________________
૩૬૦
સગ ૧૨ મો
ભગવંત નિર્વાણ પામ્યા એટલે શકઈંદ્રની આજ્ઞાથી કુબેરે એક શિબિકા વિકુવ, અને શકઈ વિધિપૂર્વક પ્રભુના અંગની પૂજા કરીને પોતે જ તે શિબિકામાં પ્રભુને પધરાવ્યા. દેવતાઓએ નૈઋત્ય દિશામાં રતનશિલા ઉપર ગોશીર્ષચંદનનાં કાષ્ઠની ચિતા રચી. ઈદ્રા પ્રભુની શિબિકાને ઉપાડીને ત્યાં લાવ્યા, અને શ્રી નેમિપ્રભુના શરીરને ચિતામાં પધરાવ્યું. ઈદ્રની આજ્ઞાથી અગ્નિકુમારોએ તે ચિતામાં અગ્નિ ઉત્પન્ન કર્યો, અને વાયુકુમારોએ સત્વર તે અગ્નિને પ્રજ્વલિત કર્યો. તેમનો દેહ દગ્ધ થયા પછી ક્ષીરસાગરના જળથી દેવેએ અગ્નિને બુઝાવી દીધો. એટલે શક અને ઈશાન વિગેરે ઈદ્રોએ પ્રભુની દાઢાઓ ગ્રહણ કરી. બાકીનાં અસ્થિ દેવતાઓએ લીધાં, દેવીઓએ તેમનાં પુષ્પ લીધાં, રાજાઓએ વસ્ત્રો લીધાં અને લેકેએ ભસ્મ ગ્રહણ કરી. પ્રભુના સંસ્કારવાળી વૈડૂર્યમણિની શિલા ઉપર ઈ પિતાના વજથી પ્રભુનાં લક્ષણ અને નામ લખ્યા પછી તે શિલા ઉપર શ્રી નેમિનાથની પ્રતિમા સહિત એક પવિત્ર રમૈત્ય કરાવ્યું. આ પ્રમાણે સર્વ ક્રિયા કરીને શક્રાદિક દેવતાઓ પિતાપિતાને સ્થાનકે ગયા.
અહીં પાંડે વિહાર કરતાં કરતાં હસ્તકલ્પ નગરે આવ્યા, ત્યાં તેઓ પરસ્પર પ્રીતિથી કહેવા લાગ્યા કે “હવે અહીંથી રૈવતાચલ ગિરિ માત્ર બાર યોજન દૂર છે, તેથી કાલે પ્રાતઃકાળે શ્રી નેમિનાથના દર્શન કરીને જ આપણે માસિક તપનું પારણું કરશું.” એવામાં તે લોકો પાસેથી તેમણે સાંભળ્યું કે “ભગવાન શ્રી નેમિનાથ પિતાના તે તે સાધુઓની સાથે નિર્વાણપદને પામ્યા. તે સાંભળતાં જ મોટે શેક કરતાં તેઓ સિદ્ધાચળ ગિરિ ઉપર આવ્યા અને ત્યાં અનશન કરી કેવળજ્ઞાન પામીને મોક્ષપદને પામ્યા. સાધ્વી દ્રૌપદી મૃત્યુ પામીને પરમદ્ધિના ધામરૂપ બ્રહ્મ દેવલેકમાં ગયાં. - આ પર્વમાં અતુલ તેજવાળા બાવીસમા તીર્થકર, નવમા વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવ એ ચાર પુરુષનાં ચરિત્રનું કીર્તન કરેલું છે. સિદ્ધાંત દષ્ટિએ અવકતાં તેમાંથી એક પુરુષનું ચરિત્ર પણ જે કાને સાંભળવામાં આવે તો તે ત્રણે લોકમાં પણ વિસ્મયકારી લાગે તેવું છે.
Haa893888888888888888888888
॥ इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते ___ महाकाव्येऽष्टमे पर्वणि बलदेवस्वर्गगमनश्रीनेमिनाथ
નિવારનો નામ શિઃ સદા ૨૨ | SSB BER&BBXX100800388*8*80*80
६ समाप्त चेदं अष्टम पर्व