા ચાલ્યા. ત્યાં દીર્ઘ રાજાના પુરુષોએ ડુક્કરનાં બચ્ચાંને જેમ શ્વાન રૂંધે તેમ રેષથી વરધનુને ઓળખવાથી રૂંધી લીધે. પછી “પકડો, મારે પકડો, મારો” એમ ભયંકર શબ્દ બોલતા તેઓએ તે વરધનુને પકડીને બાંધી લીધે. તેણે સંજ્ઞાથી બ્રહ્મદત્તને